આજકાલ ઘરે ઘરે જોવા મળતી લોહીમાં કોલેસ્ટ્રોલ નું વધતું પ્રમાણ જેવી હઠીલી બીમારીથી મેળવો છુટકારો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લોહીમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જવા કે ઊંચું જવાની બીમારી તબીબી પરિભાષા મુજબ હાઇપર કોલેસ્ટ્રોલમિયા તરીકે પ્રસિદ્ધ છે, આ સ્થિતિમાં સાધારણ લેવલથી ઉંચે જતું  કોલેસ્ટ્રોલ પાચનક્રિયા પર સમસ્યા સર્જે છે. આથી કોરોનેરી ધમનીની બીમારી થાય છે. ઉપરાંત હૃદયરોગ અને હાઇ બી. પી. થવાની શક્યતાઓ જોવાં મળે છે. પીળા રંગનું આ ફેટી તત્વ પાચક પિત્ત રસો માટે મહત્વનું છે. ચરબીનું પરિભ્રમણ અને લોહીનાં રક્તકણો સુરક્ષિત રાખવા તેની સાથે સ્નાયુબદ્ધ સ્નિગ્ધ આંતરત્વચા સુરક્ષા પણ આ કોલેસ્ટ્રોલ દ્વારા જ ટળી રહે છે.

શરીરનું મોટાભાગનું કોલેસ્ટ્રોલ લિવર દ્વારા જ પેદા થાય છે. જો કે અંદાજે ૨૦ ટકા થી ૩૦ ટકા જેટલું આપણા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. શોષાયેલા કોલેસ્ટ્રોલનો ૪૦ થી ૫૦ ટકા ભાગ આહાર વડે મેળવેલો આંતરડામાં પિત્તમાં ભળેલો હોય છે. દર સો (૧૦૦) મિ.લી. ૧૫૦ મિ. ગ્રા. થી ૨૫૦ મિ. ગ્રા. જેટલા કોલેસ્ટ્રોલની માત્રા સર્વસામાન્ય કહેવાય પરંતુ દર્દીમાં ૨૫૦ મિ. ગ્રા. જેટલો વધારો થતો જોવા મળે તો તે ઉંચા કોલેસ્ટ્રોલ ની કેટેગરીમાં આવે.

લોહીમાં કોલેસ્ટ્રોલ લોહીમાં ચરબી સાથે સંકળાયેલા ચોક્કસ પ્રકારનાં લિપિ પ્રોટીન દ્વારા નિયંત્રિત થયેલા હોય છે. આ ચરબીયુક્ત તૈલી તત્વો બે પ્રકારના છે, લો. ડેન્સીટી લાઈપો પ્રોટિન અને હાઈડેન્સીટી લાઇપો પ્રોટિન  આ બે ગણાય. લો ડેન્સીટી માં લોહી પહોંચાડનાર ધમનીઓમાં કોલેસ્ટ્રોલ સંગ્રહ જોખમી ગણાય છે, અને હૃદય રોગનો હુમલાની શક્યતા વધી જાય છે. જ્યારે હાઈડેન્સીટી રૂધિરાભિસરણમાં કોલેસ્ટ્રોલ દૂર કરવામાં મદદરૂપ નીવડે છે અને આવા હુમલા રૂપે જોખમોને ટાળી શકાય છે.

લોહી માં કોલેસ્ટ્રોલના કારણો :

લોહીમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલ એ મુખ્યત્વે પાચન સમસ્યા ગણાવે જેમાં ખાસ કરીને તળેલી ખાદ્ય પદાર્થો, દૂધનું ઉત્પાદનોમાં ઘી, માખણ, અને મલાઈ નો બહોળો ઉપયોગ, મેંદો, સાકર, કેક, પેસ્ટ્રી બિસ્કીટ, ચીઝ, આઇસ્ક્રીમ, માંસ, માછલી જેવા માંસાહારી ખોરાક અને ઇંડા આ બધાં જ આહાર કોલેસ્ટ્રોલમાં વૃધ્ધિ કરે છે. ધૂમ્રપાન પણ તેનાં જવાબદાર પરિબળો કહેવાય. માનસિક તણાવ પણ કોલેસ્ટ્રોલ વધવાનું મહત્વનું કારણ છે.

