Site icon Ayurvedam

બરોળ ના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, જાણો અહી ક્લિક કરી

કોડીને લીંબુના રસમાં તથા ચોખાની કાંજીમાં પલાળવાથી તે શુદ્ધ થાય છે. આ શુદ્ધ થયેલ કોડીને માટીની મટકીમાં મૂકી, કપડમાટી કરી પકવવી. પછી કાઢીને લીંબુના રસમાં બોળવી. ફરી પાછી ઉપર મુજબ પકવવી. આમ ૭ વખત પકવવી, અને ૭ વખત લીંબુનાં રસમાં બોળવી.

તેમ કરવાથી જે ભસ્મ તૈયાર થશે તેને બે-બે ચપટી મધમાં સવાર-સાંજ દર્દીને આપવાથી બરોળનાં તમામ દર્દ મટે છે. વળી, ખાંસી અને શ્વાસ જે રોગીઓને વધારે રહેતા હોય તેમને પણ આ ભસ્મ આપવાથી ખૂબ ફાયદો થાય છે. આ સિવાય બીજા કેટલાંક ઉપાયો પણ છે. જે દર્દીને આપવાથી બરોળનાં રોગોમાં અસરકારક સાબિત થાય છે.

જવખાર, ખડીવોખાર, નવસાર, એળિયો, રેવંચીનો શીરો અને હીરાકસી આ બધી ચીજો સમભાગે લઈ કુવારના રસમાં ૧૨ કલાક ઘૂંટવું પછી ચણા જેવડી ગોળીઓ બનાવવી. તેમાંથી ૨ ગોળી વરીયાળીનાં પાણીમાં આપવાથી બરોળ મટે છે.

સરપંખાનું ચૂર્ણ ૬ ગ્રામ જેટલું રોજ દિવસમાં ૨ વાર આપવાથી બરોળનાં રોગમાં ખૂબ ફાયદો થાય છે. કુંવારપાઠાનો રસ લગભગ ૪૦ ગ્રામ લઈ તેમાં ૬ ગ્રામ હળદર મેળવી સવાર-સાંજ પીવાથી બરોળમાં ફાયદો થાય છે. બરોળ તેમજ લોહીની ગાંઠ પડી ગઈ હોય તો, રોહીડાનું ચૂર્ણ ત્રણ-ત્રણ ગ્રામ દિવસમાં ત્રણ વખત મધ સાથે રોજ લેવાથી રાહત મળે છે.

બરોળ તથા કલેજાની બિમારી હોય તો તે માટે લીંડીપીપર ૪૦ ગ્રામ, જળખાર ૫૦ ગ્રામ, હરડે ચૂર્ણ ૬૦ ગ્રામ આ ત્રણેય ચૂર્ણ મીક્ષ કરી રાખવા. તેમાંથી રોજ સવાર-સાંજ ૫-૫ ગ્રામ ચૂર્ણ લેવું. આ ઉપાય ખૂબ સરળ અને અસરકારક નીવડે છે.

મેથી ખાવાથી પણ બરોળમાં ફાયદો થાય છે. અશ્વગંધા, જવખાર, સંચળ, સિંઘવ, આંબા હળદર  આ બધા ચૂર્ણો મીક્ષ કરી તેને નારીયળની એક આંખમાં કાણું પાડી તેમાં ભરી દેવું અને તેને બંધ કરવું પછી તેને બાળવું. ઉપરની કાચલી બળી જાય ત્યાં સુધી બાળવું. પછી ઠંડુ કરી અંદરની દવાઓ સાથે વાટીને એક રસ કરવું.

થોરનાં ડીંડવાનો રસ સાકર સાથે ગરમ કરી પાવાથી બરોળની બિમારી મટે છે. તાડનાં ઝાડને બાળી તેની રાખ બનાવી તેનો ક્ષાર કાઢી ૨-૨ વાર આપવાથી બરોળની તમામ બિમારી મટે છે. મરી અને શુદ્ધ ટંકણખારનું સેવન કરવાથી બરોળ મટી જાય છે.

ફુલાવેલો ટંકણખાર, સંચળ, જવખાર, ફૂલાવેલો ટંકણખાર આ બધું જ સરખાભાગે લઈ, કુવારના રસથી ગોળી બનાવવી. ગોળીઓ ચણાનાં માપની બનાવવી. તેમાંથી ૧ થી ૨ ગોળી રોજ એકવાર પાણી સાથે લેવી. તેનાથી બરોળ, પેટમાં ગોળો, આફરો જે કંઈ થયું હોય તે મતાડવામાં મદદ કરે છે.

એક કિલો સૂકા અંજીરમાં ૫૦૦ ગ્રામ સરકો રેડી મૂકી રાખવો, તેમાંથી રોજ ૪ અંજીર સરકાવાળા ખાવાથી બરોળનાં તમામ રોગો પર ઘણો ફાયદો જોવા મળે છે. ફુલાવેલો ટંકણખાર ૧ થી ૨ ગ્રામ જેટલો ચેવલીનાં પાન સાથે ખાવાથી બરોળ મટે છે. લીવરનાં દુ:ખાવા માટે મૂળાનો રસ ૨૫ ગ્રામ દિવસમાં ત્રણ વાર પીવો અને દર્દ વાળી જગ્યાએ પણ મૂળાના રસની હળવે-હળવે માલીશ કરવી.

ચૂના અને મધનો લેપ પણ બરોળની ગાંઠ પર અસરકારક સિદ્ધ થાય છે. ગાંઠ ઉપર પહેલાં મધ ચોપડવું પછી ઉપર ચૂનો છાંટવો. પછી તેની ઉપર રૂ લગાવી રાખવું. કુંવારપાઠાનો રસ અને હળદર મેળવી રોજ ૧ ગ્લાસ પીવો.

પહેલાં ત્રણ દિવસ નસોતરનો જુલાબ લઈ પેટ સાફ કરી લેવું પછી ઉપરની એક રસ થયેલી દવામાંથી ૧ તોલો દવા રોજ ૧ વાર ખાવી. દવાના સેવન દરમિયાન કોઇ પણ જાતની ચિકાશ ખાવી નહીં. ખોરાકમાં ફક્ત જુવાર, ચોખા, મેથીની ભાજી, રીંગણનું ભડથું લેવું.

 

Exit mobile version