માત્ર 5 મિનિટમાં જ બંધ નાક તેમજ નાક અને ગળાની બળતરા દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઘણી વાર તમે પણ અનુભવ કર્યો હશે કે શરદી થઈ નહીં કે, સૌથી પહેલા નાક બંધ થઈ જાય છે. આ કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. જેના કારણે મોંથી શ્વાસ લેવાની જરૂર પડે છે. અને બંધ નાક ખોલવાનો પ્રયાસમાં જ્યારે નાક સાફ કરો છો તો કાંઈ જ બહાર આવતું નથી. પરંતુ ઘણી વાર ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન અથવા એલર્જીક રાઈનાઈટિસના કારણે સાઈનસમાં હાજર રક્ત વાહિકાઓમાં ઈન્ફ્લેમેશનથી જાય છે. અને આ જ કારણે નાક બંધ થઈ જાય છે. તો ચાલો આપણે જાણીએ બંધ નાક ને ખોલવા મટેના ઘરેલુ ઉપચારો.

ડુંગળી જરૂરી વિટામિન્સ અને ખનીજોથી ભરપૂર હોય છે. ડુંગળીમાં ઘણા બધા સ્વાસ્થ્ય ગુણો રહેલા છે જે બંધ નાકને ખોલવાના ગુણો રાખે છે. જો નાક બંધ થઇ જાય તો માત્ર 5 મિનીટ સુધી ડુંગળીની છાલને સૂંઘો, ત્યારબાદ જુઓ ચમત્કાર તમારું બંધ નાક ખુલી જશે અને તમે સરળતાથી શ્વાસ લઇ શકશો.

છીંકણીનો વધારે પડતો ઉપયોગ આમતો ખુબ જ હાનિકારક છે. પણ નાક બંધ થઈ જાય તો ચપટી છીંકણી સુંઘવાથી ખુબ વેગથી છીંક આવશે. અને મગજ પર ચડેલો રેશો નાકના રસ્તે બહાર નીકળી જશે. અને 5 મિનિટ બાદ માથું હળવુ થઈ જાય છે. ગરમ પાણીની સ્નાન કરી શકો છો. એવું કરવાથી બંધ નાક ખોલવામાં મદદ મળશે. ગરમ પાણીથી સ્નાન કરવા દરમ્યાન નિકળતી વરાળ નાકમાં ઈન્ફ્લેમેશનની સમસ્યાને ઓછી કરે છે અને નાક દ્વારા શ્વાસ લેવામાં સરળતા રહે છે.

ગરમ ચા કે સૂપ જ્યારે તમારું નાક બંધ હોય ત્યારે ગરમ પદાર્થોનું વધુ સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. એટલા માટે ગરમ ચા કે સૂપનું સેવન કરવુ. આ ગરમ પીણા પીવાથી નાકમાં વરાળ જાય છે જેના કારણે મ્યૂકસ પતલું થાય છે અને સરળતાથી બહાર આવી જાય છે. અને  નાક ખુલી જાય છે. બંધ નાક અને ખરાબ ગળાને રાહત આપવા માટે ગરમ પાણીમાં વિક્સ ઉમેરી અને સ્ટીમ લેવાથી પણ રાહત થાય છે.

શરદી અને પ્રદૂષણના કારણે નાક બંધ થઈ જતું હોય તો મરી પાવડર અને મધનું મિશ્રણ ઉત્તમ છે. એક મોટી ચમચી મધમાં 2થી 3 ચપટી મરી પાવડર ઉમેરી રાત્રે સૂતા પહેલા લેવું. આ મિશ્રણને ધીરે ધીરે ચાટવાને બદલે એક સાથે તેને ખાઈ લેવું. એક ચમચી લીંબૂના રસમાં કેટલાક ટીપા મધ નાખીને તેને 2-3 દિવસ પીવો. આ ઉપાય નાકને ખોલવા માટે ખૂબ લાભકારી છે.

નારિયેળ તેલ બંધ નાકને ખોલવા માટે સારો ઉપાય છે. જ્યારે પણ તમારું નાક બંધ થઇ જાય, તો તમે નારિયેળ તેલ આંગળીની મદદથી નાકની અંદર લગાવો. અથવા નારિયેળ તેલના કેટલાક ટીપાં નાકમાં નાંખો અને પછી ઊંડો શ્વાસ લો. થોડી ક જ મિનીટોમાં તમારું નાક ખુલી જશે. કપૂરની સુગંધ પણ બંધ નાકને ખોલવાની સારી રીત છે. આ નારિયેળ તેલની સાથે પણ સૂંઘી શકો છો, અથવા સાદું કપૂર સૂંઘવાથી પણ ફાયદો થશે. આ ઉપરાંત નાકને ગરમી આપીને બંધ નાકને સરળતાથી ખોલી શકાય છે.

જો કફ જામી ગયો હોય અને તે કારણસર નાક બંધ હોય તો તમારે સવાર સાંજ એક ચમચી અળસીના બીજને તેટલા જ ગોળ સાથે રોજ ચાવવી જોઈએ. કફ પણ નીકળી જશે અને નાક પણ સાફ થઈ જશે. અળસીના સેવનથી શરીરમાં જામેલો કફ બહાર નીકળી જાય છેઅને બંધ નાક ખૂલી જાય છે.

બંધ નાકને ખોલવા માટે તમે ઈચ્છો તો માથા પર ગરમ પટ્ટીનો ઉપયોગ કરી શકો છો. એવું કરવાથી નાક ખોલવામાં મદદ મળશે. એના માટે ગરમ પાણીમાં પટ્ટી કે ટોવેલ નાખી, નીચોવી અને પછી નાક અને માથા પર રાખો. આનો ગરમાવો નાકમાં ઈન્ફ્લેમેશનની સમસ્યાથી રાહત અપાવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top