ચણાનો લોટ (Besan) અને મધ (Honey) સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે તેટલું જ વધુ તે ત્વચા (Skin) માટે ફાયદાકારક સાબિત થાય છે. ચણાના લોટ અને મધનું ફેસ પેક ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ, ડાઘ જેવી ફરિયાદો દૂર થાય છે. તેની સાથે ત્વચા સંબંધિત અન્ય અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. કારણ કે ચણાના લોટમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વો મળી આવે છે. તો સાથે જ મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે, જેને ચહેરા પર લગાવવાથી હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે. તેની સાથે ત્વચા પર ગ્લો પણ આવે છે. જાણો ચણાના લોટમાં મધ મેળવી ને લગાવવાથી શું ફાયદા થાય છે.
આવી રીતે બનાવો બેસન-હની ફેસ પેક:
ચણાના લોટ અને મધનો ફેસ પેક બનાવવા માટે બે ચમચી ચણાનો લોટ લેવો, પછી તેમાં એક ચમચી મધ મિક્સ કરવું. આ પછી, આ પેસ્ટને ચહેરા પર 20 મિનિટ માટે લગાવવી રાખવી. જ્યારે ચહેરો સારી રીતે સુકાઈ જાય ત્યારપછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તમારો ચહેરો એકદમ સુંદર લાગશે અને ચામડી સરસ સુંવાળી બનશે.
ચણા ના લોટ માં મધ મેળવી ને લગાવવાથી થતા ફાયદા (modha par na dagh kadvani rit gujarati)
ખીલની સમસ્યા માંથી મળી જશે છુટકારો:
ચણાના લોટમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ (Pimples) ની ફરિયાદ દૂર થાય છે. કારણ કે ચણાનો લોટ અને મધ બંનેમાં એન્ટીબેક્ટેરિયલ (Antibacterial) ગુણ હોય છે. તેથી, જો કોઈને પિમ્પલ્સની ફરિયાદ હોય, તો તેણે અઠવાડિયામાં બે વાર આ પેક લગાવવું જોઈએ.
ડાઘ ધબ્બા થાય છે દૂર:
ચણાના લોટમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ડાઘની ફરિયાદ દૂર થાય છે. કારણ કે ચણાના લોટમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, તેથી જો કોઈ વ્યક્તિ આ ફેસ પેકને અઠવાડિયામાં બેથી ત્રણ વાર લગાવે તો તેનાથી ડાઘ દૂર થઈ જાય છે.
ત્વચા પર નરમ બને છે:
ચણાના લોટમાં મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ત્વચા કોમળ (Soft Skin) બને છે. કારણ કે મધમાં આવા ઘણા તત્વો મળી આવે છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ચહેરો ચમકદાર બને છે:
ચણાના લોટમાં મધ મિક્સ કરીને લગાવવાથી ત્વચામાં ચમક (Glowing Skin) આવે છે. જો તમે અઠવાડિયામાં એક કે બે વાર આ ફેસ પેક લગાવો છો, તો તેનાથી ત્વચાની ગંદકી સાફ થઈ જાય છે અને ત્વચા પર ચમક લાવે છે.
ચહેરાની ત્વચા પર ભેજ જળવાઈ રહે છે:
બદલાતા હવામાનને કારણે અથવા પ્રદૂષણને કારણે મોટાભાગના લોકોની ત્વચા શુષ્ક (Dry Skin) થઈ જાય છે, પરંતુ જો તમે આ ફેસ પેકનો ઉપયોગ કરો છો તો તે ત્વચા પરની ભેજ જાળવી રાખે છે. પરંતુ તેના માટે એક ચમચી દૂધમાં (Milk and Besan) ચણાનો લોટ અને મધ મિક્સ કરવું જોઈએ.
ચહેરાની ચામડી પરના મૃત કોષો દૂર થાય છે:
ચણાના લોટમાં મધ ભેળવીને ચહેરા પર લગાવવાથી ત્વચાના મૃત કોષો (Dead Skin Cells) દૂર થાય છે. કારણ કે ચણાનો લોટ એક ઉત્તમ એક્સફોલિએટિંગ ફેસ પેક છે. તેથી, તેને લગાવવાથી ચહેરાના મૃત ત્વચાના કોષો નીકળી જાય છે, અને ત્વચામાં ચમક આવે છે.