Site icon Ayurvedam

ડોક્ટર પાસે ગયા વગર દાંતનો સડો અને પીળા દાંત માત્ર આ દેશી ઈલાજથી ગાયબ, જીવનમાં ક્યારેય દાંતમાં સડો કે પોલાણ નહીં થાય

દાંત ચમકાવવા માટે આમ તો બજારમાં ઘણી પ્રોડક્ટ ઉપલબ્ધ છે. પરંતુ દૂધ અને દૂધની બનલી પ્રોડક્ટ જેટલી અક્સીર કોઈ કેમિકલ પ્રોડક્ટ નથી. દૂધ અને તેની આઇટમમાં કેલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. જે દાંતને સ્વસ્થ બનાવે છે. જોકે ચા-કોફીથી દૂર રહેવું જોઈએ તેનાથી પીળાશ વધે છે.

દાંતની પાળાશ દૂર કરવા માટે બેકિંગ સોડા ખૂબ કારગર નીવડે છે. જે રીતે દાંત સાફ કરવા માટે મીઠાનો ઉપયોગ કરો છો તેવી જ રીતે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકાય છે. થોડાક જ દિવસોમાં તમારા દાંત પર જામેલી પીળી છારી દૂર થઈ જશે. દાંતને સાફ અને મોતી જેવા ચમકદાર બનાવવા માટે મીઠાનો ઉપયોગ ખૂબ પહેલાથી થતો આવે છે. મીઠામાં ખૂબ ભારી માત્રામાં સોડિયમ ક્લોરાઇડ હોય છે. જે દાંતની પીળાશ ઓછી કરવામાં મદદરૂપ થાય છે. જોકે વધુ પડતા મીઠાના ઉપયોગથી દાંતના ઇનેમલને નુકસાન થઈ શકે છે.

મોતી જેવા સફેદ દાંત માટે લીંબુ પણ ખૂબ ઉપયોગી નીવડે છે. ખોરાક લીધા બાદ લિંબુથી દાંત સાફ કરવાથી દાંતની ચિકાશ અને પીળાશ બંને ઓછી થાય છે. લીંબુવાળા પાણીથી જમ્યા બાદ કોગળા કરવાથી દાંતની પીળાશ અને મોઢાની દુર્ગંધ બંનેમાં રાહત મળે છે.
લીંબુના રસમાં એસિડિક પ્રોપર્ટી અને ભરપૂર વિટામિન સી હોય છે. સાથે જ તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન એ પણ હોય છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાથી તે પેઢાની સમસ્યાઓ દૂર કરે છે. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણી 1 લીંબુનો રસ મિક્સ કરીને તેનાથી કોગળા કરો. દિવસમાં 2-3વાર આવું કરવું.

લવિંગના તેલમાં ક્રિનોલિન હોય છે. જે એક એન્ટીઓક્સીડેન્ટ છે. જેથી લવિંગનું તેલ પેઢાનો દુખાવો, સોજો અને દાંતમાં થતાં સડાની પ્રોબ્લેમ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે લવિંગના તેલમાં 2-3 કાળા મરીનો પાઉડર મિક્સ કરીને પેઢા પર અથવા જે ભાગ પર દુખાવો થતો હોય કે સડો લાગ્યો હોય ત્યાં લગાવો. દિવસમાં 2-3વાર આ ઉપાય કરો. દવાઓ વિના આ ઉપાયથી ફાયદો થશે.

હિંગને પાણીમાં ઉકાળી તેનાં કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે.દાંત હાલતા હોય અને દુઃખાવો થતો હોય તો હિંગ દાંતમાં ભરાવવાથી આરામ થાય છે. પોલા થઈ ગયેલ અને કોહવાઈ ગયેલા દાંતના પોલાણમાં લવિંગ અને કપૂર અથવા તજ અને હિંગ વાટી દબાવી લેવાથી આરામ મળે છે.

