ફેફસાના દરેક રોગ, શ્વાસમાં તકલીફ અને દુખાવા જેવા 100થી પણ વધુ રોગોનો 100% અસરકારક દેશી ઈલાજ છે આ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે. અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રકતપિત્ત, કફજવર, ફ્લ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે. અરડૂસીનાં તાજાં પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટો પડે છે. અરડૂસીના અવલેહને વાસાવલેહ કહે છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારું પરિણામ આપે છે.

અરડૂસી ક્ષયમાં ખૂબ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે. સૂકી અને કફવાળી બંને ઉધરસમાં અરડૂસી ખૂબ હિતાવહ છે.  કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, તેમાં અરડૂસી સારું કામ કરે છે.

પરસેવો ખૂબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીનાં સૂકાં પાનનું ચૂર્ણ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે. બાજરીમાં ઘઉં જેટલાં જ પોષક તત્વો છે, પરંતુ ચરબીનું પ્રમાણ ઘઉં કરતાં વધારે છે. આથી અતિશય પરિશ્રમ કરનાર માટે બાજરી છે. પરંતુ મેદસ્વી માટે સારી નથી.  બાજરી હૃદય માટે હિતકર, બળ આપનાર, પચવામાં ભારે, ગરમ, જઠરાનિ પ્રદીપ્ત કરનાર, પિત્તપ્રકોપક, રુક્ષ, પૌષ્ટિક, ભૂખ લગાડનાર, પિત્ત વધારનાર, થોડા પ્રમાણમાં મળને બાંધનાર, કફનાશક છે. સ્ત્રીઓમાં કામવેગ ઉત્પન્ન કરનાર છે.

ભેંસના દૂધ સાથે બાજરીનો રોટલો ખૂબ જ પૌષ્ટિક અને પથ્ય આહાર છે. ધી કે માખણ ચોપડેલો બાજરીનો રોટલો ખૂબ મીઠો લાગે છે. થોડા અંશે કબજિયાત કરતી હોવાથી કબજિયાત અને હરસના દર્દીએ સાવધાનીથી એનો ઉપયોગ કરવો જોઈએ.

લીલાં અંજીરમાં લોહ, તાંબુ, કેલ્શિયમ, વિટામીન વગેરે પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલાં છે.  રોજ સવાર-સાંજ બેથી ત્રણ અંજીર ખૂબ ચાવીને ખાઈ ઉપર એક ગલાસ દૂધ પીવું. સૂકાં અને લીલાં બંને અંજીર રેચક-મળ સાફ લાવનાર, મૂત્રપ્રવૃત્તિ વધારનાર, પૌષ્ટિક અને રક્તવર્ધક છે. પાંડુરોગમાં તથા દુર્બળ વ્યક્તિ, ગર્ભિણી, બાળકો, વૃદ્ધો સહુને હિતકારી છે. સુલભ હોય તો લીલાં, પાકાં, તાજાં અંજીર ખાવાં જોઈએ.

શરીરની આંતરિક ગરમી દૂર કરવા કૂણી કાકડીમાં ચીરો પાડી સાકરનું બારીક ચૂર્ણ ભરી એકાદ કલાક પછી કાકડી ખાઈ જવી. પાકી કાકડી તરસ, અગિન અને પિત્ત વધારનારી છે. પેશાબ બંધ થઈ ગયો હોય તો એક ચમચી કાકડીનાં બી બારીક લસોટી એક ગલાસ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી પીવાથી અથવા કાકડીના બીનું પાંચ ગ્રામ ચૂર્ણ, પાંચ ગ્રામ જીરુ અને પાંચ ગ્રામ સાકર પાણીમાં ખૂબ હલાવી કપડાથી ગાળી સવાર, બપોર, સાંજ પીવાથી પેશાબ છૂટે છે.

પાકાં કેળાં મધુર, ઠંડો, પાકમાં પણ મધુર, વીર્ય તથા માંસ વધારનાર, પુષ્ટિ આપનાર, રુચિ ઉત્પન્ન કરનાર તેમજ ભૂખ, તરસ, નેત્રના રોગ અને પ્રમેહ મટાડનાર છે. તેમાં રહેલું લોહ એવા રાસાયણિક પદાર્થો સાથે જોડાયેલું છે કે જેનું લોહીના તત્વમાં જલદી રૂપાંતર થાય છે.  પાકાં કેળાંને છાંયડે સૂકવી, ખાંડી, વસ્ત્રગાળ કરેલો ભૂકો મેળવેલું દૂધ નાનું બાળક પણ સરળતાથી પી શકે છે. છ દિવસના નાના બાળકને પણ તે નિર્ભયતાથી આપી શકાય છે. કાચાં કેળાં પચવામાં ભારે છે.

કાચાં કેળાં ખાવાથી પેટમાં ભાર લાગે છે. તે પેટમાં દુ:ખાવો કરે છે. પાકાં કેળાં પણ પચવામાં ભારે હોઈ ખૂબ ચાવીને જ ખાવાં. વધુ પડતાં કેળાં કદી ન ખાવાં. કેળાં ખાધા પછી થોડી એલાયચી ખાવી જોઈએ.

