Site icon Ayurvedam

હેલ્થ ટોનિક તરીકે ઉપયોગી આ ઔષધિ વાળ, ખીલ ઉપરાંત સ્ત્રીરોગ માટે છે રામબાણ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા

ભાંગરો નામની વનસ્પતિને માથામાં તેલ નાખવામાં ઉપયોગ કરવામાં આવે છે. જેને મરાઠીમાં ભાંગરા અને અંગ્રેજીમાં એક્લિપ્ટા આલ્બા તરીકે ઓળખાય છે. આ વનસ્પતિના કુદરતી ગુણોને લીધે જ એને સૌંદર્ય પ્રસાધન તેમ જ સપ્લિમેન્ટ્સ તરીકે પણ લેવામાં આવે છે.

નાની વયે સફેદ થતા વાળ, ખરતા વાળ, વાળનો જથ્થો ઓછો હોય, ટાલ પર ખીલ, ખંજવાળ કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો દરેક સમસ્યા ભાંગરાથી દૂર થઈ શકે છે. ભાંગરાના તેલને વાળના સ્કેલ્પ પર લગાવવું. ભાંગરાનું તેલ વાળનો કુદરતી રંગ પાછો લાવવામાં મદદ કરે છે. નિયમિતપણે ભાંગરાનો ઉપયોગ કાળા વાળની ઉંમર વધારે છે.

વાળને મુલાયમ અને નરમ બનાવે છે. વાળની શુષ્કતા દૂર કરે છે. આ સિવાય ભાંગરાને આમળાં, શિકાકાઈ કે શંખપુષ્પી વનસ્પતિ સાથે મિક્સ કરીને પણ લગાવી શકાય. ભાંગરો ખાવાથી શરીરમાં લગભગ મોટા ભાગની તકલીફો દૂર થાય છે. ભાંગરો હેલ્થ ટોનિક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે એ કફ અને વાયુની તકલીફ દૂર કરે છે. જો પાચનમાર્ગ સ્વસ્થ હોય તો લગભગ દરેક બીમારી શરીરમાં આવતાં ડરે છે.

ભાંગરો શરીર માં  દોષયુકત પિત્ત ને દૂર કરી ને પ્રાકૃત પિત્ત ઉત્પન્ન કરે છે..મોઢા કે જીભ ના છાલા, પાંડુ , કામલા, ત્વચા ની વિવર્ણતા કે અકાળે માથા ના વાળ સફેદ  થવા તથા  પિતજ ખાંસી કે શ્વાસ જેવા રોગો ની ચિકિત્સા માં ભાંગરા  નો તાજો સ્વરસ  એકલ ઔષધીય પ્રયોગ  સફળ રહ્યો  છે. ભાંગરો ત્વચા માટે પણ ફાયદાકારક છે.ભાંગરાને પાણીમાં ઉકાળીને એ પાણીને નાહવાના પાણી સાથે મિક્સ કરવું. આ પાની થી નાહવા થી ત્વચાનો રંગ ખીલે છે.

ભાંગરાનો લેપ ચહેરા પર લગાવવા થી નિખાર તો આવે જ છે અને સો ખીલના ડાઘ કે કથ્ઈ રંગના ડાઘ પણ દૂર થાય છે. ડીકલરેશનની સમસ્યામાથી જે પસાર થઈ રહ્યા છે તેમના માટે તો ભાંગરાનો લેપ કે ઘી ઉત્તમ છે. ડીકલરેશન એટલે ત્વચાના રંગમાં જ વિવિધતા દેખાય.

ઘીમાં ભાંગરો નાખીને એને ઉકાળવું. જ્યારે ભાંગરાનો રસ ઘીમાં ભળી જાય ત્યારે ગેસ બંધ કરી દેવો. આ ઘીને તમે સૌંદર્યપ્રસાધન તરીકે વાપરી શકો છો. આવી જ રીતે માામાં નાખવાનું તેલ પણ બનાવી શકાય છે. આંજણમાં ભાંગરાનું ઘી મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. ડોકટર ભાર મૂકીને કહે છે કે કોઈ પણ ઔષધિ ડોક્ટર કે નિષ્ણાતની સલાહ વગર લેવી નહીં.

ભાંગરામાં B12 હોય છે જે  જ્ઞાનતંતુઓને પણ સચેત કરે છે. બળ આપે છે અને એ રીતે લોહીના ઘટી ગયેલા દબાણને ઠેકાણે લાવે છે. હૃદયને અને મગજને બળ આપે છે અને સ્વસ્થ કરે છે. માથાનો દુખાવો મટાડે છે. આ રીતે ભાંગરો વાતહર પણ છે.

વૈદ્યમનોરમા ગ્રંથ માં જે સ્ત્રીઓને ગર્ભસ્ત્રાવ થઈ  જતો  હોય એટલે કે શરૂઆત  ના ત્રણમાસ  માં જ ગર્ભ પડી જાય એમને દુધ સાથે ભાંગરા નો સ્વરસ લેવાથી  ગર્ભ પુરા નવ મહિના  સલામત  રહે અને સુખપૂર્વક પ્રસૃતિ થાય છે..

ભાંગરા ને રસાયન  તો બતાવેલ છે જ પણ સાથે સાથે  અધિક કામવાસના  કે ઉતેજના નો નાશક પણ ગણાવેલ છે.  એટલે વિશિષ્ટ સંજોગો માં ઉંમર ના કારણે  કામ ના આવેગો  ને શાંત કરવાની  સાથે બલ્ય  અને રસાયન કર્મ  પણ કરે છે.. આયુર્વેદ પ્રેકટીશનર ની દેખરેખ  હેઠળ અડધી ચમચી ભાંગરા નો તાજો સ્વરસ વ્યાધિ મુક્તિ માટે  યોગ્ય  રહે  ગોળ  કે દૂધ  સાથે લઇ શકાય.

Exit mobile version