કોલેસ્ટ્રોલ માટે ના ઉપાયો અને આહાર:

અમેરિકન હાર્ટ ઇન્સ્ટીટયુટની ભલામણ મુજબ પુરૂષોએ દિવસ દરમ્યાન ૩૦ મિ. ગ્રામ અને સ્ત્રીઓએ ૨૭૫ મિ. ગ્રામ જેટલું કોલેસ્ટ્રોલ ધરાવતો મર્યાદિત આહાર અપનાવવો. ઉચ્ચ કોલેસ્ટ્રોલ વાળા દર્દી આહારમાં નિયમોનું કડક અનુસરણ કરે તે આવશ્યક છે. ઉચ્ચ કોલેસ્ટ્રોલ વાળી વ્યક્તિએ  દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. પરિણામે વધારાના કોલેસ્ટ્રોલનો નિકાલ થઇ રહે છે. સૂકા ધાણા નું પાણી ઉકાળી તેનો કાઢો બનાવીને પીવાથી તે મૂત્રવર્ધક દવા જેવો ફાયદો કરી કિડનીને ઉત્તેજિત કરે છે.

શરીરના દરેક ભાગમાં લોહીનો પ્રવાહને જાળવી રાખવા ના હેતુસર નિયમિત કસરત મહત્વની ભૂમિકા ભજવે છે. દોડવું અથવા ઝડપથી ચાલવું, તરવું, સાયકલ ચલાવવી અને બેડમિન્ટન રમવું આ બધી કસરત અદભૂત ફાયદાકારક છે. યોગાસન શ્વાસોચ્છવાસની ક્રિયા માટે તથા કોલેસ્ટ્રોલનો સંચય થતો ઓછો કરવા માટે જરૂરી છે. અર્ધમત્સ્યેન્દ્રાસન, શલભાસન, પદ્માસન અને વજ્રાસન જેવા આસન શરીરને વ્યવસ્થિત પ્રવૃત્ત બનાવી લોહી કોલેસ્ટ્રોલને નીચે ઉતારવામાં ફાયદો કરે છે.. આહર માં લસણનો ઉપયોગ વધારવો જે હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે ઉપયોગી છે.

વધારાનું કોલેસ્ટ્રોલ ઘટાડવામાં હાઈડ્રોથેરાપી પણ સફળ સાબિત થઇ છે. દિવસમાં બે વાર દસ મિનિટ સુધી ઠંડુ કટિસ્નાન લેવાથી પણ ફાયદો થાય છે. ઉંચો તનાવ કે બીજી લોહી ભ્રમણ તકલીફોથી પીડિત દર્દી સિવાયની કોઈપણ વ્યક્તિ જો વરાળ સ્નાન લે તો તે સારું છે. પેટ પર માટીનો પેક મૂકવાથી પાચન તથા શોષણ માં સુધારો થાય છે, તેનાથી અન્ય પાચન અવયવો અને લિવરનું કાર્ય સુધારી કિડનીને પણ પ્રવૃત રાખે છે તથા આંતરડા માંથી બગાડ નો નિકાલ થઇ શકે છે.

લોહીના ઉંચા કોલેસ્ટ્રોલ માં દર્દી એ આ પ્રમાણે નો  આહાર લેવો, ત્રણ દિવસો સુધી જ્યુસ પીને ઉપવાસ કરવો. સવારે આઠ વાગ્યાથી સાંજે આઠ સુધી દર બે કલાકે ફળ તથા શાકનો એક ગ્લાસ જ્યુસ અને દરરોજ નવશેકા પાણીનો એનિમા લેવો. બીજા ત્રણ દિવસો સુધી સંપૂર્ણ ફળોનો આહાર દર પાંચ કલાક દિવસમાં ત્રણ વાર લેવો. ત્યારબાદ આ  મુજબ આહાર અપનાવો : નરણાકોઠે સૂકાં ધાણા પાણીમાં ઉકાળી તેને ઠંડા પાડીને ગાળીને ઉકાળો બનાવીને પીવો. સવારના નાસ્તા માં તાજાં ફળો, સૂર્યમુખીનાં એક મુઠ્ઠી જેટલાં બી, અને મલાઇ ઉતારીને દૂધ પીવું. બપોરના  ભોજન માં વરાળે બાફેલાં શાકભાજી, આંખા ઘઉંની રોટલી અથવા બ્રાઉન રાઈસ અને એક ગ્લાસ છાશ પીવી.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top