માથાના બધી જાતના દુઃખાવા, માથાની ઉંદરી તેમજ કોઢ દૂર કરવા, ખરજવા, પીત્ત મટાડવા ખુબ ઉપયોગી છે આ ઔષધી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ચણોઠી અથવા રત્તી વેલ જાતિની એક વનસ્પતિ છે. ચણોઠીની શીંગો પાકી થાય ત્યારબાદ વેલ સુકાઇ જાય છે. ચણોઠીનાં ફૂલ ચોળી (શાકભાજી) જેવાં હોય છે. તેની શીંગનો આકાર ખુબ જ નાનો હોય છે, પરંતુ પ્રત્યેક શીંગમાંથી ૪-૫ ચણોઠી બીજ નિકળતાં હોય છે. ચણોઠી બે પ્રકારની હોય છે, જેની વેલ અને શીંગો સરખી જ દેખાય છે, પરંતુ બીજના રંગમાં ભેદ જોવા મળે છે.

સફેદ ચણોઠીમાં સફેદ તથા લાલ ચણોઠીમાં લાલ બીજ નિકળે છે. ચણોઠી ને સંસ્કૃત માં સફેદ કેઉચ્ચટા, કૃષ્ણલા, રક્તકાકચિંચી અને ગુજરાતી માં ધોળી ચણોઠી, રાતી ચણોઠી કહેવાય છે. ચોમાસામાં ચણોઠીની મોટી વેલ થાય છે. એના પાન આમલી જેવા જ પણ મીઠા અને કોમળ હોય છે.

ચણોઠીના મૂળમાંથી પ્રાપ્ત થતો રસ અને આદુના રસ બન્નેને સમાન માત્રામાં થોડાં ઘી સાથે મિશ્રણ કરીને લેવાથી ઊધરસ, શ્વાસના રોગોની ફરીયાદ દૂર થાય છે અને ઘણો આરામ મળે છે.

ઔષધમાં સફેદ ચણોઠી ઉત્તમ ગણાય છે, ચણોઠીને શુદ્ધ કરવા માટે ત્રણ કલાક દુધમાં ઉકાળી ઉપરની છાલ દૂર કરી પાણીથી ધોઈ તડકામાં સુકવી ચુર્ણ બનાવી વાપરવું ચણોઠીના મુળ, પાન અને ફળ પણ ઔષધમાં વપરાય છે. ચણોઠીમાં વિષાક્ત તત્વો હોય છે. ચણોઠીના પાન સાથે પાનમાં લગાવાતો કાથો રાખવાથી મુખના છાલા સારા થઈ જાય છે.

ચણોઠી ના અશુદ્ધ ફળનું સેવન કરવાથી કોલેરાની જેમ જ ઉલ્ટી અને ઝાડા થઇ જાય છે. ચણોઠીનાં મૂળ ભ્રમવશ જેઠીમધના સ્થાન પર પણ પ્રયુક્ત કરવામાં આવતાં હોય છે. ધોળી અને લાલ એમ બંને પ્રકારની ચણોઠી, વીર્યવર્ધક (ધાતુને વધારનારી), બળવર્ધક (તાકાતને વધારનારી), તાવ (જ્વર), વાત, પિત્ત, મુખ શોષ, શ્વાસ, તૃષા, આંખોના રોગ, ખુજલી, પેટના કીડાઓ (કરમિયાં), કુષ્ટ (કોઢ) રોગને નષ્ટ કરનારી તથા વાળને માટે લાભકારી હોય છે.

ચણોઠી અત્યંત મધૂર, પુષ્ટિકારક, ભારે, કડવી, વાતનાશક બળદાયક તથા રુધિર વિકારનાશક હોય છે. ચણોઠીનાં બીજ વાતનાશક અને અતિ વાજીકરણ હોય છે.મોટેભાગે મળી આવતી ચણોઠીનો રંગ અડધો લાલ અડધો કાળો હોય છે અને તેને એક પ્રકારનુ ઝેર માનવામા આવે છે.

ચણોઠીના મુળિયાને પાણીમા ઘસીને લગાવવાથી માથાનો દુખાવો, આધા શીશી, આંખે અંધારા કે ચક્કર આવવા તેમજ રતાંધળાપણા જેવી તકલીફમાંથી મુક્તિ મેળવી શકાય છે. સાથે જ સફેદ ચણોઠીના પાન ખાવાથી ગળામાં થતી સમસ્યાઓ જેવી કે અવાજ બેસી જવો, ઉધરસ વગેરેમાંથી છુટકારો મળે છે.

