તમે હંમેશા લોકો ને ભગવાન ની પૂજા, આરતી કે કોઈ શુભ કાર્ય કરતા સમયે તાળીઓ પાડતા જોયા હશે. કેહવાય છે કે તેના થી સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને કોઈએ સારું કામ કર્યું હોય તો આત્મવિશ્વાસ વધારવા પાડવાનું લાભદાયક ગણવામાં આવે છે. એક્યુપ્રેશન સિદ્ધાંત પ્રમાણે આપણા હથેળી માં આખા શરીર નાં દબાણ બિંદુ ઓ હોઇ છે. જેને દબાવવાથી જે-તે અંગો સુધી લોહી અને ઓકસીજન નો પ્રવાહ પહોંચવા લાગે છે. જેના થી તેને લગતી બીમારીઓ થતી નથી.
હથેળી આવેલ આં બધા દબાણ બિંદુ નાં દબાવાની સૌથી સરળ રીત છે તાળી વગાડવી. જ્યારે આપણે તાળી વગાડીએ છીએ તો હથેળી બધા દબાણ બિંદુઓ દબે છે. અને સબંધિત અંગો સુધી લોહી અને ઓકસીજન આસાની થી પહોંચી જાય છે.
સકારાત્મક ઉર્જાનો સંચાર: તાળી વગાડવી એક આસાન છે. જ્યારે તમે તાળી વગાડો છો તો શરીરમાં એક ઊર્જા ઉત્પન્ન થાય છે. તમારી સમગ્ર શરીરમાં એક ખેંચાણ ઉત્પન્ન થાય છે, અને માંસપેશિઓ સક્રિય થઈ જાય છે. શુભ અવસરે તાળી વગાડવાથી જે અવાજ ઉત્પન્ન થાય છે, તે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
શરીરના ડિ-ટૉક્સિક કરે બહાર: તાળી વગાડતા સમયે આપણા શરીરમાંથી પરસેવો નીકળે છે, જેથી શરીરના નકામા પદાર્થ બહાર નીકળી જાય છે. આથી આ પ્રાકૃતિક રીતે શરીરને ડિ-ટોક્સિક કરે છે.
ભક્તિમાં મન સ્થિર રહે: આરતી સમયે તાળી વગાડવાનું શુભ માનવામાં આવે છે. હકીકતમાં હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આરતી સાથે સંયોજિત રીતે તાળી વગાડવી, ભગવવાનું ધ્યાન ધરવાની સાચી રીત છે. તાળીના અવાજથી મન ભ્રમિત થયું નથી અને ભગવાનની ભક્તિમાં લીન રહે છે.
મંદિરોમાં ભગવાનની આરતીના સમયે, ભજન-કીર્તન સમયે તમે જોયું હશે કે લોકો તાળીએ વગાડે છે. પરંતુ આ તાળી પાડવા પાછળનું શું કારણ છે કદાચ તમે નહીં જાણતા હોય. આજે અમે જણાવીશું કે આ તાળી પાડવાનું તમારા માટે કેટલું ફાયદાકારક છે.