ડુંગળીમાં એંટીસેપ્ટીક ગુણ હોય છે. જે દાંતના દુખાવામાં રાહત અપાવી શકે છે. તેને કાચી ખાવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. જો દાંતમાં વધુ દુખાવો હોય તો તેને કાચી નહી ખાઈ શકો તો તેનો રસ નીકાળીને દાંતમાં નાંખો. તેનાથી પણ દાંત ના દુખાવા માં રાહત મળે છે.

લસણને છોલીને તેની કળીઓને ચાવી જાઓ, તો દાંતના દુખાવામાં આરામ મળે છે. દિવસમાં બે વાર બે-બે કળીઓને ચાવવાથી જલદીથી દાંતના દર્દનો છુટકારો મળી જાય છે. જામફળના ઉપરવાળા તાજા કોમળ પાંદડાને તોડી લો અને તેને દાંતમાં દુખાવા થતો હોય તે જગ્યા પર રાખીને દબાવી લો, તેનાથી દુખાવામાં થોડીક રાહત મળશે. દરેક દિવસ ચાર વાર એવું કરવાથી થોડી રાહત મળશે. આ પત્તાઓને એક કપ પાણીમાં ઉકાળીને તે પાણીને માઉથવોશની જેમ પણ ઉપયોગ કરી શકાય છે.

પિપરમેન્ટથી પણ દાંતનું દર્દ દૂર ભાગી જાય છે, ખાસ કરીને ઉંમર વધવાથી થનાર દાંતના દુખાવા પણ પિપરમેન્ટથી સારા થઈ જાય છે. પિપરમેન્ટ ઓઈલના થોડાક ટીપાં દુખાવાવાળી જગ્યાએ નાખો અને પછી ગરમ પાણીથી કોગળા કરી લો. પિપરમેન્ટ ઓઈલના થોડાક ટીપાં પાણીમાં નાંખીને માઉથવોશની જેમ પણ ઉપયોગ કરી શકો છો.

હીંગમાં ઘણા આયુર્વેદિક ગુણોનો સમાવેશ હોય છે. તેમાં ઘણં એંટી-ઈંફ્લામેટ્રી, એંટીસેપ્ટિક ગુણ હોય છે, જે દાંતમાં થનાર દર્દથી રાહત પ્રદાન કરે છે. તેના ઉપયોગ માટે હિંગને ખૂબ જ ઓછી માત્રામાં લો અને તેને દર્દવાળી જગ્યા પર લગાવી લો અથવા તો તેને એક ચોથાઈ પાણીમાં ઘોળીને માઉથવોશની જેમ ઉપયોગ કરો.

તમાલપત્ર એક પ્રાકૃતિક દર્દ નિવારક છે. જે તરત જ દુખાવામાં આરામ અપાવે છે. તેમાં ઘણા ઔષધીય ગુણ હોય છે, જે દાંતનું સડવું, દૂગંર્ધ વગેરેને દૂર કરે છે. જો કોઈને મોંઢામાં છાલા છે કે પછી કોઈપણ પ્રકારના ઘા છે કે પછી લોહી આવી રહ્યું હોય તો, તમાલપત્રને પીસીને તેમાં મીંઠુ મેળવીને આ મિશ્રણને એક ગ્લાસમાં નાખો અને તેમાં થોડું વોડકા મેળવી લો. તેને મોંઢામાં ભરો અને નીકાળી લો. દિવસમાં બે વખત આવું કરવાથી દુખાવો ગાયબ થઈ જશે.

વેનિલામાં આલ્કોહોલની માત્રા ખૂબ જ ઓછી હોય છે, તેમાં એંટીઓક્સીડેન્ટ વધારે માત્રામાં હોય છે જેના ઉપયોગથી પણ દુખાવામાં રાહત મળે છે. સૌથી પહેલા વેનિલાના ૨-૪ ટીંપા કોટન બોલમાં લો. તેને દુખાવાવાળા દાંતની વચ્ચે રાખો અને ૧૫ મિનીટ પછી નીકાળી લો. એવું દિવસમાં ૨ થી ૩ વખત કરવાથી રાહત મળે છે.  કોફીનો ઉકાળો કરી તેના કોગળા કરવાથી દાંતનો સડો અને દાંતનો દુઃખાવો મટે છે.

Exit mobile version