આજના સમયમાં દરેક ભોજન માં ચોખા ખાવાનું પસંદ કરે છે પરંતુ ક્યારેય તમે તમારા ચોખાના ગરમા ગરમ પાણીનું સેવન કર્યું છે જેને લોકો ઓસામણ ના નામથી ઓળખે છે. શું તમે જાણો છો કે ઉકાળેલા ચોખાનું પાણી આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે.
ચોખા ના પાણી ને સ્કીન માટે ફેસ પેક, સ્કિન ટોનર, સ્ક્રબર વગેરે ની જેમ ઉપયોગ કરી શકાય છે. જેનાથી ત્વચા ને ઘણો ફાયદો થાય છે. તે ચહેરાની ખુબસુરતી વધારવા ની સાથે ઘણી સારી સ્કિન પ્રોબ્લેમ થી છુટકારો આપે છે. ચોખાનું પાણી તૈયાર કરવા માટે સૌથી પહેલા ચોખાને સાફ કરી લો અને પછી તેને પાણીમાં 10-15 મિનિટ માટે પલાળી દો.
એવામાં પાણી માં ચોખા મિશ્રિત થઇ જશે અને પાણી માં ચોખાના તત્વ મિશ્રિત થઇ જશે જેનાથી તેનો રંગ સફેદ થઇ જશે. આ સફેદ પાણી ચહેરા માટે ઉપયોગ કરો. હકીકત માં ચોખાનું પાણી ઉપયોગ કરવાથી ચહેરા પર પ્રાકૃતિક સૌંદર્ય આવે છે. ચોખાના પાણીથી મગજનો વિકાસ થાય છે અને તે શક્તિશાળી બને છે. સાથે તે અલ્ઝાઇમર રોગને રોકવામાં મદદ કરે છે.
જો મગજ પાવરફુલ કરવા માંગો છો તો ચોખાના પાણી ને નકામું સમજીને ફેકો નહી. ચોખાના પાણી નો એક ફાયદો એ પણ છે કે તેનાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. તેનાથી તાવ દૂર થવામાં મદદ મળે છે. આથી જ વડવાઓ તાવ વગેરેમાં મગ કે ચોખાના ઓસામણને પીવાની સલાહ કદાચ આપતા હશે.
ચોખાનું પાણી હાઈબ્લડપ્રેશર ને કન્ટ્રોલ કરવામા મદદ કરે છે. ચોખામાં સોડીયમ ઓછુ હોવાને લીધે હાઈબ્લડપ્રેશર અને હાઈપરટેન્શન થી પીડાતા લોકો માટે સૌથી સારો આહાર માનવામાં આવે છે. ચોખાના પાણી પીવાથી કેન્સર જેવી ભયંકર બીમારી માંથી રાહત મળી શકે છે. વિજ્ઞાનિક નું માનવું છે કે ચોખામાં ટ્યુમર ને દબાવવા વાળા તત્વો જોવામાં આવ્યા છે કદાચ આ આંતરડાના કેન્સરથી બચવાનું કારણ છે.
ચોખાના પાણીમા એન્ટિઓક્સિડેન્ટ અને ન્યુટ્રીશન પુષ્કળ પ્રમાણમા હોવાના કારણે ચોખાનુ પાણી સ્કિન અને વાળ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ચોખાનું ઓસામણ વાળની તંદુરસ્તી સુધારે છે. ઘણાં વર્ષો પહેલાં લોકો શેમ્પૂ અને હેર કન્ડિશનર તરીકે આ ઓસામણનો ઉપયોગ કરતા હતા. તેમાં ઇન્સ્ટૉલ નામનું કાર્બોહાઇડ્રેટ રહેલું છે જે વાળનું લચીલાપણું સુધારે છે.
તેનો ઉપયોગ હેર માસ્ક તરીકે કરવાથી વાળ લાંબા, તંદુરસ્ત અને સુંદર બને છે. ઉપરાંત તે વાળના મૂળને પણ મજબૂત કરે છે. ચોખાનું પાણી તાત્કાલિક ઉર્જા પ્રદાન કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. ચોખાના પાણીને પીવાથી, શરીરમાં ઉર્જા વધે છે અને ઊર્જા ઉપલબ્ધ થાય છે. તેમાં કાર્બોહાઇડ્રેટની ઊંચી માત્રાને કારણે, તે શરીરને તાત્કાલિક શક્તિ આપે છે. તેથી જ્યારે પણ તમે ઊર્જા સ્તર ગુમાવો ત્યારે ચોખાનું પાણી પીવું.
વાયરલ ઇન્ફેક્શન અથવા તાવના કિસ્સામાં ચોખાના પાણીને પીવાથી શરીરમાં પાણીની તંગી નહીં થાય, અને સાથે જ શરીરને જરૂરી પોષક તત્ત્વો મળતા રહેશે જે ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરશે. ડાયેરિયાની સમસ્યાને દૂર કરવા માટે ચોખાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. તમે રોગની શરૂઆતમાં ચોખાનું પાણી પીવાથી ગંભીર પરિણામો ટાળી શકો છો.
ઉનાળામાં, આપણા શરીરના ઘણા બધા પ્રવાહી પરસેવો દ્વારા મુક્ત થાય છે. જેના કારણે ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. ચોખાનું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થતું નથી. ઝાડા દરમિયાન ચોખાનું પાણી પીવાથી ફાયદો થઈ શકે છે. ચોખાના પાણીમાં ફાઇબર ભરપૂર હોય છે અને તે તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.
તે પાચનશક્તિમાં સુધારો કરીને પાચનમાં સુધારો કરે છે અને સારા બેક્ટેરિયાને સક્રિય કરે છે, તેનાથી કબજિયાત થતો નથી. ચોખાનું પાણી પીવાથી કેન્સર જેવા રોગોથી પણ રાહત મળી શકે છે. વૈજ્ઞાનિકો માને છે કે ચોખામાં કેન્સર સામે રક્ષણ આપતા તત્વો જોવા મળ્યા છે, અને તે આંતરડાના કેન્સરને પણ અટકાવવાનું કામ કરે છે.
ચોખાનું કુદરતી ઓસામણ સ્કિન ટોનર તરીકે પણ વાપરી શકાય છે. તેનાથી ચામડી લીસી, દીપ્તિમાન અને તંદુરસ્ત બને છે. તમારા ચહેરા પર તેને રૂ વડે લગાવો જેથી ચહેરા પર લોહીનું પરિભ્રમણ વધશે. તેનાથી એક્ઝીમા નામના રોગની સારવારમાં પણ રાહત મળે છે. એક્ઝીમા એવો રોગ છે જેમાં ત્વચા લાલ બને છે, તેમાં ખંજવાળ આવે છે અને તેમાં તિરાડ પડે છે.