ચણા ની દાળ ખૂબ ફાયદાકારક હોય છે અને ચણાની દાળ ખાવાથી કેટલીક બીમારીઓ શરીરથી દુર રહે છે. ચણાની દાળની અંદર ફાઇબર અને પ્રોટીન ખૂબ વધુ માત્રા માં જોવા મળે છે. આ બન્ને તત્વ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. હવે અમે તમને જણાવીશું ચાણ ની દાળ ને ખાવાથી કયા કયા લાભ શરીર ને મળે છે તેના વિશે.
ચણાની દાળ ખાવાથી કમળાની બીમારીમાં રાહત મળે છે. જો કમળો થાય તો 100 ગ્રામ ચણાની દાળમાં બે ગ્લાસ પાણી નાખીને થોડી કલાકો સુધી પલાળી રાખો. પછી દાળમાંથી પાણી અલગ કરીને તે દાળમાં 100 ગ્રામ ગોળ મિક્સ કરીને 4-5 દિવસ સુધી દર્દીને આપવું. આનાથી કમળો જડમૂળથી દૂર થાય છે.
100 ગ્રામ ચણાની દાળમાં ખૂબ પ્રમાણમાં કૅલરી, 10-11 ગ્રામ ફાઈબર, 20 ગ્રામ પ્રોટીન અને માત્ર 5 ગ્રામ ફેટ હોય છે. ચણાની દાળમાં પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, આયર્ન, કેલ્શિયમ અને અન્ય વિટામિન્સ હોય છે, જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. ચણાની દાળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ વધે છે.
ચણાની દાળનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. તે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. પેટનો દુખાવો, અપચો અને ગેસની સમસ્યા જેવી પેટની સમસ્યા તેના ઉપયોગથી દૂર થાય છે. શરીરમાં કોલેસ્ટ્રોલ જેટલું ઓછું હશે, રોગોનું આગમન ઓછું થશે. ચણાની દાળમાં ફાઈબર નું પ્રમાણ વધુ હોવાથી, તે કોલેસ્ટ્રોલ ઘટાડવા માં મદદ કરે છે.
ચણાની દાળ તમારા શરીરમાં આયરનની ઉણપને પૂરા કરી શકે છે અને હીમોગ્લોબિનનો સ્તર વધારવામાં મદદ કરે છે. એમાં રહેલ અમીનો એસિડ શરીરની કોશિકાઓને મજબૂત કરવામાં મદદગાર છે. ચણાની દાળને ખાવાથી કોશિકાઓને મજબૂતી મળે છે. ચણાની દાળમાં અમીનો એસિડ જોવા મળે છે અને અમીનો એસિડ શરીરની કોશિકાઓ ને મજબૂત કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
ચણા ની દાળ લઈને તેને પીસી લો અને તેના અંદર દહીં નાખીને એક મિશ્રણ તૈયાર કરી લો. પછી તમે આ પેસ્ટને ચહેરા પર લગાવી લો. આ પેસ્ટ ચહેરા પર લગાવવાથી ચહેરો મુલાયમ થઈ જશે. ચણા ની દાળ નું સેવન કરવાથી કોશિકાઓ ની મજબુતી મળે છે. ચણા ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચામાં નિખાર આવી જાય છે.
ચણા ની દાળ ખાવાથી શરીર ને ઉર્જા મળે છે અને શરીર સરળતાથી નથી થાકતુ. ચણા ની દાળની અંદર ઝીંક, કેલ્શિયમ, પ્રોટીન, ફોલેટ જેવા તત્વો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને આ બધા તત્વ શરીરને ઉર્જા આપવાનું કાર્ય કરે છે. તેથી તમે અઠવાડિયા માં ઓછા થી ઓછા બે વખત ચણા ની દાળ નું સેવન કરવું જોઈએ.
ચણાની દાળની અંદર મેગ્નીશીયમ અને ઓમેગા ૩ ફૈટી એસીડ જોવા મળે છે. જે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આ વસ્તુના નિયમિત સેવનથી આપણા હૃદયની માસપેશિયા મજબુત બને છે જેનાથી વધુ ફાયદો મળે છે. ચણાની દાળના ફાયદા ઘણા બધા છે અને તેને ખાવાથી આંખો પર પણ સારી અસર પડે છે. ચણાની દાળ નું સેવન કરવાથી શરીરમાં વિટામીન-સીની કમી નથી થતી અને વિટામીન સી ને આંખો માટે ઉપયોગી માનવામાં આવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.