બાળક સિક્કો કે કોઈ વસ્તુ ગળી જાય તો તરત કરી લ્યો આ ઉપાય નહીં જાવું પડે દવાખાને

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

નાનું બાળક રમતું હોય ત્યારે ઘરના લોકો તેની આસપાસ રહીને તેનું ધ્યાન રાખતા હોય છે પણ થોડું ધ્યાન આમતેમ થયું અને બાળક કંઈક ભૂલ કરી બેસે તો ઘરના લોકો હાંફળા-ફાંફળા થઈ જતા હોય છે. નાના બાળકની સમજ ઓછી હોવાના કારણે તેમને સાચા-ખોટાની ખબર નથી હોતી. બાળકોની એક સમાન્ય આદત હોય છે કે તેઓ રમતા-રમતા બધી વસ્તુઓ મોઢામાં નાખતા હોય છે. જે વસ્તુ બાળકના મોઢામાં જાય તેવી ન હોય પણ તેનાથી બેક્ટેરિયાનું ઈન્ફેક્શન લાગવાનો ખતરો રહે છે, અને તેનાથી સંભાળવું પડતું હોય છે. પણ જો કોઈ વસ્તુ નાની હોય અને તે ગળી જાય તો તેના ગળામાં અટકી શકે છે.

બાળકની આસપાસ રહેલા લોકો દુર્ઘટના યોગ્ય સમયે સમજી લેવાથી ટળી જતી હોય છે, પણ શ્વાસ નળીમાં અટકી જાય તો તકલીફ મોટી થઈ જાય છે. જો સમય રહેતા તેને બહાર કાઢવામાં ન આવે તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં પ્રાથમિક ઉપચાર શું કરવો તે ખબર હોય તે જરુરી છે.

બાળકને છીંક આવી જાય તો ગળામાં ફસાયેલી વસ્તુ બહાર આવી જતી હોય છે, માટે તેને છીંક આવે તેવા પ્રયત્ન કરવા જોઈએ.
જો બાળક તમારી વાતને સમજી શકતું હોય તો તેને સતત ખાંસી ખાવા માટે કહો. આવું ત્યાં સુધી કરવાનું કહો જ્યાં સુધી કફ ન બની જાય, અને પછી કફ શ્વાસનળીમાં ફસાયેલી વસ્તુને બહાર કાઢી દેશે.

બાળક કોઈ વસ્તું ગળી ગયું હોય તો તેને આગળની તરફ નમાવો. હવે એક હાથથી તેની છાતીને દબાવો અને બીજા હાથે પીઠ થપથપાવતા રહો. આ થપથપાવાનું બાળકની સહન શક્તિ પ્રમાણે થોડું કાઠું રાખવું જેનાથી બાળકના ગળા પર દબાણ પડે. આમ કરવાથી પણ ગળામાં ફસાયેલી વસ્તુ બહાર નીકળી શકે છે.

બાળકને આગળ વળાંક આપવો જોઈએ અને પછી તેની પીઠ પર 5 વખત દબાણ કરવું જોઈએ. છાતી પર 5 વખત બે આંગળીઓથી હળવા દબાણનો ઉપયોગ કરો. આ પ્રક્રિયાને 2-3 વાર પુનરાવર્તિત કરો. આ કફ પેદા કરશે અને ગળી ગયેલી વસ્તુ બહાર આવશે.જો મો માં કંઇક અટવાઈ જાય તો બાળકના પેટના ઉપરના ભાગને બંને હાથથી સજ્જડ રીતે પકડો. તેને આઘાત આપો અને તેને ઉપરની તરફ ઉભા કરો.

કફની રચના ન થાય ત્યાં સુધી આ રીતે ખાંસી ખવરાવો. આવી રીતે ગળી ગયેલો સિક્કો બહાર આવશે.જો બાળક વાદળી થઈ જાય છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તો શ્વાસની નળીમાં કંઈક અટક્યું છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડોક્ટર પાસે જાવ.
વસ્તું મોઢામાં નાખવાના પ્રયાસ, ખાસ કરીને બાળકોને સિક્કા રમવા ગમતા હોય છે અને વારંવાર તેને મોઢામાં નાખવાનો પ્રયાસ કરતા રહે છે અને શ્વાસ લેતી વખતે તેઓ કશું સમજે તે પહેલા તે ગળામાં ઉતરી જાય તેવા કિસ્સા બનતા હોય છે. સિક્કાની જગ્યાએ કોઈ બીજી સખત વસ્તુ પણ હોઈ શકે છે.

બાળક કોઈ વસ્તું ગળી ગયું હોય તો તેને આગળની તરફ નમાવો. હવે એક હાથથી તેની છાતીને દબાવો અને બીજા હાથે પીઠ થપથપાવતા રહો. આ થપથપાવાનું બાળકની સહન શક્તિ પ્રમાણે થોડું કાઠું રાખવું જેનાથી બાળકના ગળા પર દબાણ પડે. આમ કરવાથી પણ ગળામાં ફસાયેલી વસ્તુ બહાર નીકળી શકે છે.આટલું અચુક ધ્યાન રાખજો.

આમાંથી કોઈ પણ પ્રયોગ કરતી વખતે ધ્યાન રાખો આ માત્ર પ્રાથમિક ઉપચાર તરીકે ધ્યાનમાં રાખવું. જો થોડા પ્રયાસોથી ગળામાં અટકેલી વસ્તુ બહાર ન આવે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે આવા સમયે તાત્કાલિક નિર્ણય લેવાના હોય છે માટે ડૉક્ટર પાસે પહોંચવાના સમય દરમિયાન આવા પ્રાથમિક ઉપચાર કામ કરી જાય તો બાળકને જલદી રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!