ખજુરમાં લોહતત્વ સારા પ્રમાણમાં છે. ખજૂર ગરમ નથી પણ ઠંડું છે. આથી લોહીની ઉણપમાં બહુ સારું છે. વજન વધારનાર, વીર્યવર્ધક, શરીરની આંતરિક ગરમી ઘટાડનાર તથા વાયુ અને પિત્તદોષમાં ઉપયોગી છે. રોજ પાંચ ખજુર, પાંચ અંજીર અને વીસ મુનક્કા દ્રાક્ષ ખાવામાં આવે તો શરીર પુષ્ટ થાય છે. ખજુર, મુનક્કા દ્રાક્ષ, સાકર, મધ લઈ ખૂબ ખાંડી સોપારી જેવડી લાડુડી બનાવી રોજ બેથી ત્રણ ખૂબ ચાવીને ખાવી. એનાથી શરીર પુષ્ટ થાય છે.

એ અતિ પૌષ્ટિક, વીર્યવર્ધક, બળવર્ધક, મધુર, હૃદય માટે હિતકારી, રુચિ ઉત્પન્ન કરનાર, પચવામાં ભારે, પુષ્ટિ કરનાર ઝાડાને રોકનાર તથા બળ વધારનાર છે. ખજૂર રેચક પણ છે. રોજ રાત્રે પાંચ-સાત પેશી ખજૂર પલાળી સવારે બરાબર મસળીને તેને પીવાથી ઝાડો સાફ આવે છે.

એ ખાંસી, દમ, ક્ષય, એનેમિયા, સુકારો વગેરેમાં ઉપપયોગી છે. ખજુરનો આસવ ખજુરાસવ સંગ્રહણીમાં ખૂબ ઉપયોગી છે. ખજુર અને મધ ખાવાથી રક્તપિત્ત મટે છે.  શિયાળા દરમિયાન રોજ દસેક પેશી ખજૂર ખૂબ ચાવીને ખાઈ ઉપર એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્કૂર્તિ આવે છે અને નવું લોહી પેદા થાય છે.

ખજૂર શરીરને હૃષ્ટપુષ્ટ કરે છે. એ કામશક્તિ વધારનાર અને હૃદયને હિતકારી છે. વજન વધારવા માટે રોજ સવારે આઠ-દસ પેશી ખજૂર એક ગલાસ દૂધમાં ઉકાળી ઠંડુ પાડી દૂધ પી જવું અને ખજૂર ખૂબ ચાવીને ખાઈ જવું. ફેફસામાં પડેલાં ચાંદાંમાં ખજુર ઉપયોગી સહાયક ઔષધ છે. એ હૃદય માટે પણ હિતાવહ છે. ખજુર ઠંડુ, તૃપ્તિ કરનાર, પચવામાં ભારે, રસમાં અને પચી ગયા પછી પણ મધુર અને રક્તપિત્તને જીતનાર છે.

પાકાં ગુંદાનું ધીમાં વઘારેલું શાક ખાવાથી પિત્તને લીધે શરીરના ઉપરના કે નીચેના માર્ગે કે છિદ્રોથી લોહી નીકળતું હોય, નસકોરી ફૂટતી હોય તો તે મટે છે. આવા દર્દીએ તીખા- ગરમ પદાર્થો ન ખાવા.  ગુંદાની સીઝનમાં રોજ બેથી ત્રણ પાકાં ગુદાં ખાવાં. પાકાં ગુંદાં મધુર, ચીકણાં, પચવામાં ભારે અને ઠંડાં છે.

દહીં ખાવાથી દવા દ્વારા વધુ પડતી એન્ટીબાયોટીકની થયેલી અસર જલદીથી નાબૂદ થાય છે. મોળા તાજા દહીંમાં રહેલા બેકટેરિયા આંતરડામાં જામી ગયેલાં વિષાક્ત કીટાણુઓ તથા મળને બહાર ફેંકવાનું કામ કરે છે.  આહાર સાથે દહીં લેવાથી આહારનું પાચન ઝડપભેર થાય છે. પાચનાંગોની શુષ્કતા તથા ગરમી દૂર થાય છે તેમ જ અનિદ્રા મટે છે.  મગની દાળ, આમળાં, મધ તથા સપ્રમાણ ઘી, સાકર પૈકી કોઈની સાથે જો દહીં ખાવામાં આવે તો દહીં ખાવાથી નુકસાન થતું નથી.

ધતુરાનાં પાન પીસી ગરમ કરી દુ:ખાવા કે સોજા પર બાંધવાં. ધતુરાને ફળ આવે ત્યારે કાપ પાડી થોડાં બી કાઢી તેમાં લવીંગ ભરી ફરી ફળ બંધ કરી દેવું ફળ ઝાડ પર પાકીને સૂકાઈ જાય ત્યારે લવીંગ કાઢી લેવાં.

ધતુરો ગરમ અને ઝેરી છે, આથી બાહ્ય ઉપચારમાં વપરાય છે. તલના તેલ કે કોપરેલમાં ધતુરાનાં પાનનો ચાર ગણો રસ નાખી ગરમ કરી પાણી ઉડાડી દેવું. આ રીતે પકવેલું તેલ માથામાં નાખવાથી ખોડો, જૂ, લીખ, ખંજવાળ અને બીજા રોગો મટે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top