શું તમે બ્લડ ટેસ્ટ કેટલા પ્રકાર ના હોય તેના વિશે જાણો છો? ચાલો જાણીએ તેના પ્રકાર અને કયો ટેસ્ટ ક્યારે કરાવવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

દરેક વ્યાકતો એ પોતાના જીવનકાળ દરમિયાન કોઈ ને કોઈ બાબતે દવાખાને જવાનું થાય જ છે. ઘણી વાર ડોક્ટર દવા આપે તો પણ સારું થતું નથી.અને તેથી ડોક્ટર રીપોર્ટ કરાવવાના કહે છે.અને તે ટેસ્ટ કરાવ્યા પછી જ  ખબર પડે છે કે કઈ બીમારી છે અને પછી તે બીમારીનો ઈલાજ શક્ય બને છે.શરીરની ઘણી બીમારીઓની ખબર લોહીના ટેસ્ટથી થાય છે તેથી લોહીનો ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ. કેમેસ્ટ્રી પેનલ સંપૂર્ણ લોહીના કાઉન્ટ સ્વાસ્થ્ય ની માહિતી એક સાથે આપે છે. આ તપાસમાં નાડી, કીડની, લીવર અને લોહીના સેલ્સ ની સ્થિતિ નો અંદાજ કરવા માટે જરૂરી જાણકારી મળે છે.

કેમેસ્ટ્રી પેનલ લાલ લોહી કોશિકાઓ અને સફેદ લોહી કોશિકાઓ ની ક્વોલેટી, સંખ્યા, વેરાયટી, ટકા નું માપવાનું કામ કરે છે જેનાથી આ લોહી ટેસ્ટ રક્તસ્ત્રાવ, ઇન્ફેકશન અને હેમટોલોજીકલ અસમાનતાઓ ની સ્ક્રીનીંગ કરવામાં મદદ કરે છે. કેમેસ્ટ્રી પેનલ દ્વારા કુલ કોલેસ્ટ્રોલ, એચડીએલ, ટ્રાઈગ્લિસરાઇડ્સ તમામ ની તપાસ કરીને કાર્ડીઓઓવેસ્ક્યુર અને કેલ્શિયમ, પોટેશિયમ અને લોહ જેવા મહત્વના ખનીજો નું અંદાજ પણ થાય છે.

સુપ્રથમ જાણીએ ફાઈબ્રીનોજમ બ્લડ ટેસ્ટ વિષે જેમાં ફાઈબ્રીનોજમ લોહીના ગઠા જમાવવામાં મદદ કરે છે લોહીના ગઠા જમાવવામાં ફાઈબ્રીનોજમ ની ખાસ ભૂમિકા રહે છે અને ફાઈબ્રીનોજમ નો સ્ત્રોત જો વધી જાય તો હ્રદયનો હુમલો આવવાનો ભય વધી જાય છે, રૂમેટીઇડ ગઠીયા, કિડનીમાં સોજો જેવા વિકાર પણ થઇ જાય છે અને તેનાથી મૃત્યુ નો ભય પણ વધી જાય છે તેથી લોહી ટેસ્ટ દ્વારા તેના લેવલ ની જાણકારી થઇ શકે છે.

બ્લડ ગ્લુકોઝ ટેસ્ટ માં શરીરને સતત શર્કરાની જરૃર હોય છે, જે  ભોજનમાંથી મળતી હોય છે. જમ્યા પછી ઇન્સ્યુલિન શર્કરાને વિભાજિત કરી શરીરના વિવિધ કોષો અને અંગોમાં વહેંચે છે. એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય છે, પરંતુ જે વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું હોય અથવા તો શરીરમાંનું ઇન્સ્યુલિન સરખી રીતે કાર્ય ન કરતું હોય, તો તેને ડાયાબિટિસની તકલીફ હોય છે. આવા કેસમાં શર્કરા લોહીમાં જ રહી જાય છે. બ્લડ ગ્લૂકોઝ ટેસ્ટ કરાવવાથી જો લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે દેખાય, તો એ પરથી ખબર પડે છે કે વ્યક્તિને ડાયાબિટિસ થયો છે. આવી રીતે જો બીમારીનાં લક્ષણ શરૃઆતમાં જ ઓળખાઈ જાય, તો કાળજી રાખીને યોગ્ય દવાઓ લઈને રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.

બ્લડ યૂરિયા નાઈટ્રોજન ટેસ્ટ કિડનીને લગતા રોગોની તપાસ કરવા માટે કરાય છે. બ્લડ યૂરિયા નાઈટ્રોજન શરીરનો કચરો છે, જે પેશાબ સાથે બહાર નીકળે છે. જો કિડની પેશાબ ગાળવાનું કામ સારી રીતે ન કરી શકે, તો આ હાનિકારક પદાર્થ લોહીમાંથી છૂટો પડતો નથી. શિરામાંથી લીધેલા લોહીના નમૂનાની ચકાસણીથી આ પદાર્થ લોહીમાં છે કે નહીં તેની ખબર પડી જાય છે. રોસ્ટેટ સ્પેસીફીક એંટીજન પુરુષોમાં પ્રોસ્ટેટ ગલૈડ દ્વારા બનાવનાર એક પ્રોટીન છે. આ ટેસ્ટ દ્વારા પ્રોસ્ટેટ ગલૈડ નું વધવું, તેમાં થનારી બળતરા અને પ્રોસ્ટેટ કેન્સર જેવી જાણકારી લઇ શકાય છે.

