મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ તરીકે ઓળખાય છે. આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણોમાં મીઠી પેશાબ, અશક્તિ,શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો અને ઘેન ગણાવવામાં આવ્યા છે. લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે.ભારત મા અંદાજે 5 કરોડ 70 લાખ લોકો ડાયાબીટીસ ની બીમારી થી પીડાય રહ્યા છે, સર્વે ના કહેવા પ્રમાણે દર 2 મિનિટે 1 વ્યક્તિ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે.
ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે. લોહીમા ખાંડનું સ્તર વધવા લાગે છે, જ્યાં સુધી ડાયાબીટીસ થવા ના કારણો નહિ સમજાય ત્યા સુધી તેનો ઈલાજ કરવો મુશ્કેલ બની જાય છે. જયારે લોહી મા ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જાય છે ત્યારે લોહી મા રહેલું આ કોલેસ્ટ્રોલ કોશિકાઓ ની આસપાસ જમા થવા લાગે છે. જેથી લોહીમાં રહેલા ઇન્સુલીન કોશિકાઓ સુધી નથી પહોચી શકતું જેથી ગ્લુકોઝ ને ગ્રહણ કરવા માટે રીસેપ્ટર ની સંખ્યા ઓછી થઇ શકે છે .સુગર લેવલ કાબુમાં રાખવા લોકો લાખો રૂપિયાની દવા કરે છે. અને પરિણામ કઈ મળતું નથી. નિયમિત ઈંજેકશન અને દવાઓના કારણે ડાયાબિટીસના દર્દીઓ કંટાળી જતાં હોય છે.
દર્દી ક્યારેક કંટાળીને દવા લેવા જવાનું પણ ટાળતા હોય છે, જેને કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હોય છે. વધુ પડતી દવાઓ ને લીધે શરીર માં આડ અસર થાય છે અને બીજી બીમારીઓ વધતા શરીર બીમારી નું ઘર બની જાય છે પણ જો આયુર્વેદ માં જોઈએ તો મોટા માં મોટી બીમારી નો પણ ઈલાજ આપેલ છે. આ રોગ લાંબા ટાઇમે એક મોટું રૂપ ધારણ કરી લે છે, જે વ્યક્તિ ના મૃત્યુ નું કારણ બની શકે છે. આયુર્વેદિક ઉપચાર નું રિજલ્ટ ભલે મોડું મળે પણ તેની કોઈ આડઅસર જોવા મળતી નથી માત્ર તેનો ઉપયોગ કંટાળ્યા વગર શરૂ રાખવો પાડે છે.
ખોરાક માં ખાસ કરીને ખાંડ, સાકર, ગોળ, મધ, ગ્લુકોઝ, મીઠાઈ, ચોકલેટ, સુકોમેવો (બદામ, કાજુ, અખરોટ, પીસ્તા, કોપ વિગેરે), ચીઝ, ક્રીમ, ડેઝર્ટસ, મીઠા પીણા, ક્ધડેન્સ્ડ મિલ્ક, ફરસાણ એટલે કે તેલમાં તળેલી વસ્તુઓ, અથાણા, સોસ, સૂપ, મેંદો, કોર્ન, ફલાવર, કસ્ટર્ડ, પેસ્ટ્રીકેડ, જામ, જેલી, ગળ્યા બિસ્કિટ, આઈસક્રીમ, ઘી, માખણ, વનસ્પતિ ઘી, પામ ઓઈલ, કોપરેલ, બેકરીની વસ્તુઓ, આલ્કોહોલ, તેલવાળા અથાણા ન ખાવા જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજી, આમળા, હળદર, કાંદા, લસણ, લીંબુ, મરચા, મોળી પાતળી છાસ, ઉગાવેલા કઠોળ, સફરજન, દાડમ, સંતરા, મોસંબી, ટેટી જેવા ફળો કાચા ટમેટા, કાકડી, મુળા, મોગરી, ગાજર, કોબીચ, ક્રીમ વગરનો વેજીટેબલ સુપ, ટમેટાનો રસ, સોડા, લીલા નારિયેળનું પાણી, ખાંડ વગરના પીણા, મલાઈ વગરનું દૂધ વગેરે છૂટથી લઈ શકાય.
