ચણોઠી એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે ઘણી બધી બીમારીઓથી પણ દૂર રાખે છે મોટાભાગના લોકો ચણોઠીને ચુસવાનું પસંદ કરે છે આ એક એવી આયુર્વેદિક ઔષધિ છે જેમાં કેલ્શિયમ, એસિડ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિબાયોટિક અને પ્રોટીનની માત્રા વધારે મળી આવે છે.
ચણોઠી લાલ સફેદ અને કાળી એમ ત્રણ જાતની થાય છે. ઔષધમાં સફેદ ચણોઠી ઉત્તમ ગણાય છે. ચણોઠી કડવી, તુરી અને ગરમ છે. એ આંખ ચામડી વાળ કફ, પીત્ત, કૃમી, ઉંદરી, કોઢ,વ્રણ વગેરે રોગોમાં વપરાય છે. ચણોઠી વાજીકર અને બળકારક છે. ચણોઠીનાં મુળ,પાન અને ફળ પણ ઔષધમાં વપરાય છે. તો ચાલો જાણીએ ચણોઠીના સેવનના ફાયદાઓ.
ચણોઠીના સેવનથી માસિક દરમિયાન થતા દર્દમાં પણ ઘણી બધી રાહત મળે છે, આ સમયગાળા દરમિયાન લોહીનો પ્રવાહ વધારે હોય છે, જ્યારે પાણીમાં ૨ ટેબલસ્પૂન ચણોઠીનો પાવડર ચાર ગ્રામ સાકર સાથે મિક્સ કરીને પાણી સાથે ધીરે ધીરે લેવો જોઈએ. આમ કરવાથી તમારા દર્દમાં રાહત મળશે તેમજ લોહીનો પ્રવાહ પણ વધારે થશે નહીં.
ચણોઠીના પાનનુ સેવન કરવાથી ગળામા ખરાશ, અવાજ બેસી જવો, ઉધરસ વગેરે સમસ્યાઓ થી મુક્તિ મળે છે તથા વાળને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. આ સિવાય લાલ ચણોઠીના પાન નો રસ કાઢી તેમા જીરુ અને સાકર ઉમેરી તેનુ સેવન કરવામા આવે તો શરીરમાં રહેલી ગરમી દૂર થઈ જાય છે. ચણોઠીના પાનનો રસ કાઢી તેને પાણીમા ઉમેરી તેમા તલનુ તેલ મિક્સ કરી શરીર પર લગાવવા મા આવે તો સ્કીન ને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે.
ચણોઠીના મુળનું ચુર્ણ સુંઘવાથી માથાના બધી જાતના દુ:ખાવા મટે છે. ચણોઠીનાં પાન વાટીને ચોપડવાથી પીત્તથી થતાં ગુમડાં-વીસર્પ મટે છે. ચણોઠીનાં બીજ અને અન્ય ઓસડીયાને તલનું તેલ કે સરસવનાં તેલમાં પક્વીને બનાવેલ તેલને ગુંજાદિ તેલ કહે છે. ગુંજાદી તેલ વડે માથાનાં વાળમાં માલિશ કરવાથી ખોડો, ખુજલી, ખરજવું, ઉંદરી વગેરેમાં ફાયદો થાય છે.
ચણોઠીનાં મુળ પાણીમાં લસોટી સુંઘવાથી આધાશીશી મટે છે. સફેદ ચણોઠીનાં પાન, ચણકબાબ અને સાકર સરખા ભાગે મોઢામાં રાખી ચુસવાથી મોઢાંનાં ચાંદાં મટી જાય છે. ચણોઠી દ્વારા શરીરનો થાક ઓછો થાય છે, જેથી બે ગ્રામ ચણોઠી પાઉડરને 1 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન મધ સાથે ગરમ દૂધમાં મિક્સ કરીને પીવો જોઇએ.
જો અલ્સરની બીમારી હોય તો નિયમિત રૂપે એક ગ્લાસ દૂધ સાથે એક ચમચી ચણોઠીનો પાઉડર લઈ અને દિવસમાં બે થી ત્રણ વખત પી શકો છો. ચણોઠીનું સેવન કરવાથી શરદી ખાંસી કફ વગેરેમાં રાહત મળે છે અને વાઇરલ ઇન્ફેક્શનથી બચાવે છે. સફેદ ચણોઠીના ચુર્ણથી પકવેલું અને ભાંગરો નાખી સીદ્ધ કરેલું તલનું તેલ માથામાં નાખવાથી માથાનો ખોડો મટે છે.
ચણોઠીના પાનને ઘાવ પર લગાવવાથી ઘાવ ઝડપથી સૂકાઈ જાય છે. ચણોઠીના મૂળમાંથી પ્રાપ્ત થતો રસ અને આદુનો રસ બન્નેને સમાન માત્રામાં થોડાં ઘી સાથે મિશ્રણ લેવું જોઈએ. જેનાથી ઊધરસ, શ્વાસના રોગોની ફરીયાદ દૂર થાય છે અને ઘણો આરામ મળે છે. ચણોઠીના મૂળને પાણીમાં ડૂબાવીને રાખવામાં આવે, પછી તેને છુંદીને તે પાણીના ટીપા નાકમાં નાખવામાં આવે તો માઈગ્રેનના રોગીઓને ફાયદો મળે છે.
ચણોઠીના મૂળ દુધમાં બાફીને સાકર સાથે ખાવાથી વીર્ય વૃદ્ધિ થાય છે. વીર્ય પાતળું થઈ ગયું હોય અને જલ્દીથી સ્ખલન થઈ જતું હોય તો ચણોઠીના મૂળ દુધમા ગરમ કરીને 2 મહિના સુધી સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. ભેસના દુધમાં ચણોઠીને ચંદન ઘસે તેવી રીતે ઘસવાથી વીર્ય સ્ત્રાવ થતો અટકે છે. ચણોઠી નો ઉપયોગ કરતા પેહલા તેમાં રહેલ ઝેર ને દુર કરવામાં આવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.