બ્લડ કાઉન્ટની અથવા હીમોગ્લોબિન તપાસ લોહીની ઉણપ અથવા લોહી સંબંધી અન્ય બીમારીઓ જાણવા માટે ખૂબ જ જરૂરી છે. આ ટેસ્ટથી લોહીમાંના હીમોગ્લોબિનનું પ્રમાણ જાણી શકાય છે. હીમોગ્લોબિનનું ઓછું પ્રમાણ લોહીની ઉણપનું લક્ષણ છે. પ્લેટ લેટ્સ ઘામાંથી વહેતા લોહીને જમાવીને વહેતું બંધ કરવામાં સહાયક બને છે. જો આપણા શરીરમાં કોઈ ચેપ લાગ્યો હોય, તો તે ચેપ વાઈરસ, બેક્ટેરિયલ કે પેરોસટિક છે, તે આ પ્રકારના ટેસ્ટથી જાણી શકાય છે. લોહીનો થોડો નમૂનો લઈને આ બધી તપાસ કરાય છે.

પેપ સ્મીયર ટેસ્ટ કોઈપણ પ્રકારના સ્ત્રીરોગની શંકા પડતાં સ્ત્રી રોગ નિષ્ણાત આ ટેસ્ટ ની સલાહ આપે છે. આ પરીક્ષણથી સરવાઈકલ કેન્સરની પ્રાથમિક અવસ્થાનો ખ્યાલ આવી જાય છે. એટલે સમયસર સાચો ઇલાજ થવાથી કેન્સર જેવી બીમારીથી બચી શકાય છે. આ પરીક્ષણ માટે ડૉક્ટર યોનિમાર્ગમાં એક યંત્રની નળી નાખે છે, જેને સ્પેકુલમ કહે છે. યોનિમાર્ગમાંથી કોષનો નમૂનો લઈને તેની તપાસ કરે છે. સ્ત્રીઓએ આવા પરીક્ષણથી ગભરાવું જોઈએ નહીં, કેમ કે તેમાં બહુ તકલીફ થતી નથી.

હીમેટોક્રિટ ટેસ્ટ આ ખૂબ જ સાધારણ ટેસ્ટ છે. આમાં લોહીમાં રહેલા હિમોગ્લોબિનની ટકાવારીનું પ્રમાણ મપાય છે. જો હીમેટોક્રિટ ઓછું હોય, તો એ સૂચવે છે કે લોહીમાં લોહતત્વ ઓછું છે તથા લોહીની ઊણપ છે. આ લક્ષણ મહિલાઓમાં વધુ જોવા મળે છે. માસિક ધર્મ વખતે વધારે લોહી વહી જવાથી લોહીની ઉણપ આવી જાય છે. આવી મહિલાઓને ડૉક્ટર સમતોલ આહાર લેવાની સલાહ આપે છે. આ પરીક્ષણ પણ શિરામાંથી થોડું લોહી લઈને કરવામાં આવે છે

થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હાર્મોન ટેસ્ટ  હાર્મોન થાઈરોઈડ ગલૈડ માંથી નીકળતા હર્મોનના સ્ત્રાવ ને નિયંત્રિત કરે છે. આ હર્મોનને ઓછો કે વધુ હોવાની સ્થિતિ જાણવામાટે લોહીનો ટેસ્ટ કરવામાં આવે છે. હોમોસિસ્ટીન ટેસ્ટ હોમોસિસ્ટીન એક એમીનો એસીડ છે જેનું વધતું જતું લેવલ હાર્ટએટેક અને બોન ફ્રેકચર થવાનો ભય વધારી દે છે. તેવામાં આ લોહીના ટેસ્ટ દ્વારા હોમોસિસ્ટીન ના લેવલ વિષે જાણી શકાય છે.

ટેસ્ટોસ્ટેરોન ટેસ્ટ મહિલા અને પુરુષો ની એડ્રીનલ ગ્લૈડસ માં બનતા હાર્મોન, મહિલાઓની ઓવરી અને પુરુષોના ટેસ્ટીસ માં પણ બને છે. ઉંમર વધવા સાથે મહિલા અને પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નું લેવલ ઓછું થઇ શકે છે. આ હાર્મોન નું ઓછું સત્ર પુરુષોમાં હાર્ટ ડીસીસ નો ભય વધારી શકે છે અને મહિલાઓમાં મેનોપોઝ દરમિયાન આ હાર્મોનનું લેવલ ઓછું થવાથી સ્વભાવ માં ઘણી જાતના ફેરફાર થવા લાગે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top