Site icon Ayurvedam

માત્ર થોડા જ સમય માં ડાયાબિટીસ, ફેફસા અને ગાળાના ઇન્ફેકશન માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો ઈલાજ અહી ક્લિક કરી જાણો અને શેર કરી દરેકને જણાવો

બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળે છે. આ છોડમાં બારેમાસ ફૂલ ખીલેલા રહે છે તેથી જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ છોડ શરીરમાં થતી બિમારીઓને પણ દૂર કરી શકે છે.

જે લોકોને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી છે તેના માટે આ ફૂલ ઔષધી સમાન છે. આ ફૂલ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે. આ ફૂલની 3-4 પાંદડી ચાવીને ખાવી જોઈએ તેનાથી ડાયાબિટીસના દર્દીઓ ને ફાયદો થાય છે.આ ઉપરાંત બારમાસીના 3 ફૂલને અડધા કપ પાણીમાં પલાળી દેવા. આ પાણીમાંથી ફૂલને કાઢી અને સવારે ખાલી પેટ તેને પી જવું. તેનાથી ડાયાબિટીસ ઘટે છે. આ પ્રયોગ નિયમિત 10 દિવસ કરવાથી ફાયદો થાય છે.

જો મધમાખી કે અન્ય જીવજંતુ કરડી જાય તો પણ આ ફૂલનો ઉપયોગ ઔષધ તરીકે કરી શકાય છે. આ ફૂલને પીસી અને તેનો રસ કાઢી ડંખ પર લગાવી દેવો. કોઈ જુનો ઘા હોય તો તેના પર પણ આ ફૂલના રસને ઔષધતરીકે લગાડવો. તેનાથી ઘામાં ઝડપથી રુઝ આવવા લાગશે. ચહેરા પરના ખીલને દૂર કરવા માટે પણ આ ફૂલ ઉપયોગી સાબિત થાય છે. ખીલ પર આ ફૂલનો રસ લગાડવાથી ચહેરા પરના ખીલના ડાઘ દૂર થાય છે.

બારમાસી નો નિયમિત ઉપયોગ કરવાથી લોહી સાફ થાય છે અને ચામડી નાં રોગો માં પણ તુરંત રાહત મળે છે.તેના પાન અને ફૂલ ની પેસ્ટ લગાવવા થી ચામડી નાં રોગો માં ફાયદો થાય છે.

બારમાસી બ્લપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે રોજ સવારે તેની પેસ્ટ ને પાણી માં મિક્સ કરી ને પીવા થી ફાયદો થાય છે.બારમાસી નાં ફૂલ ને નિયમિત ચાવવા થી પણ બ્લપ્રેશરને કંટ્રોલ  કરવામાં મદદ કરે છે.

જો વાળ ખરતા હોય કે સફેદ જેવી તકલીફથી ઘણા લોકો પરેશાન હોય છે. તેના ઉપાય માટે બારમાસીના ફૂલને કૂચડીને માથામાં ભરવાથી વાળ ખરતા અટકે છે અને સફેદ વાળમાં રાહત મળે છે. અને તેના મૂળને વાટીને તેલમાં ભેળવીને તેલ માથામાં નાખવાથી પણ વાળમાં ઘણો ફાયદો થયા છે.

બારમાસીનો ઉપયોગ ફેફસાના ઇન્ફેકશન જેવીકે ઉધરસ, ગળું બેસી જવું, આવી તકલીફોની સારવારમાં ઉપયોગ કરવામાં આવે છે. બારમાસીના ફૂલોમાં ક્ષારીય તત્વો જોવા મળે છે. જે ઉધરસ ની તકલીફમાં સંજીવની બુટીની જેમ સ્વાસ્થય માટે ફાયદાકારક છે. બારમાસીના પાન તોડવાથી તેનામાં દૂધ નીકળે છે. તે દૂધ ઘાવ પર લગાવવાથી ઇન્ફેક્શન થતું નથી. અને જલ્દી સારું થાય છે.

બારમાસીના છોડ પેટ માટે સારું સાબિત થાય છે. તેના પાંદડા નો રસ મોનોરેજિયા ની બીમારીની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આ બીમારીમાં સાધારણ સ્વરૂપે પિરિયડ આવવા લાગે છે. બારમાસીના પાનને વાટીને પાણીમાં નાખી તેનો રસ બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે. અને તેના મૂળને સૂકવીને પાઉડર બનાવીને રોજ પીવાથી પણ મોનોરેજિયાની બીમારીમાં ફાયદો થાય છે.

આયુર્વેદમાં માં જાણકાર સફેદ ફૂલ વાળો બારમાસીનો છોડ કેંસરની બીમારીની સારવારમાં ખૂબ સારી માનવામાં આવે છે. તેના પાંદડા કેન્સર વિરોધી હોય છે. તે કેંસરના સેલ્સને વધવાથી રોકે છે અને ખરાબ થયેલ ભાગને બીજીવાર સારું બનાવે છે. અને જો કેંસરના 1 સ્ટેજ વાળા દર્દીઓને બારમાસીના પાનનો રસ પાવાથી તેને વધતી બીમારી ને રોકવામાં ઘણો ફાયદો થાય છે. અને છેલ્લા સ્ટેજમાં જો તેનો ઉપયોગ કરવાથી દર્દીની ઇમ્યુનિટી શક્તિશાળી બનાવે છે. જેનાથી તે થોડાક વધારે સમય જીવન જીવી શકે છે.

મોઢા અને નાકથી લોહી નીકળવા પર બારમાસીનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. અવ્યવના  જકડાવવા પર તેણે બારમાસીના મૂળનો ઉપયોગ કરવા થી ફાયદો થાય છે. તેનો ઉપયોગ સ્કર્વી, ઝાડા, ગળાના દુખવામાં, ટન્સીલ્સમાં સોજો, લોહી નીકળવામાં આવી દરેક તકલીફોમાં ફાયદાકારક છે.

Exit mobile version