ઘી, દહીં, માખણ અને છાશ દૂધમાંથી બનાવવામાં આવે છે. દહીં ભારતીય રસોડાનું એક મહત્વપૂર્ણ ભાગ છે. દહીં મા રહેલા તત્વો શરીરને ઘણા પ્રકારે ફાયદો કરે છે. દહીંની અંદર પ્રોબાયોટિક ફૂડ કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આમ કેલ્શિયમની ઉપસ્થિતિ દાંત અને હાડકાઓને મજબૂત કરવામાં ખૂબ મદદ કરે છે. દહીંમાંથી ઘણી વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ઉનાળામાં દહીં અને છાશ ખૂબ ફાયદાકારક છે. દહીં ખાવાથી આપણા સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થાય છે.
જો દરરોજ દહીં ખાવામાં આવે તો તેનાથી આપણી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે. અને આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં ખૂબ જ વધારો થાય છે. જે લોકો પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે. તેમનું શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. એટલે ડાયાબિટીસના દર્દીઓ માટે દહીં ખૂબ જ લાભકારી છે.
દહીંનું નિયમિત સેવન શરીર માટે અમૃત સમાન ગણવામાં આવે છે. અને પાચન માટે સૌથી મહત્વપૂર્ણ છે. પાચન ક્રિયા બરાબર ન હોવાથી તમે બિમારીઓનો શિકાર થઇ જાવ છો. એટલા માટે આ લોહીની ઉણપ અને નબળાઇ દૂર કરે છે. તેનું સેવન પેટમાં થનાર ઇન્ફેક્શનથી પણ બચાવે છે.
જે લોકો દરરોજ પોતાના ભોજનમાં દહીંનો ઉપયોગ કરે છે. તેના મોંમાંથી ક્યારેય દુર્ગંધ આવતી નથી. અને તેના દાંત માં કોઈપણ પ્રકારની જીવાત ની તકલીફ રહેતી નથી. જો દહીં ની અંદર એક ચપટી હિંગ નાખીને ખાવામાં આવે તો સાંધાના દુખાવામાં લાભ થાય છે. કારણ કે દહીં સ્વાદિષ્ટ હોવાની સાથે પૌષ્ટિક પણ છે. જે લોકો ખૂબ પાતળા હોય છે. તેમણે દહી ખાવું જોઈએ કેમકે દહીંની અંદર કિસમિસ બદામ વગેરે નાખી આપવામાં આવે તો તેનું વજન વધવા લાગે છે.
જો દહીં નું નિયમિત સેવન કરવામાં આવે તો આંતરડાના રોગો અને પેટને સંબંધિત ઘણી બીમારીઓ માં રાહત મળે છે. દહીની અંદર કેલ્શિયમ વિપુલ માત્રામાં હોય છે. આથી આપણા શરીરમાં હાડકાંનો વિકાસ સારો થાય છે. અને દહી ખાવાથી હાડકાં મજબૂત બને છે. જ્યારે નાના બાળકોને દાંત આવતા હોય ત્યારે જો દહીની અંદર થોડું મધ નાખી અને મિક્સ કરીને જો બાળકોને ચટાડવામાં આવે તો દાંત આવવામાં તકલીફ ઓછી થાય છે. અને દાંત સહેલાઈથી નીકળી જાય છે. જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય તો દહીં સેવન કરે તો તે ખૂબ ફાયદાકારક છે.
દહી માં વિટામીન બી૧૨ ઘણું વધારે હોય છે. તેથી આપણા મગજ માટે દહીંનું સેવન ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે એન્ટીબાયોટિક દવાઓના સેવનથી થતા દુષ્પ્રભાવથી બચવા માટે દહીં નું સેવન કરવાનું ડોક્ટર પણ સલાહ આપે છે. જો તમે દહી ખાવ છો તો તમને નહિ ખબર હોય કે દહીં ખાવાનો સીધો સંબંધ મસ્તિષ્ક સાથે છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે જે લોકો દહીંનું સેવન કરે છે. તેમને તણાવની ફરિયાદ ઘણી ઓછી હોય છે.
જો તમે પોતાને ખૂબ જ થાકેલા અનુભવ કરતા હોય તો દરરોજ દહીંનું સેવન કરો. તેનાથી તમારા શરીરમાં શક્તિનું નિર્માણ થશે. તાજુ દહીં ખાવાથી ભાંગ નો નશો થોડીજ વાર માં ઉતરી જાય છે. વાળને સુંદર, મુલાયમ અને આકર્ષક બનાવવા માટે દહીં અથવા છાસ વડે વાળને ધોવાથી ફાયદો મળશે. તેના માટે નહાતા પહેલાં વાળમાં દહીં વડે સારી રીતે માલિશ કરવી જોઇએ. થોડા સમય બાદ ધોવાથી ડેંડરફ દૂર થઇ જાય છે.
જ્યારે ચામડી સુકાયેલી અને કાળી લાગે, ચહેરા પર ખીલ ના ડાઘ વધી જાય અને ચહેરો ભયાનક લાગે ત્યારે દહીંની માલિશ કરવી અને પાંચ મિનિટ બાદ ચહેરાને ધોઈ નાખવો. જેથી ચહેરા પર નિખાર દેખાશે. દહીની અંદર બેસન મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. આમ કરવાથી ચહેરાનો રંગ સાફ થઈ જાય છે. દહીંના ખાટા પાણીથી માલિશ કરવાથી હાથ-પગમાં થતી બળતરા શાંત થઈ જાય છે. જો શરીર માં પરસેવાની દુર્ગંધ આવતી હોય તો તેને દૂર કરવા માટે તમે દહીં અને બેસનને મિક્સ કરી આખા શરીરમાં લગાવી ને ત્યારબાદ નહાવી લો.