દરરોજ નિયમિત આ કરવાથી ક્યારેય જરૂર નહીં પડે ડૉક્ટરની વાયુ, ઍસિડિટી, કબજિયાત જેવા 50થી વધુ રોગોમાં છે 100% ફાયદાકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ચાલવું એ એક પ્રકારની કસરત છે. ચાલવાથી કોઈ જીમ, કસરત કે કોઈ દવા લેવાની કે મેડીકલ સારવાર લેવાની પરિસ્થિતિ આવતી નથી. ચાલવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીસ, હાયપર બીપી, થાઈરોઈડ, હ્રદય રોગ આ બધી બીમારીઓમાં ચાલવાની સલાહ આપવામાં આવે છે. પણ સામાન્ય સ્વસ્થ માણસ માટે પણ ચાલવું ખૂબ જરૂરી અને ફાયદાકારક છે. અમે અહિયાં ચાલવાથી થતા ફાયદાઓ વિશે જણાવી રહ્યા છે તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.

ચાલવાથી કેન્સર રોગ સામે લડવામાં મદદ મળે છે. એટલા માટે દરરોજ સવારે ઓછામાં ઓછા 45 મિનિટ ચાલવું કેન્સરના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક છે. એક શોધ અનુસાર માનવું છે કે જે લોકો સવારે ચાલવા માટે નિકળે છે. તેમનું સ્વાસ્થ્ય જિમ જતાં લોકો કરતાં વધુ સારું રહે છે. ચાલવાથી શરીરના સ્નાયુઓ મજબુત બને છે.

આજકાલ મોટા ભાગના રોગોનું મૂળ ચિંતા છે. ચાલવાથી શરીરમાં નૅચરલી જ એન્ડોર્ફિન કેમિકલ પેદા થાય છે. આને કારણે મૂડ સુધરે છે. નિયમિત ચાલવાથી નિરાશા, હતાશા કે ડિપ્રેશનનાં પ્રાથમિક લક્ષણોમાં ફાયદો થાય છે. ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓએ રોજ ૩૦થી ૪૦ મિનિટ ચાલવું જોઈએ જેથી કરીને લોહીમાં શુગરનું પ્રમાણ કાબૂમાં રહે.

દરરોજ ચાલવાની આદતથી એન્ડોર્ફિન નામના હોર્મોનનો રિસાવ થાય છે, જેને ફીલ ગુડ હોર્મોન કહેવામાં આવે છે. આ હોર્મોનનો સ્ત્રોવ થવાથી વ્યક્તિનું મૂડ સારું બને છે અને તાજગીનો અનુભવ કરે છે. તેમજ વૃક્ષોની વચ્ચે કે આસપાસ ચાલવાથી બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખી શકાય છે.

સારી ઊંઘ માટે ઘણા પ્રકારની જરૂરિયાત ચાલવાથી પૂરી થાય છે. જેમકે પેટ હળવું રહેવું, માનસિક તણાવ ઓછો થવો જેવા ફાયદો ચાલવાથી મળે છે. ચાલવાથી લોહીનું પરીસંચરણ વ્યવસ્થિત થવાથી મગજ સુધી યોગ્ય માત્રામાં ઓક્સીજન પહોચે છે જેના લીધે થાક પણ ઓછો થાય છે અને મગજને શાંતિ મળે છે. આમ આં કારણોસર ચાલવાથી ઊંઘ વ્યવસ્થિત આવે છે.

પાચનને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરવા માટે ચાલવાનું એ સરળ અને અક્સીર ઉપાય ગણાય છે. ભૂખ લાગે એ માટે રોજ સવારે કે સાંજે 45 મિનિટ ચાલવું જોઈએ. પાચન યોગ્ય ન થતું હોય તો જમ્યા પછી ઓછામાં ઓછું ૧૦૦ ડગલાં જેટલું ચાલવું જોઈએ. આમ કરવાથી પાચનની પ્રાથમિક તકલીફો જેવી કે અપચન, વાયુ, ઍસિડિટી, કબજિયાત જેવી તકલીફો દૂર થાય છે.

ચાલવાથી  ઓક્સીજન અને પોષકતત્વોની માત્રા વધે છે. પગે નહિ ચાલવાથી સાંધામાં પોષક તત્વોમાં ઉણપ આવે છે. જે કમજોર થવાનું કારણ બને છે. ચાલવાથી કરોડરજ્જુના બધા અંગમાં ફાયદો મળે છે. પીઠને પોષક તત્વો મળે છે અને ઝેરી પદાર્થો નીકળી જાય છે. સાથે પીઠનો જકડાટ પણ ઓછો થાય છે. જેના લીધે ચાલવાથી સાંધાના દુખાવામાં પણ ફાયદો થાય છે.

ચાલાવાથી શરીરમાં રક્તભ્રમણ સુધરવાથી રક્તવાહિનીઓની કાર્યક્ષમતા સુધરે છે. ચાલવાથી હૃદયમાં રક્તસંચાર નિયમિત થાય છે અને  હૃદયની ધબકવાની ગતિ રિધમમાં આવતી જોવા મળે છે. ચાલવાથી રક્તવાહિનીઓમાં કૉલેસ્ટરોલ જમા થતો નથી. જેને લીધે હાર્ટડિસીઝ અને સ્ટ્રોકનું રિસ્ક ઘટે છે.

પગપાળા ચાલવાથી વધતી ઉંમરે પણ વ્યક્તિ શારીરિક રીતે મજબૂત રહે છે. ચાલવાના કારણે વ્યક્તિમાં ઉંમરને કારણે થતી સમસ્યાઓની અસર ખુબજ ઓછી થાય છે.  દરરોજ ચાલવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. દિવસમાં ઓછામાં ઓછું 30 મિનીટ સુધી ચાલવાથી રોગ પ્રતિકારક કોશિકાઓ એટલે કે બી કોશિકાઓ, ટી કોશિકાઓ અને પ્રાકૃતિક ત્રાક કણિકાઓના કાર્યને વધારવામાં મદદ મળે છે, આ બધીજ કોશિકાઓ શ્વેત કણોના નિર્માણને વધારીને રોગ પ્રતિકારક શક્તિ મજબુત કરે છે.

ચાલવાથી વધારે બ્લડપ્રેસર એટલે કે હાઈબીપીણી તકલીફ ધરાવતા લોકોને ફાયદો કરે છે. વધારે પ્રમાણમાં લોહીનું દબાણ ધરાવતા લોકોને આતે ચાલવાથી ફાયદો થાય છે.  એક સંશોધન અનુસાર કરવામાં આવેલા સર્વેમાં ઘણા લોકોને બ્લડપ્રેસર ઘટેલું જોવા મળ્યું છે. એટલા માટે ચાલવાથી ચલવાથી બ્લડપ્રેસરની તકલીફ ઘટે છે.

ચાલવાથી  મગજને ખુબ જ ફાયદો થાય છે, પગે ચાલવાથી લોહીમાં પરિભ્રમણમાં વધારો થાય છે. જેના લીધે મગજને ઓક્સીજનને ઓક્સીજન મળવામાં મદદ મળે છે. આ સિવાય ચાલવાથી માનસિક સ્વાસ્થ્યને વધારી શકાય છે. થયેલા સંશોધન અનુસાર ચાલવાથી ચાલવાથી યાદશક્તિમાં વધારો થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top