ત્રિફળા અર્થાત્ હરડે, બહેડા અને આમળાનું મધુર મિલન છે જે સ્વાસ્થ્યને અલમસ્ત રાખે છે. ત્રિફળા એક એવી આયુર્વેદિક દવા છે જે શરીર ને સાવ બદલી શકે છે. ત્રિફળા ને નિયમિત લેવાથી શરીર એકદમ સ્વસ્થ અને સરસ રહે છે. આખી જિંદગી સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ત્રિફળા ચૂર્ણ ખુબજ લાભદાયી છે. ત્રિફળા માત્ર ડાયાબીટીસ જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અક્સિર માનવામાં આવે છે તથા કબજિયાત માં પણ લાભદાયી છે. ત્રિફળાને આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી મિશ્રણ અને ઉત્તમ ઔષધી માનવામાં આવે છે. લસણને પીસીને તેનું પાણી પીવાથી પણ ફાયદો થાય છે.
હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે. કૂમળાં કારેલાંના નાના કડકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબિટીસના દર્દી માટે કસરત બહુ અગત્યતા ધરાવે છે. દર્દીએ શારિરીક શ્રમ અને નિયમિત કસરતને દિનચર્યા ના ભાગ તરીકે અપનાવવી જોઈએ. કસરત કરવાથી લોહીમાં ગ્લુકોઝ અને ચરબીનું પ્રમાણ જળવાય છે. દવા અને ઈન્સ્યુલીનની માત્રા ઘટાડી શકાય છે. હૃદયની તથા ફેફસાની ક્ષમતા વધે છે. વજન ઘટવાથી રોગોમાં ફાયદો થાય છે. માનસિક શાંતિ મળે છે. મન પ્રફુલ્લીત રહે છે. ઉંઘ સારી આવે છે. લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા ઘટે છે.
એક ચમચી જેટલી મેથી ને એક ગ્લાસ પાણી માં પલાળી ને સવારે નરણા કોઠે પાણી પીય ને મેથી ખાઈ જવી. આ પ્રયોગ ૯૦ દિવસ સુધી કરવાથી ડાયાબિટીસ લેવલ ઓછું થઈ તેમાં ચોક્કસ ફાયદો થાય છે. આમલીના કિચૂકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે.લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી પણ ડાયાબિટીસ મટે છે. હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, રોજ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે. હરડે, બહેડાં, કડવા લીમડાની આંતરછાલ, મમેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.
૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રનાં પાન ૩૦ વાટી, ૧ ગ્લાસ પાણીમાં રાત્રે ભીંજવી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું-પીવું નહિ. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ચોક્કસ ડાયાબિટીસ મટે છે. સારાં, પાકાં જાંબુને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ માં ફાયદો થાય છે. આમળાંનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે. લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. એક ચમચી હળદર અને આમળાનું ચૂર્ણ ભેગા કરીને રોજ સવાર-સાંજ પીવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત રહે છે.
મેથી દાણા 100 ગ્રામ, તમાલપત્ર 100 ગ્રામ, જાંબુના ઠળિયા 150 ગ્રામ, બીલીપત્ર ના પાન 250 ગ્રામ આ તમામ સામગ્રી ને અલગ અલગ સૂકવીને પાવડર બનાવી બરાબર મિક્સ કરી ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણ દરરોજ સવાર-સાંજ એકથી દોઢ ચમચી ખાલી પેટે જમવાના એક કલાક પહેલા ગરમ પાણી સાથે લેવું. સવારે પેટ સાફ કર્યા પછી લેવો, આ ઉપાય 2-3 મહિના ચાલુ રાખવો.