યાદશક્તિ વધારી, હાડકાને મજબૂત કરવા ઉપરાંત 100થી વધુ ગંભીર રોગોથી છુટકારો મેળવવા જરૂર કરો સવારે ભૂખ્યા પેટે આનું સેવન

મોટેભાગે બધા જ લોકો ની શુભ સવાર એટલે કે ઉઠ્યા બાદ દિવસ નો આરંભ ચા ની ચૂસકી સાથે જ થાય છે અને જેને સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ જો જોવા મા આવે તો તે માનવ શરીર માટે અયોગ્ય માનવામા આવે છે. આ ચા કે કોફી થી માનવી ને તુરંત જ એનર્જી તો મળી રહે છે પરંતુ ખાલી પેટે આવા પ્રદાર્થો નુ સેવન શરીર ને નુકસાન પણ પોહાચાડે છે.

સવારે ભૂખ્યા પેટે એવું તો શું ખાવું જોઈએ કે જે શરીર માટે લાભદાયી સાબિત થાય છે. એવા મા જો આપડે આયુર્વેદ પ્રમાણે આગળ વધીએ તો નિત્ય સવારે ભૂખ્યા પેટે ઘી આરોગવું જોઈએ. આ ઘી ખાવા થી શરીર ને ઘણા પ્રકાર ના લાભ મળે છે. તો આ માટે તમારે નિત્ય સવારે ભૂખ્યા પેટે એક ચમચી ઘી એક ગ્લાસ ગરમ પાણી સાથે પીવું જોઈએ.

ઘી માનવ શરીર મા ચરબી વધારવા માટે તેમજ હૃદય માટે લાભદાયક માનવામા આવે છે અને તેના થી હાડકાઓ ની મજબૂતાઈ પણ વધે છે. આ સાથે જ આ જાણવું પણ વધુ જરૂરી છે કે નયણાં કોઠે ઘી આરોગવા થી હજુ વધારે ફાયદો થતો હોય છે. આ રીતે ઘી ના સેવન થી સાંધા ના દુખાવા થી લઈ ને વાળ તેમજ ચામડી થી લગતી તકલીફો પણ દુર થાય છે.

આપણે સવારે ઊઠીને જે પણ કામ કરીએ છીએ તેની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય પર થાય છે. જે લોકો સવારે ચા-કોફી પીવે છે તેમના સ્વાસ્થ્યને નુકસાન થાય છે. સવારે એવા કામ કરવા જોઈએ જેનાથી ફાયદો થાય છે. આયુર્વેદમાં ઘી ને ઊર્જા આપનાર કહેવામાં આવે છે.

જો તમે રોજ સવારે સૌથી પહેલાં ૧ નાની ચમચી એટલે કે ૫ થી ૧૦ ગ્રામ ઘી પીવો અને તેની પર ૧ ગ્લાસ નવશેકું પાણી પી લો તો જડ બીમારીઓ પણ ઠીક થઈ શકે છે અને શરીર નિરોગી બની શકે છે. પણ ધ્યાન રાખવું કે ઘી લીધા બાદ અડધો કલાક સુધી કંઈ જ ખાવું નહીં.

ઘી ખાવાથી સ્કિન સેલ્સ એક્ટિવ થઈ જાય છે, જેનાથી સ્કિન પર ગ્લો વધે છે અને સ્કિન હેલ્ધી રહે છે. ઘી સ્કિનમાં મોઈશ્ચર જાળવી રાખવામાં પણ મદદ કરે છે. જે લોકોને સાંધાઓમાં દર્દ અને ગઠિયાની સમસ્યા હોય જેમણે રોજ ઘી ખાવું જોઈએ. ઘીમાં ઓમેગા-૩ ફેટી એસિડ્સ હોય છે. જે એક નેચરલ લુબ્રીકેન્ટથી ભરપૂર હોય છે. ઘી આ સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

રોજ સવારે ખાલી પેટ ઘી ખાવાથી મગજ એક્ટિવ બને છે. સાથે જ મેમરી અને શીખવાની ક્ષમતા વધે વધે છે. તેના નિયમિત સેવનથી અલ્ઝાઈમર જેવી બીમારી પણ દૂર થાય છે. જે લોકોના વાળ પાતળા હોય અને બહુ ખરતાં હોય તેમણે રોજ ખાલી પેટ ઘી ખાવું જ જોઈએ. આ ઉપાયથી વાળ હેલ્ધી રહે છે અને સાથે મુલાયમ અને શાઈની પણ બને છે.

ઘણાં લોકોને ભારે ખોરાક ખાધાં બાદ ગેસ, અપચાની સમસ્યા થઈ જતી હોય છે અને પાચન નબળું હોવાથી પણ ખાધેલો ખોરાક પચતો નથી. જેથી રોજ સવારે ૧ ચમચી ઘી ખાવાથી આ સમસ્યાઓ દૂર થાય છે અને પાચનતંત્ર એકદમ મજબૂત બને છે.

ઘીમાં એન્ટીકેન્સર તત્વ હોય છે. ખાલી પેટ ઘી ખાવાથી તે બોડીમાં કેન્સર સેલ્સ વધતાં રોકે છે અને કેન્સર સામે રક્ષણ કરે છે. દરરોજ સવારે ખાલી પેટ પર ઘી ખાવાથી તમારા હાડકાં માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે સાંધાનો દુખાવો દૂર કરવામાં ઘણી હદ સુધી મદદ આપે છે.

ખરેખર, ઘી એ એક કુદરતી લુબ્રિકન્ટ છે અને આ રીતે, તેનું સેવન સાંધા અને પેશીઓને ભેજયુક્ત રાખે છે. જે સાંધાનો દુખાવો અને મેદસ્વીપણાથી રાહત આપે છે. તેમજ ખાલી પેટ પર ઘી લેવાથી સંધિવાથી રાહત મળે છે. તે જ સમયે, તેમાં હાજર ઓમેગા -3 ફેટી એસિડ્સ સમસ્યાથી રાહત આપે છે.

ઘીના સેવનથી કોષો પુનર્જીવિત થતાં હોવાથી ઘીનું સેવન કરવાથી તમારી ત્વચામાં કુદરતી ગ્લો આવે છે. ખરેખર, ઘી ત્વચાને કુદરતી ભેજ પ્રદાન કરે છે અને તેને શુષ્ક થવામાં રોકે છે. જે તમારી ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ બનાવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઘીના સેવનથી કોલેસ્ટ્રોલ વધે છે.

જે હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે સવારે ખાલી પેટ પર ઘીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. આ સાથે ઘીમાં રહેલા ઓમેગા -3 ફેટી એસિડ્સ શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. જે તમારા હાર્ટ હેલ્થને સ્વસ્થ રાખે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!