આ જોરદાર દેશી ઈલાજ કરી દેશે તમારા દરેક રોગને જીવો ત્યાં સુધી ગાયબ, નહીં ચડવું પડે દવાખાનાનું પગથિયું

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આયુર્વેદમાં અનેક રોગોને દૂર કરવા માટે અનેક દવામાંથી આજે અમે કેટલીક ખાસ-ખાસ દવાઓ વિશે જણાવવા માગીએ છીએ જેનો તમે જે-તે રોગમાં ઉપયોગ કરી શકો છો. જૂના જમાનાથી લોકો વનસ્પતિ ઔષધિ કે જડીબુટ્ટીથી બીમારીનો ઇલાજ કરતા આવ્યા છે. મોટા ભાગના દેશી ઉપચારોનો કોઈ રેકોર્ડ નથી, એ બાપદાદાઓ પેઢીઓથી પોતાના સંતાનોને કહેતા આવ્યા છે.

લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે ઘરે ઘરે જાણીતી દેશી દવાઓ આજની નવી નવી દવાઓ કરતાં ખૂબ જ સુરક્ષિત છે. પણ યાદ રાખો, દેશી દવાઓથી પણ તમને અમુક નુકસાન થઈ શકે છે.

ખાવા પીવા માં આ નિયમ ચોક્કસ પાળો:

મેંદો બંધ કરીને જવ , બાજરી કે મકાઈ ખાવા રિફાઈન્ડ તેલ બંધ કરી ધાણીનું તેલ વાપરો કોલ્ડ્રીકસ બંધ કરી લીબુ શરબત કે છાસ પીવો ભેંસનું દૂધ બંધ કરીને દેશી ગાયનું દૂધ પીવો.  રેડીમેઈડ ન્યૂસ કરતાં ડાયરેકટ ફળ જ ખાવ,  ફ્રીજનું પાણી બંધ કરીને માટલાનું પાણી પીવો રાત્રે વહેલા ઉંધી જાવ , સવારે વહેલા ઉઠો, ઘરમાં ભરાઈ ન રહો , કુદરતના ખોળે પણ જાવ.

આ પ્રયોગ બીજા લોકો ને પણ બતાવો:

કફ થી કાયમ માટે છુટકારો મેળવવા માટે:

દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે . દૂધમાં હળદર , મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે . રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પાશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે .

હિંગ નો પ્રયોગ :

હિંગ , પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુખાવો મટે છે .  દાંત હલતા હોય અને દુઃખતા હોય તો હિંગ અથવા અક્કલગરો દાંતમાં ભરવવવાથી આરામ થાય છે. સવારના પહોરમાં કાળા તલ ખુબ ચાવીને ખાવાની ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબુત બને છે . વડની વડવાઈનું દાંતણ કરવાથી હલતા દાંત મજબુત થાય છે.

અનીંદ્રા દૂર કરવાનો પ્રયોગ:

સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે . ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે . પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે . સાંજે ગંઠોડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે .

હરસ- મસા માંથી કાયમ છુટકારો મેળવવા માટે:

સુંઠનું ચુર્ણ છાશમાં નાંખીને પીવાથી હરસ – મસા મટે છે . સવારે નરણે કોઠે એક મુઠી જેટલાં કાળા તલ થોડી સાકર સાથે ખુબ ચાવીને ખાવાથી મસામંથી પડતું લોહી બંધ થઈ જાય છે .  સુકા હરસ થયા હોય તો છાસમાં ગોળ નાંખીને અને લોહી પડતા મસા . હોય તો છાસમાં ઈન્દ્રજવ નાંખીને પીવાથી હરસ – મસા મટે છે .

અશક્તિ અને નબળાઈ દૂર કરવા માટે :

સુકી ખારેકનું ૨૦૦ ગ્રામ ચુર્ણ બનાવી તેમાં ૨૫ ગ્રામ સુંઠનો ચુર્ણ નાખી તૈયાર કરવું અને પાંચ થી ૧૦ ગ્રામ ચૂર્ણ રોજ ૨૦૦ ગ્રામ દૂધમાં ઉકાળી થોડી ખાંડ નાખી રોજ સવારે પીવાથી શક્તિ આવે છે .

એસિડિટી માટે નો પ્રયોગ :

૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા કાળા મરી ચાર પાંચ નંગનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે .૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરાના ચુર્ણમાં અથવા સુદર્શન મેળવી લેવાથી એસીડીટી મટે છે . તુલીસના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસીડીટી મટે છે .

હાઈ બ્લડ પ્રેશર માટે નો પ્રયોગ :

હાઈ બ્લડ પ્રેશરમાં જો સવાર – સાંજ 15 ગ્રામ જેટલા સરગવાના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ જ રાહત મળે છે . લોહીની ઉણપ દૂર કરવા સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે છે , અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top