Site icon Ayurvedam

કેળાં માં એક-બે નહીં પણ અનેક ગુણ છે, અત્યારે જ વાંચો કેળાં ના આ ગુણો…

“સવારે કેળું ખાવામાં આવે તો તેની કિંમત તાંબા જેટલી, બપોરે કેળુ ખાવામાં આવે તો તેની કિંમત ચાંદી જેટલી અને સાંજે કેળું ખાવામાં આવે તો તેની કિંમત સોના જેટલી છે” એવું આયુર્વેદ માને છે. કેળા ની મીઠાશ તેમાં રહેલા ગ્લુકોઝ તત્વને આભારી છે. ગ્લુકોઝ એ કુદરતી સાકર છે. ગ્લુકોઝ સ્વાદમાં મીઠાશ આપવા ઉપરાંત સ્નાયુઓને પોષણ અને શક્તિ આપે છે. પોષક તત્વો ની દ્રષ્ટિએ કેળા એક કીમતી ખાદ્ય પદાર્થ છે. કેળામાં ખનીજદ્રવ્યો પણ વિપુલ પ્રમાણમાં છે, તેથી શરીરને નિત્ય વિકસતું રાખવાની ઇચ્છા ધરાવનાર માટે કેળા આશીર્વાદરૂપ છે.

કેવા કેળાં ખાવા જોઈએ?

સુપર માકેટમાથી કે અન્ય સ્થળેથી કેળા ખરીદતી વખતે એક કાળજી રાખવી જોઈએ, જો એ કેળા ને અકુદરતી રીતે, રસાયણના ઉપયોગથી પકવેલા હોય તો એ ખાવાથી કેન્સર થવાની શક્યતા રહે છે. કેટલીક વાર પાણીમા કાર્બાઈડ નાખીને કેળા પકવવામાાં આવે છે. એનાથી પેટ મા ચેપ લાગી શકે છે. આથી આ રીતે પકવેલા કેળા ખાવા જોઈએ નહીં.

કાર્બાઈડ ની મદદથી કેળા પકવેલા હોય તે જાણવુ કેવી રીતે?

કુદરતી રીતે પાકેલા કેળા ઘેરા પીળા રાંગના હોય છે, કાળી છાટવાળા અને એના ડીંચા કાળા હોય છે. જ્યારે કાર્બાઈડ વડે પકવેલા કેળા લેમન રાંગના પીળા, કાળી છાટ વીનાના માત્ર પીળા જ અને એના ડીંચા લીલા હોય છે.

કાર્બાઈડ શુ છે અને એ શા માટે નુકસાનકારક છે?

કાર્બાઈડ એક એવુ રસાયણ છે જે પાણી સાથે ભેગુ થાય ત્યારે ગરમી પેદા થાય છે. બંધ વાસણમાાં એનાથી પેદા થતી ગરમી પ્રવાહી પેટ્રોલિયમ વાયુ (LPG) ના સીલીન્ડરમા પેદા થતી ગરમી કરતા પણ વધુ હોય છે. એ એટલી બધી વધુ હોય છે કે એને ગૅસ કટીંગ સાધનમા વાપરવામા આવે છે.

જ્યારે કેળા ને કાર્બાઈડવાળા પાણીમા રાખવામા આવે છે ત્યારે એમાનો ગૅસ કેળા મા પ્રવેશે છે અને કેળા પાકી જાય છે. જો કે મુ્કેલી એ છે કે આ રીતે કેળા પકવનારા અજ્ઞાની લોકો કાર્બાઈડ નુ પ્રમાણ બરાબર જાણતા હોતા નથી અને જરુર કરતાાં વધુ કાબાવઈડ નાખ્યો હોય તે કેળાં માં શોષાય છે અને તેને લીધે પાચનમાર્ગ માં કેન્સર ની ગાંઠ થઈ શકે છે.

કુદરતી રીતે પાકેલાં કેળાં ખાવા ના ફાયદા

કેળા મધુર, ઠંડા, ઝાડાને રોકનાર ,ભારે અને સ્નિગ્ધ છે. એ કફ, પિત્ત, લોહીનો બગાડ કે રક્તપિત્ત, દાહ, ક્ષય અને વાયુને મટાડે છે. પાકા કેળા અને ઘી ખાવાથી પિત્ત રોગ મટે છે. પાકા કેળા ખાવાથી તૃષારોગ મટે છે, તરસ છીપે છે. કેળા નો રસ મધ મેળવીને પીવાથી ઉલટી મટે છે.

કેળના ડોડવાનો કેસરીયુક્ત ભાગ કોતરી તેમાં રાત્રે મરીનું ચૂર્ણ ભરી રાખી સવારમાં એ ડોડવુ ઘીમાં તળીને ખાવાથી શ્વાસરોગ જલદી મટી જાય છે. એક પાકું કેળું અર્ધા તોલા ઘી સાથે સવાર-સાંજ અઠવાડિયા સુધી ખાવાથી ધાતુવિકાર મટે છે. ઠંડી જેવું લાગે તો તેમાં ચાર પાંચ ટીપા મધ ભેળવવું. કાચા કેળા ને સૂકવી, ચૂર્ણ બનાવી, અડધો તોલો ચૂર્ણ દૂધ સાથે દરરોજ લેવાથી પ્રમેહ રોગ માં બહુ જ ફાયદો થાય છે.

