દવા કરતાં 100 ગણું ગુણકારી આનું સેવન અનિદ્રા, અપચો અને નપુંસકતા જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જાયફળ સુગંધીદાર હોય મીઠાઈ અને પાકોમાં તેનો ઉપયોગ વધારે થાય છે. બાળકોને આપવાના ઔષધ તરીકે પણ જય ફળ વપરાય છે. જાયફળ અને જાવંત્રી પાનમાં ખવાય છે. જાયફળ ના ઝાડ 70-80 ફુટ ઊંચા થાય છે. તેમાં નર અને માદા પુષ્પોના ઝાડ જુદા જુદા થાય છે. તેનું મૂળ ઉત્પતિ સ્થાન મલક્કા બેટ છે.

ભારતમાં બંગાળા નીલગીરી અને મલબારમાં એ થાય છે. જાવા સુમાત્રા મલાયા અને સિલોનમાં તેના પુષ્કળ છે. ચીનના જંગલોમાં પણ તેના ઝાડ કુદરતી રીતે ઉગે છે. તેના ઝાડ હંમેશા લીલા રહે છે અને ખૂબ જ સુંદર દેખાય છે. તેનાં પાન ૩ થી સાડા ત્રણ ઇંચ લાંબા દોઢ ઈંચ પહોળા અંડાકાર અને આછા પીળા રંગના હોય છે. તેને ધોળા રંગના નાના ઘટાદાર ફૂલો આવે છે તેના ફળ ગોળ અથવા લંબગોળ જામફળ જેવા થાય છે. તેના ફળની અંદર જે બી હોય તેને જ જાયફળ કહેવાય છે.ફળોની છાલ સવા ઈંચ જાડી ધોળી અને સુગંધીદાર હોય છે.

ફળ પાકે ત્યારે ચાલ ફાટતા બી ને વીંટળાઈ રહેલી લાલ રંગની જે જાળીદાર અંતરછાલ નીકળે તેને જાવંત્રી કહે છે. આમ એક જ ફળ માંથી જાયફળ અને જાવિત્રી એવી બે શ્રેષ્ઠ સુગંધીદાર ઔષધિઓ મળે છે. બંનેના ગુણ લગભગ સરખા છે. પણ જાવંત્રીમાં વિષજ્ઞ ગુણ વધારે છે.

જાયફળ ઘણી જાતના થાય છે જે જાયફળ વજનમાં હલકા પોચાં અને બરડ હોય છે. તે ઉતરતા પ્રકારના તેમજ જે જાયફળ મોટા ચીકણા અને ભારે હોય છે. તે ઉત્તમ પ્રકારના ગણાય છે જાયફળને ઘીમાં રાખવાથી લાંબા વર્ષો સુધી તે બગડતા નથી. બાળક વાળા ઘરમાં જાયફળ અવશ્ય રાખવું જોઈએ. જાયફળ માંથી પણ તેલ નીકળે છે. જાયફળને કોલુ માં પીસવા થી 25% તેલ નીકળે છે.

જાયફળ એક એવી જડી છે જે અનેક સમસ્યાઓમાં ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે. આયુર્વેદ મુજબ જાયફળ એંટીઓક્સિડેટ અને એંટી બૈક્ટેરિયલ ગુણોને કારણે પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવે છે.

અલગ અલગ રોગો માં જાયફળ કઈ રીતે મદદરૂપ થશે ?

પાચન સંબંધી વિકારોમાં કારગર-ગેસ બનવા કે પેટ ફૂલવા જેવી સમસ્યાઓના ઈલાજ માટે બે ચમચી જાયફળ પાવડર અને એક ચોથાઈ ચમચી આદુના પાવડરનુ મિશ્રણ બનાવો. ભોજન કરવાના થોડા સમય પહેલા તેનુ 1/8 ચમચી પાવડર હળવા ગરમ પાણી સાથે લો.

3-4 નાની ઈલાયચી, સૂંઠ પાવડર અને એક ચપટી જાયફળ નાખીને હર્બ ચા પીવી લાભકારી છે. ઝાડાની સારવારમાં એક ચમચી ખસખસ, બે મોટી ચમચી ખાંડ, અડધી ચમચી ઈલાયચી અને જાયફળ વાટી લો. દર બે કલાકમાં એક ચમચી તૈયાર પાવડરનુ સેવન કરો.

ઉલટી જેવુ લાગવુ અને અપચાની સ્થિતિમાં એક ચમચી મધ સાથે 3-4 ટીપા જાયફળનુ તેલ મિક્સ કરીને સેવન કરવાથી આરામ મળે છે. શરદી ખાંસીને દૂર ભગાડવાનો આ જૂનો ઈલાજ છે. એક કપ ગરમ પાણીમાં 1/4 ચમચી જાયફળ મિક્સ કરી પીવી કે ચા બનાવીને પીવી લાભકારી છે.

