ડહાપણની દાઢ આવે ત્યારે ખુબ જ દુખાવો થાય છે અને સાથે સાથે મોં પર સોજો પણ આવે છે. સામાન્ય રીતે ડહાપણની દાઢ 17થી 25 વર્ષની વય વચ્ચે આવે છે, જ્યારે અમુક કેસમાં ઘણા લોકોને ડહાપણની દાઢ મોડી પણ આવતી હોય છે. જો જડબામાં પુરતી જગ્યા હોય તો ડહાપણની દાઢ સહેલાઈથી ઉગે છે અને ઉપયોગી સ્થિતિમાં રહે છે તેમજ કોઈ તકલીફ પણ પડતી નથી.
આજકાલ ઘણા લોકોને ડહાપણની દાઢ કાઢી નાખવાની સલાહ ડેન્ટિસ્ટ આપતા જ હોય છે. ઘણી વાર ડેન્ટિસ્ટ કોઈ પ્રૉબ્લેમ ન હોય છતાં સાવચેતીરૂપે એવું પણ કહેતા હોય છે કે ભવિષ્યમાં આ દાઢને કારણે પ્રૉબ્લેમ થઈ શકે છે તો સારું છે કે પહેલેથી જ કઢાવી નાખો.
જો આ દાઢ સ્વસ્થ રીતે આવી હોય અને વ્યવસ્થિત જડબામાં ફિક્સ થઈ ગઈ હોય તો એની જરૂર ચોક્કસ છે, પરંતુ જો એમાં કોઈ પણ પ્રૉબ્લેમ હોય તો એને કાઢી નાખવામાં જ ભલાઈ છે, કારણ કે એ એની આગળની ખૂબ જ જરૂરી દાઢને ખરાબ કરે છે.
આજકાલ આપણું ડાયટ પહેલાં કરતાં ઘણું બદલાયું છે. યાદ કરો કે છેલ્લે શેરડી જાતે દાંત વડે છોલીને ક્યારે ખાધી હતી? આજકાલ આપણો ખોરાક પકવેલો અને સરળ હોય છે, જે ચાવવામાં વધુ મહેનત નથી પડતી. એટલે ૩૨ને બદલે ૨૪-૨૮ દાંત વડે સરળતાથી કામ ચાલે છે. એટલે એમ કહે છે કે અક્કલની દાઢ વગર પણ તમે સામાન્ય રીતે ખોરાક ખાઈ શકો છો.
પરંતુ એનો અર્થ એ નથી કે એની જરૂર જ નથી. જો એ સંપૂર્ણ રીતે વિકસેલી હોય અને બીજા કોઈ પ્રૉબ્લેમ્સ એની સાથે જોડાયેલા ન હોય તો એ દાઢ ખૂબ કામની છે. ડહાપણની દાઢમાં થતો સડો જે ભાગમાં હોય તેની ફિલિંગ કે મુળિયાની સારવાર શક્ય હોય તો તે કરી દાઢને બચાવવામાં આવી શકે છે.
જો તમને ડહાપણની દાઢને કારણે તમને અન્ય દાઢમા પણ દર્દની સાથે સોજો આવી જાય તો તમારે હળવા ગરમ પાણીમા મીઠુ નાખીને કોગળા કરી લો અને આ માટે તમારે વધુ ગરમ કે વધુ ઠંડું પાણી ન લેતા આનાથી તમને દર્દમા મુક્તિ મળશે.
હડાપણની દાઢ સહેજ ત્રાસી, હાંડકામાંથી બહાર ન આવી શકે તેવી જગ્યાએ હોય તો તેની નાની એવી સર્જરી, દ્વારા જગ્યા કરીને દાઢને અમુક ભાગમાં વિભાજીત કરીને બહાર કાઢવામાં આવે છે.
જો ડહાપણની દાઢનો થોડોક ભાગ પેઢાની બહાર દેખાય અને થોડોક ભાગ પેઢાથી ઢંકાયેલો હોય તો પેઢા અને દાંતની વચ્ચે પોલાણ ( પોકેટ) બને છે, જેમાં ફસાયેલા ખોરાકના કણો થોડા સમય બાદ કોહવાય છે અને પેઢામાં રસી કરે છે. તે વખતે પેઢામાં દુખાવો થાય છે અને સાથે સોજો પણ આવે છે. જો કે ખોરાકના જે કણો અને જીવાણુંઓ પેઢા નીચે એકઠા થાય છે, તે વ્યવસ્થિત રીતે સાફ કરવા ઘણું અઘરું હોય છે.
જો તમારે દર્દ દૂર કરવા માટે તમારે બળફના નાના નાના ટુકડા કરી તેને દાંતની પાસે રાખો તેનાથી તમને દર્દ તો ઓછુ થશે જ સાથે સાથે તમને સોજો પણ દૂર થશે.સૌ પ્રથમ તમે ચપટી હીંગ લઈ ને તેને મોસંબીના રસમા મિક્સ કરીને તેને રુની મદદથી ડહાપણની દાઢ પાસે રાખો અને દર્દ દૂર કરવા માટેનો આ સૌથી અક્સીર ઈલાજ છે અને લવિંગમા ના ઔષધીય ગુણો અને કીટાણુઓને દૂર કરે છે અને તે દર્દની જગ્યાએ લવિંગ રાખવાથી તમને દર્દ દૂર થશે.
આ સિવાય ડુંગળી પણ તમારા દર્દ ને દૂર કરવા માટેનો આ ઉત્તમ ઉપચાર છે અને જે તમારા ખોરાકમા રોજ ડુંગળીનુ સેવન કરે છે અને તેમને દાંતના દર્દ ની ફરિયાદો એ ઓછી થાય છે અને આવા દર્દમા ડુંગળીના ટુકડાને દાંતની પાસે રાખીને ચબાવો અને થોડીવાર પછી તમને દર્દમા આરામ લાગશે.
અને લસણમા પણ આમ તો એન્ટીબાયોટિક ગુણો હોય છે અને લસણમા એલીસીન હોય છે જે તમારા દાંતની પાસેના બેક્ટેરીયા અને જર્મ્સને સમાપ્ત કરે છે અને દર્દમા પણ લસણની એક કળીને દાંતની નીચે રાખો જેનાથી તમને ફાયદો થશે.
કેટલાક સમય માટે દુખાવા-વિરોધી ગોળી પણ મદદગાર રહે છે, પણ જો મોંઢાની અંદર દુખાવો ચાલુ રહે અને મોઢું ખોલવામાં પણ પરેશાની થતી હોય તો ત્યારે ડેંટલ ને બતાવવું જોઈએ.