શહેરી જીવન અને વ્યસ્ત જીવન શૈલીને કારણે શરીરની અને સ્વસ્થ્યની નાની નાની તકલીફો ને પહોંચી વળવા લોકો પાસે ટાઇમ નથી હોતો. આવા માં લોકો નાની નાની દરેક વાત પર દવા લેવાની શરૂ કરી દે છે. દવાઓ થોડા સમય માટે રાહત આપે છે અને આડઅસર પણ કરે છે.
આજ અમે તમારા માટે સ્વાથ્યને લગતી બીમારીના ઘરેલુ ઉપચાર લઈને આવ્યા છીએ. આ ઘરેલુ નુસખા તમને દવાથી દૂર રાખશે અને આ નુસખાની કોઈ આડઅસર પણ થતી નથી માટે આ ઉપચારો અપનાવો અને શરીરને વગર દવાએ તંદુરસ્ત રાખો. મોઢાની ગરમીને લીધે ઘણી વાર મોઢામાં ચાંદા પડી જાય છે, માટે મોઢાની ગરમી દૂર કરવા માટે બાવળની છાલનો ઉકાળો પીવો જોઈએ.
જો તમને કાયમ ગેસની સમસ્યા રેહતી હોય તો આ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે ડૂંટીએ હિંગ લગાડવાથી રાહત મળે છે. તળિયાંમાં ગરમી હોય અને તેનાથી તળિયામાં બળતરા થતી હોય તો તળિયે ગાયનું ઘી ઘસો, ઘીને બદલે દિવેલ પણ ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી પણ આરામ મળે છે.ઉધરસ માટે લવિંગ અને હળદર-મીઠાનું પાણી પીવું ફાયદેમંદ સાબિત થાય છે.
ન્યૂમોનિયા માં દૂધમાં ભાંગેલો ભીલામો જાડાં કપડાંથી ગાળી ખાંડ સાથે મેળવીને પીવો. આના ફક્ત બે ડોઝ પીવાથી પણ આરામ મળશે. આ મિશ્રણ ન્યૂમોનિયાની સાથે સાથે બીજા ઘણા પ્રકારના તાવ માં ફાયદેમંદ સાબિત થાય છે. કબજિયાત માટે ખારેક અને આદુંનું સેવન કરવાથી લાભ મળે છે. પાકી ભીંજાવેલી ખારેક આદુ સાથે મિક્સ કરીને ખાવી. આનાથી કબજિયાતમાં લાભ મળે છે.
આંખના રોગ માટે ચોખ્ખું મધ અથવા દિવેલ ફાયદેમંદ સાબિત થાય છે, મધ અને દિવેલનું આંજણ બનાવીને આંખમાં આંજવથી તે આંખ માટે લાભ કરે છે. કબજિયાત માટે મેથી લાભકારી સાબિત થાય છે. આ સમસ્યા માટે રોજ મેથી ફાકો અથવા મેથીની ચા પીવાથી પણ લાભ થાય છે. તાવની ગરમી દૂર કરવા માટે દૂધી બાફીને માથે લેપ કરો. અથવા ભીની કાળી માટીનો લેપ ગુણકારી સાબિત થાય છે.
સાંધાના દુઃખાવા માટે લસણ અને ઘીનો પ્રયોગ સારો સાબિત થાય છે. સાંધાના દુખાવા માટે પાશેર લસણ ઘી માં તળીને ખાવાથી લાભ થાય છે. અઠવાડિયામાં ત્રણ દિવસ આ પ્રયોગ કરવાથી લાભ મળે છે. પાયોરિયા માટે દાતણ સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. આ માટે લીમડાનું કે વડની વડવાઈનું દાતણ કરવાથી લાભ થાય છે.
ડાયાબિટિસ માટે આમળાંનો ઉપયોગ સતત કરવો જોઈએ. તેનાથી ડાયાબિટિસ માં લાભ મળે છે. શરદીના તાવ માટે ગંઠોડા, મરી, સૂંઠ તુલસીની ચા પીવી લાભદાયી સાબિત થાય છે. પેટનો દુઃખાવો દૂર કરવા માટે સૂંઠનો પાઉડર અને ગોળ-ઘી ભેગાં કરી ગોળી બનાવો. રોજ ૧ થી ૨ ગોળીનું સેવન કરવાથી લાભ મળે છે.
તાવ માટે તુલસી અને મરી લાભદાયી સાબિત થાય છે. ગમે તેવા તાવમાં તુલસી- મરીની ચા પીવાથી લાભ મળે છે. માથાંનાં દર્દો માટે સુખડ, સુંઠ-લવિંગનો લેપ કરીને કપાળે લગાડવાથી લાભ મળે છે. લોહીનું દબાણ ઓછું કરવા માટે આંબળાં, સાકર ભેળવીને ફકવા જોઈએ અથવાતો ધાણા કાયમ ફક્વાથી પણ લાભ થાય છે. હિસ્ટિરિયા માટે ગરમ દૂધમાં સતાવલિ-શંખાવલિનો પાઉડર પાવલીભાર ઉમેરીને તે દૂધ પીવાથી આ રોગમાં લાભ મળે છે.
હાથીપગો માટે અકસીર ઈલાજ સાબિત થાય છે, ચા અને અધેડાનું ચૂર્ણ. ચા સાથે પાવલી ભાર અધેડાનું ચૂર્ણ રોજ ખાવાથી આ જીવલેણ રોગમાં મુક્તિ મેળવી શકાય છે. હરસની સમસ્યા દૂર કરવા માટે એક આની ભાર અધેડાના જડની ભૂકી રાત્રે ખાવી અને પછી ઉપરથી કોપરું ખાવું. પછી રાત્રે પાણી પીવું નહિ. આનાથી મસા-હરસ મટે છે. ૪૦ દિવસ સતત આ પ્રયોગ કરવાથી લાભ મળે છે.
પાતળા ઝાડા બંધ કરવામાટે અતિસારનાશક ચૂર્ણ ફાયદેમંદ સાબિત થાય છે. અતિસારનાશક ચૂર્ણ બનાવવા માટે અજમોદ, મોચરસ, સૂંઠ, હળદર, દારૂ હળદર પીપર, ધાવડીનાં ફૂલ, કરંજનાં બી અને બિજોરાની જડ સરખે ભાગે લઈ ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણનું છાશ સાથે સેવન કરવું જોઈએ. આ ચૂર્ણ થી ઝાડામાં ઘણો લાભ થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.