આયુર્વેદની આ જબરજસ્ત ઔષધિથી સાંધા અને ગોઠણના દુખાવા 100% જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બાવળના ઝાડ સર્વત્ર થાય છે. બાવળ બે પ્રકારના હોય : છે : એક મોટું ઝાડ અને બીજું નાનું હોય છે. બંને દેખાવમાં તથા પાંદડાંમાં એક બીજાને મળતા આવે છે. પહેલી જાતનું ઝાડ નાનું હોય તે કાંટાવાળું હોય છે પણ કાંટા વાંકા હોય છે. દાંડી જાડી અને શરૂઆતમાં લીલી હોય છે. તેનું ફળ લાંબી સિંગ રૂપે હોય છે તેમાં પાંચથી વધુ ગાંઠો હોય છે. દરેક ગાંઠોમાં ચપટા દાણા હોય છે. તેનો ગુંદર રાતા રંગનો તથા પીળા રંગનો પારદર્શક હોય છે. બાવળ ને સંસ્કૃત માં બબ્બુલ અને અંગ્રેજી માં ઇન્ડિયન ગમટ્રી ના નામે ઓળખાય છે.

બીજી જાતના ઝાડ ને કાંટા હોય છે તથા કેટલીક જાતને બિલકુલ કાંટા હોતા નથી, પણ તેને ઘણી ડાળી હોય છે. તેના ફળ પણ ગોળ પડતા પણ ગાંઠ વગરનાં હોય છે. તેની છાલ આસમાની રંગની કાળાશ પડતી હોય છે તેમાં નાના દાણા હોય છે. તે દાણા ચપટા, લીલા ઘેરા, અડદિયા રંગના હોય છે. બંને જાતમાં બાવળનું ફૂલ પીળું, ગોળ તથા ખુશબુદાર હોય છે, એ સ્વાદે તૂરા હોય છે. બાવળ ની છાલ ગુણમાં ગ્રાહી છે. ગુંદર સ્નિગ્ધ અને શીતળ તેમજ પૌષ્ટિક છે. એનાં ફળ ગ્રાહી, ખાંસી, રક્તાતિસાર અને પ્રદર મટાડે છે.

બાવળની પાતળી ડાળીઓને દાતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આનાથી દાંત સ્વચ્છ થાય છે. એની છાલ નું ચૂર્ણ બનાવી ઘા પર લગાવવામાં આવે છે. એનાથી ઘા જલદી રુજાય છે. મુખપાકમાં એ ચૂર્ણ ના કોગળા કરવાથી મોઢાની ચાંદી મટે છે. બાવળના ફૂલનો અર્ક પીવાથી શરીર ની ગરમી અને ખોફ દૂર થાય છે. બાવળનાં ફળ નો રસ અને તાજાં પાન નો રસ પણ સ્ત્રાવ બંધ કરવા કામ લાગે છે. બાવળનાં નવાં ઊગેલાં તાજાં પાન રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે તે ગાળીને પીતાં પેશાબ માં થતી બળતરા મટે છે. એનાથી મૂત્રમાર્ગના જખમો દૂર થાય છે.

બાવળની સીંગોનું ચૂરણ એક ચમચીના પ્રમાણમાં સવાર-સાંજ નિયમિત રીતે લેવાથી હાડકા જલ્દી સાજા થઈ જાય છે.વાળના ખરવાની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે, માથા ઉપર બાવળના પાંદડાની પેસ્ટ લગાવવાથી ફાયદો થાય છે. કમળા ના દર્દી ને બાવળના ફૂલને સાકર સાથે ભેળવીને ઝીણું વાટીને ચૂર્ણ તૈયાર કરી આ ચૂર્ણની ૧૦ ગ્રામની ફાંકી રોજ આપવાથી જ કમળાનો રોગ મટી જાય છે. સાંધા ના દુખાવા માં બાવળની સીંગોને તડકામાં સુક્વી તેનો પાવડર બનાવી, આ પાવડરને દિવસમાં ૨ થી ૩ વખત ગોઠણ ઉપર લગાવતા રહેવાથી ગોઠણનો દુ:ખાવો તરત જ દુર થઈ જશે.

બાવળનાં પાન નો રસ પીવાથી તમામ જાતના રક્તવિકાર, રક્તાતિસાર દૂર થાય છે. એ શરીરનો દાહ પણ મટાડે છે. એનાં સૂકાં પાન, છાલ અને ફૂલ સાથે ગુંદર સરખે વજને લઈ ચૂર્ણ કરી એક ગ્રામ જેટલું ફાકવાથી પાતળી થયેલી ધાત ઘટ્ટ થાય છે. બાવળની અંતરછાલ, બાવળ ના મૂળ અને બાવળનો ગુંદર એ દરેક ત્રણ તોલા, કાથો ખેરસાર અને મોચરસ દરેક અડધો તોલો એલચી, બોડીઅજમોદ, કિરમાણી અજમોદ્  અને સફેદ સરસ એ દરેક પા તોલો લઈ પારદ અને ગંધક ભસ્મ એ પોણા તોલાની કજ્જલી  કરી ઉપરની દવાઓ ચૂર્ણ સાથે મેળવી, બાવળના ઝાડની કૂણી છાલની વરાળ દઈ ચણા જેવડી ગોળીઓ બનાવી શકાય. આ ગોળી અર્શ, કમળો, પ્રમેહ, મૂત્રાતિસાર, પ્રદર, ઊલટી, મોઢાની ખટાશ, આંતરડાંનાં ચાંદાં, રક્તદોષ અને પિત્ત વિકાર તમામ વ્યાધિઓ દૂર કરે છે. આની એકથી બે ગોળી લઈ શકાય.

બાવળનો ગુંદર, કતીરા ગુંદર, સફેદ ચંદન, વંશલોચન, જાવંત્રી, મોચરસ, માયુ અને બંગભસ્મ એ દરેક ૧૧ વાલ, કેરબો, મસ્ત કે, ગીલે અરમાની, ઇંદ્રજવ, પાખણભેદ અને લોધર એ દરેક આઠ હાલ, શંખાવલીના ઝાડની છાલ, સૂકો શિંગોડા એ ૧૪ વાલ, એલચી દાણા અડધો તોલો એ તમામનું બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ મૂત્રાશયના રોગો, મૂરસ્થાનના વરમ દૂર કરે છે. સાંધાના તમામ વ્યાધિ મટાડે છે. ઇન્દ્રિયોને તાકાત આપે છે તથા પેશાબની બળતરા દૂર કરે છે ત ઉપરાંત ફેફસાંના વ્યાધિ મટાડે છે. આ ચૂર્ણ માંથી એક તોલા જેટલું લઈ શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top