બીજોરા નું ઝાડ એકંદરે લીંબુ ના ઝાડ જેવું જ હોય છે. તેની ડાળીઓ પાતળી તથા એકબીજા સાથે મળેલી હોય છે. પાંદડાં થોડા લાંબા તથા પહોળા ને દાંતવાળા હોય છે. રંગે લીલા હોય છે. તેનું ફૂલ લાંબુ બારીક હોય છે. તેના ફળ લગભગ એકાદ કિલો વજનના હોય છે.બિજોર ને સંસ્કૃત માં માતુલુંગ, બીજપુર અને અંગ્રેજી માં સાઇટ્સ કહેવામાં આવે છે. દવામાં એનાં પાન, ફળ, ફૂલ, છાલ સર્વત્ર વપરાય છે. બિજોરાના ફળની છાલ ખૂબ જ ખરબચડી થાય છે. અંદરથી બી નીકળે છે. તેને સંતરા અને મોસંબી ની અંદરની કળા સાથે સરખાવી શકાય.
ઘણા લોકો એ કળી નો મુરબ્બો તથા અથાણું પણ બનાવે છે તેમાંથી શરબત પણ બનાવી શકાય છે. એમાં બે જાત હોય છે : નાની અને મોટી. એની બંને જાત ની છાલ નો રંગ પીળો સોનેરી હોય છે.તેની વાસ મનપસંદ હોય છે.તે સ્વાદે કડવી હોય છે. તેનો ગર્ભ સફેદ, જાડો તથા થોડો મીઠો હોય છે. તેનાં પાન નું તેલ ખૂબ જ બળ આપનારું હોય છે. લીંબુની શ્રેષ્ઠ જાત તરીકે બીજોરું પ્રસિદ્ધ છે.બિજોરુ ગુણ માં પિતશામક, દિપક, પૌષ્ટિક, રૂચિકર છે. જીભ, હૃદય અને કંઠ શુદ્ધ કરનાર છે. તે ધાતુવર્ધક પણ છે. શ્વાસ, કાસ, વાયુ, પિત્ત, અજીર્ણ, મરડો તથા નબળાઈ મટાડનાર છે.
બિજોરના સ્વાસ્થયલક્ષી ઉપયોગો:
બીજોરાનું અથાણું અજીર્ણ મટાડવા માટે વપરાય છે. સૂકાં બીજોરાનો ઉકાળો પિત્તની ઉલટી દૂર કરે છે. તેને ચાવવા થી મોંની ખુશ્બુ માં વધારો કરે છે. એની પીળી છાલ હૃદય, મગજ, ઠંડા યકૃતને તેમજ જઠરને તથા નાના આંતરડાને તાકાત આપે છે. તે પાચનશક્તિમાં વધારો કરે છે. તેની રાખ ચોળવાથી કોઢ ના ચાઠા મટે છે. તેની સૂકી છાલને પેટીમાં અથવા લૂગડાં રાખવાથી ઉધઈ લાગતી નથી. એમાં દીપેન તથા પિત્ત શામક ગુણ રહેલો છે. તે બરોળ, ગુલ્મ, દાહ, તાવ, અરુચિ, મંદાગ્નિ તથા ખાંસી જેવી વ્યાધિઓ મટાડે છે, તે પિત્ત વિકાર માં લોહી સાફ કરે છે. પિત્તની ઉલટી બંધ કરે છે. યકૃત તથા જઠરને તાકાત આપે છે. બીજોરા તથા વાવડીંગ સરખે વજને લઈ પીવાથી કૃમિ મટે છે. તેનો રસ, જવખાર તથા મધ સાથે આપવાથી પાંસળીમાં થતી બળતરા, હૃદય નો દુખાવો, ઝાડા તથા પેશાબ માં થતી બળતરા , પેટની ચૂક વગેરે આપતી મટે છે. બિજોર પથરી માટે નો અકસીર ઈલાજ છે.
બીજોરાનો રસ, લીંબુનો રસ તથા નગોડનો રસ એકત્ર કરી ત્રણ દિવસ સુધી સૂંઘવાથી કોઈ પણ પ્રકાર ના આવેગ દૂર થાય છે. નારંગીની માફક બીજોરું ખવાતું નથી પણ તેનો રસ સાકર સાથે લેવાથી દાહ મટે છે. ગરમીની મોસમમાં પીવાથી મગજને રાહત મળે છે અને તરસ મટે છે. બીજોરાના મૂળ, મહુડાની છાલ અને જેઠીમધ એ દરેક ચીજ સરખે વજને લઈ ચૂર્ણ તૈયાર કરવુ. આ ચૂર્ણ લેવાથી સ્ત્રીને પ્રસુતિ વેળા કષ્ટ સહન કરવું પડે નહીં.
બીજોરું ૨૫ ગ્રામ, હીમેજ ૨૦ ગ્રામ અને સૂંઠ તથા પીપરી મૂળ ૧૫ ગ્રામ લઈ તેને ખાંડી ચૂર્ણ બનાવવું તેમાં છેલ્લે ૨૦ ગ્રામ જવખાર નાખવો. આ રીતે બનાવેલુ ચૂર્ણ પીવાથી સૂકી ખાંસી તથા છાતીનો દુખાવો મટે છે. બીજોરા ના પાનનો રસ, આંબા ના પાન નો રસ તથા જાંબુનાં પાનનો રસ સરખે વજને લઈ તેમાં સાકર ભેળવી લેવાથી ઉલટી બંધ થાય છે. બીજોરાંનાં ઝાડનાં મૂળ, મોટી હરડે, સૂંઠ, પીપરી મૂળ અને જવખાર એ દરેક સરખે વજને લઈ તેનું ચૂર્ણ બનાવવું. આ રીતે બનાવેલા ચૂર્ણ નો ઉપયોગ કરવાથી કફ જવર મટે છે તથા એ પાચન શક્તિમાં વધારો કરવા પણ વપરાય છે.