ચારોળીના વૃક્ષ ઘટાદાર હોય છે. ચારોળીના વૃક્ષ મોટે ભાગે નાગપુર, મલાબારમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. વૃક્ષના પાન લાંબા હોય છે. ચારોળીના વૃક્ષના પાનમાંથી પતરાળી બનાવવામાં આવે છે. ચારોળીના વૃક્ષની છાયા શીતળ હોય છે. ચારોળીના વૃક્ષના લાકડામાંથી ખાસ કોઈ વસ્તુ બનાવવામાં આવતી નથી.
ચારોળીના વૃક્ષ ઉપર નાના નાના ફળ આવે છે. ફળની અંદરથી નાનાં-નાનાં બીજ નીકળે છે. તેને ચારોળી કહેવામાં આવે છે. એક વૃક્ષ ઉપર વર્ષ દરમિયાન એક કિલોથી પાંચ કિલો ચારોળી પાકે છે. ચારોળીની ગણતરી સૂકા મેવામાં થાય છે.
તો ચાલો હવે આપણે જાણીએ ચારોળીથી શરીરને કયા કયા ફાયદાઓ થાય છે. ચારોળીમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. જો રોજ ચારોળીના થોડાં દાણા ખાઓ તો પેટમાં અલ્સર અને એસિડિટીની સમસ્યા સારી થાય છે. ચારોળી ખાવાથી સાયનસની સમસ્યા સારી થાય છે.
જે વ્યક્તિઓને ખીલની તકલીફ રહેતી હોય છે તેમના માટે ચારોલીનો આ ઉપયોગ બહુ જ ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે ચારોલીને વાટીને તેમાં ગુલાબજળ મિક્સ કરીને મોઢા પર લગાવવું. સૂકાઈ ગયા પછી મોઢાને ધોઈ લેવું. આમ કરવાથી ખીલની તકલીફ તો દુર થશે સાથે જ મોઢા પર ચમક આવશે.
ચારોળી ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે રાતે કાચા દૂધમાં 10 દાણા ચારોળી લઈ પછી તેમાં અડધી ચમચી મુલતાની માટી મિક્ષ કરી દો. સવારે તેને મિક્સરમાં પીસી લો. આ સ્કિન ટેનિંગ દૂર કરવાની સાથે જ રંગ પણ ગોરો કરશે.
જે ભાગ પર બળતરા થતી હોય ત્યાં ચારોળીને વાટીને તેની પેસ્ટ લગાવવાથી ઠંડક મળે છે. ચારોળીનો ઉપયોગ ખાવાની સાથે લગાવવા માટે પણ કરવામાં આવે છે. તેનાથી વાળનો ગ્રોથ વધે છે . ચારોળીની પેસ્ટ અને તેલનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
જો તમને શરદી-ઉધરસની તકલીફ રહેતી હોય તો તેના માટે ૫ થી ૧૦ ગ્રામ ચારોળીને શેકી લેવી. ત્યારબાદ તેને વાટીને એક કપ દૂધમાં તે પાઉડર મિક્સ કરીને દૂધ ઉકાળવું. તેમાં સ્વાદ મુજબ એલચી અને સાકર મિક્સ કરીને પીવાથી શરદી ઉધરસની તકલીફથી રાહત મળે છે.
જે લોકોને સાંધાઓમાં દર્દની સમસ્યા રહે છે તેમના માટે ચારોળી ખૂબ જ ઉપયોગી છે. તેના માટે ચારોળીને ગરમ દૂધમાં મિક્ષ કરીને ખાવી જોઈએ. દૂધને ઉકાળીને તેમાં ચપટી હળદર અને ચારોળી મિક્ષ કરીને ખાવી જોઈએ. ચારોળીનો સ્વાદ મીઠો હોય છે. તેનો ઉપયોગ મીઠાઈમાં કરવામાં આવે છે. ચારોળીનું તેલ પણ કાઢવામાં આવે છે. ચારોળીના તેલ પ્રકૃતિ બદામના તેલ જેવું જ ઠંડુ હોય છે. આથી તે સ્વાસ્થ્ય માટે ગુણકારી ગણાય છે.
કામ કરીને થાકીને ઘરે પાછા આવ્યા હોવ ત્યારે એક ગ્લાસ દુધમાં ચારોળી તેમજ સાકર ભેળવી, ઉકાળી લેવુ અને ઠંડું થયા પછી પીવાથી થાક દૂર થાય છે. આ નૂસ્ખાનો ઉપયોગ શક્તિ તેમજ સ્ફૂર્તિ વધારવા માટે થાય છે. ચારોળીને વાટીને તેમાં થોડી માત્રામાં હળદર મિક્સ કરવી. સાથે જ તેમાં મધ, લીંબુનો રસ અને ગુલાબ જળ મિક્સ કરવું. હવે આ પેસ્ટને મોઢા પર દરરોજ લગાવવી. આનાથી મોંઢાનો કાળો રંગ ધીરે-ધીરે દૂર થશે.
વાળના ગ્રોથ વધારવા માટે નારિયેળ તેલમાં 10-20 દાણા ચારોળી નાખીને પલાળી દો. પછી 3 દિવસ આ તેલને તડકામાં રાખો અને 1 દિવસ છાયડામાં રાખો પછી રાતે આ તેલ વાળમાં લગાવવું. ચારોળીમાં રહેલાં બી૧ અને બિ૩ ને કારણે વાળનો ગ્રોથ વધે છે. આ તેલ બાળકો અને મોટાઓના વાળમાં પણ અસર કરે છે.
ચારોળીમાં હાઈપ્રોટીન હોવાની સાથે કેલરી હોય છે. તેમાં ફાયબર પણ હોય છે. તેનાથી બોડી ક્લિન થાય છે. જો તમે ચારોળીના 8-10 દાણા ખાઓ છો તો તેનાથી ઘણાં બધાં ફાયદાઓ મેળવી શકો છો. જો રોજ ચારોળીના થોડા દાણા ખાવામાં આવે તો પેટમાં અલ્સર અને એસિડિટીની સમસ્યા ઠીક થાય છે.
ચારોળી પિત્ત, કફ તથા લોહી ના બગાડ જેવા રોગો ને પણ દૂર કરે છે. કેટલાક વ્યક્તિઓને કફની તકલીફ હોય છે જેના કારણે શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હોય છે અને ઘણીવાર ગળામાં ખારાશની પણ તકલીફ થાય છે. આનાથી રાહત માટે 5થી 10 ગ્રામ ચારોળીનું સેવન કરવું જોઈએ.
તાજા ગુલાબની પાંદડી, થોડા ચારોળીના દાણા, દૂધની મલાઈ બધું એકઠું કરીને વાટી લેવું. મિશ્રણને હોઠો ઉપર લગાવવાથી હોઠનો રંગ ગુલાબની પાંખડી જેવો લાલ બની જાય છે. ચારોળીનો ઉપયોગ યાદશક્તિ વધારવામાં પણ થાય છે.