કેળનો રસ ગાયના મૂત્રમાં પીવાથી પેશાબની ગરમી મટે છે. કેળા લીંબુ સાથે ખાવાથી મરડો મટે છે અને ખોરાક જલ્દી પચે છે. કેળામાં દહીં મેળવીને ખાવાથી પણ મરડો અને ઝાડા મટે છે. કેળાની છાલ ગળા ઉપર બહારની સાઈડ બાંધવાથી ગળાનો સોજો મટે છે અને કાકડા ભૂલ્યા હોય તો ફાયદો થાય છે. કેળના અને કમળના પાંદડા ઉપર સૂઈ રહેવાથી શરીરમાં થતાં દાહ-બળતરા શમી જાય છે.

કેળ ના અંદર ના ગર્ભ નો રસ કાઢીને પીવાથી પેટમાં ગયેલા વિષનો નાશ થાય છે. બાળકોના શરીર પર ફીકાશ ન આવે તે માટે બાળકોને કેળા આપવા જરૂરી છે. પાકા કેળા, આમળાનો રસ અને સાકર એકત્ર કરી સ્ત્રીઓને પીવડાવવાથી સ્ત્રીઓના પ્રદર અને બહુમુત્ર રોગ મટે છે.

કેળા ઉર્જાનો ખૂબ જ સારો એવો સ્ત્રોત માનવામાં આવે છે, તેમાં લગભગ ૧૦૫ કલેરી મળી આવે છે જે શરીરને કોઈપણ પ્રકારની નબળાઈથી બચાવે છે. જો તમે વ્યાયામ કર્યા પછી થાકી જાઓ છો, તો તરત એક કેળું ખાઈ લો. તે લોહીમાં ગ્લૂકોઝનું સ્તર વધારે છે અને તમને શક્તિ આાપે છે. કેળામાં ફાઈબર હોય છે, જેનાથી પાચનક્રિયા મજબૂત બને છે. ગૈસ્ટ્રિક જેવી બીમારીવાળા લોકોના માટે કેળા ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. તે લોકો જેમને કબજીયાતની ફરિયાદ રહે છે, તેમણે કેળા ખાવા જોઈએ.

કેળામાં સેક્સુઅલ હોર્મોન વધારવાની ક્ષમતા હોય છે, ખાસ કરીને પુરુષોમાં. કેળામાં સેરોટોનીન મળી આવે છે જે સંભોગ પછી ની ખુશી મહેસુસ કરે છે. પીરિયડ્સ દરમિયાન કેળા ખાવા દર્દમાં આરામદાયક બની રહે છે. કેળામાં એવા કેટલાય તત્વો હોય છે જે મૂડ સ્વિંગની તકલિફોને ઓછી કરી દે છે. જીભ પર કે ગળામાં ચાંદા પડવાની સમસ્યાને દૂર કરવા માટે ગાયના દૂધથી બનેલા દહીં સાથે કેળા ખાવાથી રાહત મળે છે.

દમની તકલીફ હોય તો કેળાનું સેવન લાભદાયી રહે છે. કેળાની છાલ સાથે કાળા મરીનો પાવડર લગાવીને છાલને ગરમ કરીને તે દર્દીને ખવડાવાથી આરામ મળે છે. ઉનાળાની ગરમીમાં નસકોરી ફૂટવાની સમસ્યાને દૂર કરવા માટે પાકેલા કેળાને ખાંડમાં મિક્સ કરીને ખાવાથી અઠવાડિયામાં જ ફાયદો થાય છે. શરીર પર કોઈ ઘા થયો હોય તો કેળાની છાલ બાંધવાથી સોજો આવતો નથી. આંતરડાના સોજા પણ નિયમિત કેળા ખાવાથી દૂર થાય છે.

જો તમે કોઈ જગ્યાએ દાઝી ગયા હોવ તો ત્યાં તરત જ કેળાનો પલ્પ લગાડવાથી બળતરા ઓછી થાય છે અને ડાધ પડતા નથી. કેળાના પલ્પને મધ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાડવાથી કરચલી દૂર થાય છે અને પ્રાકૃતિક ચમક આવે છે.

એવા વ્યક્તિઓ કે જે ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા હોય કેળુ ખાવાના કારણે તેને ડિપ્રેશનની સમસ્યા માંથી થોડે ઘણે અંશે રાહત મળે છે. કેળા ની અંદર એક પ્રકારનું દ્રવ્ય હોય છે જે તમારા શરીરની અંદર કેમિકલ પરિવર્તન કરે છે અને તમારું મન પ્રસન્ન કરી તમારા માનસિક તણાવને દૂર કરે છે. જેથી જ કેળાનું સેવન તમારા મૂડને સુધારવા માટે ઉપયોગી સાબિત થાય છે.

કેળા ની અંદર પૂરતી માત્રામાં આયરન હોય છે જે તમારા શરીરની અંદર હિમોગ્લોબીન માં વધારો કરે છે. આથી જ એનિમિયા થી પીડાતા લોકો માટે કેળા ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને વધુ માત્રામાં વિટામિન્સ અને પ્રોટીનની જરૂર હોય છે આવી પરિસ્થિતિની અંદર જો મહિલાઓને કેળાનું સેવન કરાવવામાં આવે તો તેના કારણે તેના શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહે છે.

Exit mobile version