રાખો સાવધાની – જાયફળ ગરમ પ્રકૃતિની હોવાને કારણે સીમિત માત્રામાં રોજ 3-5 ગ્રામ જાયફળનુ સેવન કરવુ જ સારુ છે. આ ઉપરાંત સેવન એકાગ્રતા અને સ્ફૂર્તિની કમી જેવી સમસ્યાઓને જન્મ આપી શકે છે. તેનાથી પેટનો દુખાવો, ઉલટી જેવુ થવુ કે ગભરાટ થઈ શકે છે. તેના અધિક સેવનથી એલર્જી, દમા, કોમા જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે.

જાયફલ સ્કિન માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. થોડું જાયફળ પાઉડર પાણી કે મધની સાથે મેળવીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો થોડા દિવસોમાં કરચલીઓ દૂર થવા લાગે છે. રાત્રે બરાબર ઉંઘ ન આવતી હોય તેમના માટે પણ જાયફળનો એક ઉપચાર છે.

શેકેલા જાયફળનું ચૂર્ણ 10 ગ્રામ, અશ્વગંધાનું ચૂર્ણ ૫૦ ગ્રામ, ગંઠોડાનું ચૂર્ણ ૩૦ ગ્રામ, જટામાસીનું ચૂર્ણ ૧૫ ગ્રામ અને સર્પગંધાનું ચૂર્ણ એક ગ્રામ લઈ, બરાબર મિશ્ર કરી લેવાં. આ મિશ્રણના દસ સરખા ભાગ કરી રોજ રાત્રે એક ભાગ ચૂર્ણ મધ અથવા ઘીમાં મેળવીને ચાટી જવું. ઉપર ભેંસનું દૂધ પીવું. દસ દિવસના ઉપચારથી અનિદ્રાની તકલીફમાં ઘણો ફાયદો થાય છે.

જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફનાશક ઔષધ છે. જેમને જૂની શરદી અથવા કફની તકલીફ રહેતી હોય, અવારનવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે આશરે એક ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. એકાદ મહિનો આ પ્રમાણે ઉપચાર કરવાથી કફની બધી જ તકલીફોમાં ઘણો લાભ થાય છે. જાયફળ ન હોય તો તેના બદલે જાવંત્રીના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે.

નપુંસકતા આજકાલ પુરુષોની એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યામાં જાયફળ એક અચૂક ઉપાય છે. જાયફળને ઘસીને દૂધમાં મેળવીને સપ્તાહમાં ત્રણવાર પીવાથી નપુંસકતા દૂર થાય છે. યૌનશક્તિ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જાયફળ ચૂર્ણ અને તેલનો શીઘ્રપતનને દૂર કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.

જાયફળ અનિદ્રાને ભગાડે છે. જો તમે રોજ રાત્રે નવશેકા દૂધમાં જાયફળનો પાવડર નાખીને પીશો તો ઊંઘ સારી આવશે. જાયફળને પાણીમાં ઉકાળીને તે પાણીના કોગળા કરવામાં આવે તો મુખના છાલા ઝડપથી દૂર થઈ જાય છે.

જાયફળ કડવું, તીક્ષ્ણ, ઉષ્ણ,ભોજન પર રૂચિ ઉત્પન્ન કરનાર, મળને રોકનાર-ગ્રાહી,સ્વર માટે હીતકારી તેમ જ કફ અને વાયુનો નાશ કરનાર હોય છે. એ મોઢાનું બેસ્વાદપણું, મળની દુર્ગંધ, કૃમિ, ઉધરસ, ઊલટી-ઉબકા, શ્વાસ-દમ, શોષ, સળેખમ અને હૃદયનાં દર્દો મટાડે છે. જાયફળ ઉંઘ લાવનાર, વીર્યના શીઘ્ર સ્ખલનને મટાડનાર તથા મૈથુનશક્તિ વધારનાર હોય છે. જાવંત્રી હલકી, મધુર, તીખી, ગરમ, રૂચિકારક અને વર્ણકારક છે. એ કફ, ખાંસી, ઉલટી, દમ, તૃષ્ણા, કૃમી અને વીષનો નાશ કરે છે.

દાંતના દર્દમાં જાયફળના તેલમાં રૂનું પૂમડું પલાળી તેને દર્દવાળા ભાગ કે દાંત ઉપર કે દાઢમાં રાખો. દર્દ તરત જ દૂર થઈ જશે. દાંતમાં કીડા લાગે તો પણ તે તરત જ મરી જાય છે. માથાના ઉગ્ર દુખાવામાં કે કમરના દુખાવામાં જાયફળ પાણીમાં કે દારૂમાં ઘસી ચોપડવાથી લાભ થાય છે.

અનિદ્રામાં 0.3  થી 0.6 ગ્રામ (બેથી ચાર રતી) જાયફળ અને એટલું જ પીપરીમુળ દૂધ સાથે સુવાના અડધા કલાક પહેલાં લેવું. બાળકોની શરદીમાં જાયફળ ચુર્ણ એક રતી અને સુંઠનું ચુર્ણ એક રતી મધ સાથે સવાર-સાંજ આપવું.

