શું તમે છાપા માં લપેટાયેલું ખાવાનું ખાઓ છો? તો આ લેખ ચોક્કસપણે વાંચો અને જાણો સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી છે. મોટાભાગના લોકો સ્ટ્રીટ ફૂડ ખાવાનું પસંદ કરે છે અને દરેક પણ જાણે છે કે આ સ્ટ્રીટ ફૂડ કેટલું હાનિકારક છે, તેથી સમજદાર લોકો તે ખાવાનું ટાળે છે. સામાન્ય રીતે ઘરોમાં પણ છાપા માં લપેટી રોટલી ટિફિનમાં આપવામાં આવે છે.
તમે જોયું જ હશે કે ઘણા લોકો છાપા માં લપેટીને સમોસા, જલેબી અને પકોડા જેવી ખાદ્ય ચીજો લપેટતા હોય છે, કદાચ તમે તેમની પાસેથી છાપા માં લપેટેલી કેટલીક ખાદ્ય વસ્તુઓ પણ ખરીદી લીધી હોય કે પછી ખાવા-પીવાની વસ્તુઓ રાખવા છાપા નો ઉપયોગ કર્યો હશે. જો તમે આ કરો છો તો સાવચેત રહો કારણ કે આ કરવાથી તમે તમારા સ્વાસ્થ્યને ભારે જોખમમાં મુકી રહ્યા છો જો તમે છાપા માં લપેટાયેલું ખાવાનું ખાવ છો તો આજે તેને છોડી દો નહીં તો તમારે ભારે નુકસાન વેઠવું પડશે.
છાપા ના છાપવામાં ઘણા રાસાયણિક મિશ્રણો વપરાય છે. ચાની દુકાનમાં વેચાયેલા ગરમ પકોડા નો સ્વાદ માણનારા ભાગ્યે જ તેની નીચે રાખેલ છાપૂ જોતાં હશે. પરંતુ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે પેટમાં નાખી રહ્યા છો તે સ્વચ્છ છે કે નથી? જો કોઈ છાપા માં લપેટાયેલું ખોરાક ખાય છે, તો તેને કેન્સર થવાનું જોખમ હોઈ શકે છે. આ જ કારણ છે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એફએસએસએઆઈએ દરેકને એક સૂચન આપ્યું છે કે જો તેઓ છાપા અથવા પ્લાસ્ટિકમાં ખોરાક લે છે તો તેઓએ બંધ કરવું જોઈએ.
છાપા મા રાખવામાં આવેલી વસ્તુઓ થી નેત્રો ની દ્રષ્ટિ ગુમાવવાનો તથા નેત્રો મા ઝાંખપ આવી જવાનો ભય પણ રહે છે. આટલું જ નહીં આના કારણે પાચનતંત્ર ને પણ હાનિ પહોંચે છે. નિષ્ણાંતો જણાવે છે કે જો છાપામા રાખેલી વસ્તુઓ નું સેવન કરવામા આવે તો હોર્મોનલ સંતુલન ખરાબ થવા નો ભય રહે છે અને આ એક નાનકડી એવી બાબત તમારો જીવ લેવાનું કારણ બની શકે છે માટે બને ત્યાં સુધી છાપામા રાખેલી વસ્તુ નું સેવન ટાળવું.
જ્યારે તમે આ અખબારોનો ઉપયોગ ખોરાકને લપેટવા માટે કરો છો, ત્યારે તે દરમિયાન છાપામાં હાજર કેમિકલ તમારા ખોરાકને વળગી રહે છે. ખાસ કરીને જ્યારે તમે કોઈ છાપા માં ગરમ સમોસા, પકોડા અથવા ભટુરા જેવી ચીજો લપેટી લો છો, ત્યારે ગરમીને લીધે, આ રસાયણોમાં હાજર બાયોએક્ટિવ તત્વો સક્રિય થઈ જાય છે અને શરીરમાં ઘણું નુકસાન પહોંચાડે છે.
ખાવા ની વસ્તુ છાપા મા રાખીને તેનું સેવન કરવાથી તેના પર પણ સ્યાહી લાગી જાય છે. આ છાપા મા રહેલા આહાર નું સેવન કરવા થી શરીર ની અંદર સ્યાહી જાય છે અને તમને બીમાર કરી શકે છે. છાપા મા લપેટવા થી આ ખાવા ની ચીજવસ્તુ ઝેરી બની શકે છે અને તેનાથી તમારું પેટ પણ ખરાબ થઇ શકે છે. આ ઉપરાંત પેટ મા ઇન્ફેક્શન ની સમસ્યા પણ સર્જાઈ શકે છે.
મહિલાઓ જે છાપા માં રાખવામાં આવતી ખાદ્ય ચીજોનો ઉપયોગ કરે છે તેમને પ્રજનન સમસ્યાઓ થઈ શકે છે. છાપા ની શાહીમાં મળતું કેમિકલ મહિલાઓની ફળદ્રુપતા ઘટાડે છે. તેથી દરેક મહિલાએ આની કાળજી લેવી જોઈએ અને અન્ય લોકોને પણ તેના વિશે જાગૃત કરવું જોઈએ. છાપા પર કોઈ ગરમ તેલની વસ્તુ મૂકીને છાપાની શાહી ઝડપથી ખાદ્ય ચીજોમાં ઓગળી જાય છે જેનાથી ફેફસા અને મૂત્રાશયનું કેન્સર થઈ શકે છે.