બટેટા કોને પ્રિય ન હોય? ઇન્ડિયન ફૂડમાં બટેટા ખૂબ જ અગત્યના છે. આમ છતાંય બટેટા ખાવા જોઈએ કે નહિં તેના પર અવારનવાર ચર્ચા થતી જ રહેતી હોય છે. ઘણા કહેતા હોય છે કે બટેટા ખાવાથી આળસ અને ચરબી વધે છે તો કેટલાંકનું કહેવું છે કે બટેટા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા છે. ગુજરાતમાં ગરમી પડતી બંધ થાય ત્યારે આસો, વદ કે કારતક સુદમાં તેનું વાવેતર કરવામાં આવે છે. આંખો વાળી ગાંઠો રોપીને તેનું વાવેતર કરાય છે. ફાગણ માસમાં કે તે પહેલા નવા બટાટાતૈયાર થાય છે. તેનાં પાન લંબગોળ આકારનાં અને રૂંવાદાર તેમ જ ફૂલ વાદળી અથવા ધોળા રંગનાં અને કલગીરૂપે હોય છે.
બટાકાની લાલ-ધોળો તથા નાના મોટા કદ પ્રમાણે ઘણી જાતો થાય છે. આંખો ઊંડી હોય તેવા મોટા, લાંબા, ગોળ અને બાફી ને તોડતાં સફેદ જણાતાં બટાટા સારા ગણાય છે. મહાબળેશ્વર બાજુના બટાકા મોટા, લાલ રંગના અને બહુ પૌષ્ટિક ગણાય છે. દુનિયાભરમાં શાક તરીકે બટાટાનું જેટલો ઉપયોગ થાય છે તેટલી ભાગ્યે જ બીજી કોઈ પણ શાકભાજી નો થતો હશે. આથી જ કેટલાક લોકો બટાકાને શાકનો રાજા ગણે છે. બટાટા સર્વ પ્રકારની જમીનમાં થાય છે.
બટેટાને હમેશા છાલ સહીત રાંધવા જોઈએ, કેમ કે તેનો સૌથી વધુ પોષ્ટિક ભાગ છાલની એકદમ નીચે હોય છે, જે પ્રોટીન અને ખનીજથી ભરપુર હોય છે. બટેટાની છાલમાં બીમાંરીઓ સામે લડવાની શક્તિ હોય છે. તે આરોગ્યની સાથે તમારા સોંદર્યને પણ વધારવામાં મદદ કરે છે. બટાટાની છાણાના દેત્વાં ની રાખવામાં શેકીને કે બાફીને ખવાય છે. બટાટાની કાતરી, વેફર, ભજિયાં, વડા, ખીર, પૂરી, શીરો વગેરે અનેક વાનગીઓ બને છે.
બટેટા ફરાળી ચીજ ગણાય છે. ઉપવાસના દિવસે લોકો તેને છૂટથી ખાય છે. બટાટાને બાફી, સૂકવીને તેનો લોટ બનાવવામાં આવે છે અને તેમાંથી શીરો-પૂરી વગેરે બને છે.
બટેટા નો છાલ સાથે ઉપયોગ કરવાથી થાય છે આ ફાયદા
બટેકાની છાલમાં માત્ર ફાઈબર જ નહિ પરંતુ બીજા પણ ઘણા બધા પોષક તત્વો રહેલા છે. બટેકા ની છાલના લીધે બટેકામાં પોષકતત્વો જળવાઈ રહે છે. એક બટેકાની છાલમાં 110 કેલરી રહેલી હોય છે. બટેકા હ્રદય માટે ખુબ સારા છે કેમ કે તેમાં ફેટ કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ નથી હોતું. બટેકાને બાફ્યા પહેલા તેની છાલ ન ઉતારવાથી તેમાં રહેલા પોષકતત્વો જળવાઈ રહે છે.
શરીર માં લોહી ની કમી થવાથી એનીમિયા ની સમસ્યા થઇ જાય છે. એનીમિયા થવા પર નબળાઈ અને ચક્કર જેવી સમસ્યા નો પણ સામનો કરવો પડે છે. એનીમિયા ની કમી વધારે કરીને મહિલાઓ માં મળે છે. લોહી ની કમી થવા પર આયર્ન યુક્ત વસ્તુઓ ખાવાથી લાભ મળે છે અને બટાકા ની છાલ માં આયર્ન સારી માત્રા માં મળે છે. તેથી એનીમિયા થવા પર તમે બટાકા નું સેવન તેની છાલ ની સાથે કરો.
જો શરીર નો કોઈ ભાગ બળી જાય તો તમે તેના પર તરત બટાકા ની છાલ લગાવવી. બટાકા ની છાલ લગાવવાથી ઘાવ માં બળતરા થતી નથી અને ત્વચા ને ઠંડક પહોંચે છે. સઘળી જાતના બટાકા ઠંડા, ઝાડાને રોકનાર, મધુર, ભારે, મળ તથા મૂત્રને ઉત્પન્ન કરનાર, વૃક્ષ, માંડ પચે તેવા અને રકતપિત ને મટાડનાર છે. એ કફ તથા વાયુ કરનાર, બળ આપનાર, વીર્યને વધારનાર અને અલ્પ પ્રમાણમાં અગ્નિ ને વધારનાર છે. બટાકા પરિશ્રમી, પરિશ્રમથી નિર્બળ બને, રકત પિત્ત થી પીડાતા, શરાબી અને તેજ જઠરાગ્નિવાળાઓ માટે અતિપોષક છે.
બટાકા ની છાલ ના ફાયદા સુંદરતા થી પણ જોડાયેલ છે અને બટાકા ની છાલ ને ચહેરા પર લગાવવાથી કરચલી ની સમસ્યા થી છુટકારો મળી જાય છે. બટાકા ની છાલ લઈને તેમને ત્વચા પર લગાડી અને થોડાક સમય પછી ચહેરા ને પાણી થી ધોઈ લેવો. એક અઠવાડિયા સુધી રોજ બટાકા ની છાલ ને ચહેરા પર લગાવવાથી કરચલીઓ એકદમ ગાયબ થઇ જે છે.
બટાકા નરમ હોય કે ઉપર દુર્ગંધ વાળું પાણી આવી ગયું હોય તો તેનો ઉપયોગ ન કરવો. મંદાગ્નિ વાળા, ગેસના કે મધુમેહના દરદીએ તેમજ માંદા માણસ બટાટા ખાવા હિતાવહ નથી. અગ્નિમાંદ્ય, આફરો, વાત પ્રકોપ, જવર, મળાવરોધ, ખુજલી વગેરે ત્વચા રોગ, પ્રમેહ, રકતવિકાર, અતિસાર, પ્રવાહિકા, આંતરડા નો ક્ષય, અર્શ, અપચો અને ઉદર કૃમિ એ રોગોથી પીડાતા રોગીઓ બટાકા ઓછી માત્રામાં ખાવા જોઈએ. યુનાની મત પ્રમાણે બટાકા વૃક્ષ, શીતલ, કામો તેજક, વીર્યવર્ધક, પચવામાં ભારે અને ઉદરવાતવર્ધક છે.
મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ. અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેજ ને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, બ્યુટી ટીપ્સ, ખેતીને લગતી માહિતી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Ayurvedam ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.