પેટમાં ગેસ ભરાય, ઝાડો થાય નહીં ત્યારે લીંબૂના રસમાં થોડું જાયફળ ઘસી, એક ચમચી પાણી ઉમેરી પીવાથી ગેસ છુટે છે તથા ઝાડો થાય છે. ખીલ, જાંબલી અને ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા જાયફળ દુધમાં ઘસી લગાવવું.

ઝાડા મટાડવા ૪થી ૬ રતી જાયફળનું ચુર્ણ લીંબૂના શરબત સાથે સવાર-સાંજ લેવું. પેટનો દુખાવો, ઉબકા તથા અતીસારમાં જાયફળ શેકીને આપવું. સાંધાના દુખાવા પર જાવંત્રીના તેલનું હળવું માલીશ કરવું.

પાતળા ઝાડા થતા હોય તો શેકેલા જાયફળ, સુંઠ,અને કડાછાલ દરેકનું 1/4, 1/4 ચમચી ચુર્ણ મધ સાથે સવાર–સાંજ લેવાથી અને ઉપર તાજી છાસ પીવાથી મટે છે. ભોજનમાં જાયફળ મેળવવાથી સ્વાદની સાથે-સાથે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તેમાં ખૂબ જ વધુ મિનરલ હોય છે તે સિવાય જાયફળમાં પોટેશિયમ, કેલ્શિયમ, આયરન અને મેગ્નિશિયમ પણ જોવા મળે છે.

જાયફળને પત્થર ઉપર ઘસીને અડધી ચમચી પેસ્ટ બનાવી લો. સવારે-સવારે ખાલી પેટે આ પેસ્ટને ચાટી લો. શરદી-ખાંસીની સમસ્યામાં ઝડપથી રાહત મળે છે.

જાયફળ આમાશય માટે વિશેષ કરીને ફાયદેકારક છે. તે આમાશય માટે ઉત્તેજકનું કામ કરે છે. પાચક રશોને વધારે છે. તેના સેવનથી ભૂખ વધે છે. જાયફળ પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. આ કારણે ભોજનમાં જાયફળનો ઉપયોગ કરવાથી પેટની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે.

પત્થર ઉપર પાણીની સાથે જાયફળને ઘસો અને લેપ તૈયાર કરી લો. આ લેપને આંખોની પલકો ઉપર અને આંખની ચારેય તરફ લગાવવાથી આંખની જ્યોતિ વધે છે. સતત થોડા દિવસો સુધી આ લેપ લગાવવો જોઈએ. જાયફળને દૂધમાં ઘસીને સ્કિન ઉપર લગાવવાથી દાગ-ધબ્બા દૂર થાય છે અને સ્કિન ગ્લો કરવા લાગે છે.

કાનની પાછળ જો સોજો હોય કે ગાંઠ હોય તો જાયફળને પાણીમાં ઘસીને સોજાવાળા સ્થાન ઉપર લગાવો. સોજો સારો થઈ જશે. પ્રસવના સમયે થતા દર્દથી છુટકારો મેળવવા માટે જાયફળના પાણીમાં ઘસીને, તેનો લેપ કમર ઉપર કરો. ઝડપથી લાભ મળશે. જાયફળ, સૂંઠ અને જીરાને પીસીને ચૂરણ બનાવી લો. આ ચૂર્ણને ભોજન કરતા પહેલા પાણીની સાથે લો. ગેસ અને અપચાની પરેશાનીઓ નહીં થાય.

માતાનું દૂધ પીનાર બાળકને દૂધ છોડાવીને ઉપરનું દૂધ પીવડાવતા પચતું ન હોય તો દૂધમાં અડધી ચમચી પાણી મેળવીને, તેમાં એક જાયફળને ઉકાળો. આ દૂધને થોડું ઠંડું કરીને નવશેકા દૂધને ચમચીથી બાળકોને પીવડાવો, આવું દૂધ શિશુની પાચનશક્તિને સારી કરી દે છે.

ઝાડા સાથે પેટના દુખાવામાં જાયફળ, લવિંગ, જીરૂં અને શુદ્ધ ટંકણના સમભાગે ચુર્ણમાંથી એકથી દોઢ ગ્રામ મધ-સાકર સાથે સવાર-સાંજ લેવું, પથ્ય ખોરાક લેવો. ગર્ભીણી અને રક્તસ્રાવજન્ય રોગવાળાએ લેવું નહીં, ભૂખ ન લાગતી હોય તો થોડુ જાયફળ લઈને ચૂસો, તેનાથી પાચક રસોમાં વધારો થશે, ભૂખ વધશે અને ભોજન સારી રીતે પચી જશે.

જાયફળના ચૂર્ણને મધની સાથે ખાવાથી દિલ મજબૂત થાય છે અને દિલ સાથે જોડાયેલી બીમારીઓ દૂર થઈ જાય છે. પેટમાં દર્દ હોય તો જાયફળના તેલના 2-3 ટીપા પતાસા ઉપર લગાવો અને ખાઈ લો. ઝડપથી આરામ મળી જશે. આંખોની નીચે કાળા કુંડાળાથી પરેશાન હોવ તો જાયફળનું સેવન કરો આ સમસ્યાથી મુક્તિ મળી જશે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top