ચણોઠીના પાનની ચા બનાવીને પીવાથી તાવ ઉતરી જાય છે, સાથે જ સરદી અને ખાંસીમાં પણ રાહત મળે છે. ચણોઠીના પાનને પાણીમા ઉકાળી લો અને રોગીને બરાબર ગાળીને પીવડાવવું જોઈએ. ચણોઠીના પાનને પીસીને ખીલ પર લગાવવાથી ફાયદો થાય છે. ચણોઠીના પાનને ચપટી ભરીને હળદરની સાથે પેસ્ટ કરીને ખીલ પર રાતે લગાવી દેવાથી ખીલ નીકળી જાય છે.

ચણોઠી થી ખરતા વાળ અને સાથે જ પુરુષોને માથામાં પડેલ ટાલથી પણ છુટકારો અપાવે છે. ટાલ હોય એણે ટાલમાં ચણોઠીના બીનો પલ્પ સાથે ચોપડવા અથ‌વા એનું બારીક ચૂર્ણ ટાલ ઉપર બે વાર ઘસવું. આ લાલ ચણોઠી ના પાંદડા નો રસ,જીરુ તેમજ સાકર ને સાથે ભેળવી નિયમિત સવાર સાંજ આરોગવા થી શરીર ની ગરમી દુર થાય છે. ચણોઠી કડવી, તુરી અને ગરમ છે તે આંખ, ચામડી, વાળ, કફ, પીત્ત, કૃમી, ઉંદરી તેમજ કોઢના રોગમાં વપરાય છે ચણોઠી વાજીગર અને બળકારક છે.

સફેદ ચણોઠીના ચુર્ણને પકવીને એમાં ભાંગરાનો રસ અને તલનું તેલ માથામાં નાંખવાથી ખોડો મટે છે.ચણોઠીના મુળનું ચુર્ણ સુંઘવાથી માથાની બધી જાતના દુઃખાવા મટે છે.સફેદદાગ સહિતના કોઈ પણ ચર્મ રોગમાં ચણોઠીના છોડા ઉતારી બારીક ચૂર્ણ કરવું તેને ઘીમાં મેળવી તાંબાના પહોળા વાસણ પર ચોપડી દેવું બીજા દિવસે ચર્મરોગ પર લગાવવાથી ફાયદો થાય છે.

ચણોઠીના મૂળના રસને કમળાથી ગ્રસ્ત રોગીઓને આપવામાં આવે તો આરામ મળે છે. આ રસ શરીર પર પીડા થતી હોય તે જગ્યા પર લગાવવામાં આવે તો દુખાવામાં ઘણી રાહત મળે છે. ચણોઠીનાં ફળોનું સેવન કરવાથી કોઈ હાનિ થતી નથી, પરંતુ ક્ષત પર લગાવવાથી વિધિવત કાર્ય કરતી હોય છે. ચણોઠીની મૂળ ગણના છે કે ચણોઠીને આંખમાં નાખવાથી આંખોમાં જલન અને પાંપણોમાં સૂજન થઇ જતી હોય છે.

ચણોઠીના મૂળને પાણીમાં ડૂબાવીને રાખવામાં આવે, પછી તેને છુંદીને તે પાણીના ટીપા નાકમાં નાખવામાં આવે તો માઈગ્રેઈનના રોગીઓને ફાયદો મળે છે. ચણોઠીના પાનને ઘાવ પર લગાવવાથી ઘાવ ઝડપથી સૂકાઈ જાય છે, આદિવાસી પ્રદેશમાં ચણોઠીના મૂળના રસને ઘોળીને ઘાવ પર લગાવવાથી તેનાથી કોઈ ઈન્ફેક્શન થતું નથી.

ચણોઠી જેટલી દેખાવામાં ખૂબસૂરત હોય છે, બરાબર વિપરિત તેનું સેવન અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે, ખરેખર તેમાં અત્યંત ઝેરીલા એમીનો એસિડ જોવા મળે છે. એક સાથે બીજને ચાવવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. ચણોઠી માં રહેલા ઝેરીલા અમીનો અમ્લો અને રસાયણો જેવા એબ્રીન વગેરેને અલગ કરી શકાય છે અને તેના ઔષધીય રીતે ઉપયોગ કરી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top