બાળકને નવા દાંત આવતા હોય ત્યારે અપનાવો આ ટિપ્સ, તબિયત પણ સારી રહેશે અને ઊંઘ પણ સારી લેશે, વાંચવા અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બાળકોને દાંત જ્યારે આવે છે ત્યારે બાળક અચૂક બીમાર પડે છે.  આ સમયે બાળકને ડાયરિયા, તાવ, માથામાં દુખાવો જેવી સમસ્યા સતાવતી હોવાથી તેનો સ્વભાવ પણ ચીડિયો થઇ જાય છે. બાળક સતત રડ્યાં કરે છે. બાળકની આ સ્થિતિ જોઈને પેરેન્ટસ પણ મૂંઝવણમાં મૂકાય જાય છે.

દાંત આવતી વખતે થતી મુશ્કેલી પેઢામાં ખંજવાળ આવવી,આંખોમાં પીડા થવી,કબજિયાતની સમસ્યા,તાવ અને માથાનો દુખાવો.દાંત આવે ત્યારે પેઢાં કાપીને આવતા હોવાથી બાળકને દાંતમાં એક જાતનો વવરાટ પેદા થાય છે. તેથી બાળકને સઘળું મોંમાં નાંખવાની ઈચ્છા થાય છે. તેના હાથમાં આવતા રમકડાં, ધાવણી, બૂટ-ચંપલ વગેરે તરત મોંમાં નાંખે છે. તેથી તેની ઉપર રહેલાં જીવાણુઓ પેટમાં જઈ ઝાડા-ઊલટી કરાવે છે. આમ છેવટે તો તે ચેપી રોગ જ છે નહિ કે “દાંતના ઝાડા.”

વરિયાળી અનેક રોગો માટે ગુણકારી છે. વરિયાળીથી પાચન સારૂ થાય છે એટલે જ જમ્યા બાદ મુખવાસમાં પણ વરિયાળીનું સેવન કરવામાં આવે છે. દાંતની સમસ્યામાં ઉત્પન થયેલી પેટની ગરબડને ઠીક કરવા માટે  વરિયાળીનો પ્રયોગ કરો, વરિયાળી દાંત વિના તો  ચાવી નહીં શકે તેથી  તેને વરિયાળીનું પાણી આપો. એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી ઉકાળી લેવાની, ઉકાળ્યા બાદ આ લિકવિડને ગાળીને ઠંડુ પડવા દેવાનું, રૂમ ટેમ્પરેચરમાં ઠંડુ પડ્યાં બાદ દિવસમાં ત્રણ વખત થોડું- થોડું બાળકને પીવડાવો.

જ્યારે દાંત આવતા હોય છે ત્યારે બાળકના મશૂડામાં બહુ બધી તકલીફ થતી હોય છે. પેઢામાં ખંજવાળ આવતી હોય છે, જેના કારણે બાળક જે વસ્તુ હાથમાં આવે તેને મોંમાં નાખવાની કોશિશ કરે છે. આ સમસ્યામાં બાળકના પેઢા પર મધથી હળવે-હળવે મસાજ કરવાથી ફાયદો થાય છે.

તુલસી પણ દાંતની સમસ્યામાં લાભકારી છે. આ સમસ્યામાં તુલસીના પાનને મધ સાથે પીસીને દાંત પર, પેઢા પર લગાવવાથી પણ દાંતને નીકળવામાં સરળતા રહે છે. તેમજ દાંત નીકળવાની સાથે થતી મુશ્કેલી પણ રાહત મળે છે.

બાળકને દાંત આવતા હોય છે ત્યારે તે ખૂબ નબળાઈ ફીલ કરતું હોય છે. આ સમયે બાળકનું ડાયટ સુપાચ્ય હોવાની સાથે હેલ્ધી હોવું જોઇએ. આપ બાળકને પાકેલું કેળું, દલિયા, સૂપ,  આપવું જોઇએ,

બાળકના દુધિયા દાંત આવી ગયા હોય અને બાળક થોડુક સમજણુ થાય ત્યારથી જ તેના દાંતને બ્રશ કરવાનું શરુ કરી દેવું જોઈએ.દાંત સાથે ચોટી જાય તેવી ચીકણી ખાવાની વસ્તુઓ જેમ કે ચોકલેટ, ગોળ, મીઠાઈ વગેરે પર નિયંત્રણ રાખો. રાત્રે જમ્યા પછી કયારેય આવી ચીકણી ખાવાની વસ્તુઓ બાળકોને ખાવા આપશો નહિ.

દૂધની બોટલ મોઢામાં આપીને બાળકને સુવડાવવાની આદત પાડવી નહિ. તેનાથી બાળકમાં દાંતના સડાની શકયતા  ખુબ જ વધારે રહેશે અને સડાનો વિકાસ ઝડપી રહે છે, અને બાળકને “બેબી બોટલ સિન્ડ્રોમ“ નામનો રોગ થાય છે, જેમાં બાળકના લગભગ બધા દાંત સડી જાય છે.

બાળકોને જ્યારે દાંત આવવાની શરૂઆત થાય છે ત્યારે તેમના પેઢા સુજી જાય છે. તેમાં ખુજલી થાય છે, એટલા માટે તેને દરેક ક્ષણે ચેન નથી પડતું. આ દરમિયાન તે ખાસ કરીને આંગળી મોઢામાં નાંખે છે.તેને પોતાની આસપાસ, જે કંઈ પણ દેખાય છે તે પોતાના મોઢામાં નાંખે છે. આ દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળક જે કંઈ પણ મોઢામાં નાંખે તે ગંદુ ન હોય.

લીંડી પી૫ર અને ધાવડીનાં ફૂલનું ચૂર્ણ મધમાં ફીણીને પેઢા ઉ૫ર આંગળીના ટેરવાથી ધીમે ધીમે દિવસમાં ૩-૪ વાર ઘસવાથી દાંત સહેલાઈથી આવી જાય છે. કેળાંના ફૂલના કેસર (૫રાગ) નો રસ ૫ ગ્રામ કાઢીને તેમાં મધ અને સાકર મેળવી દિવસમાં ૩ વાર પિવડાવવો અને આ રસને પેઢા ૫ર ઘસવાથી બાળકના દાંત સહેલાઈથી આવી જાય છે.

સરસડાના બી ની માળા બનાવી બાળકના ગળામાં ૫હેરાવવાથી દાંત સરળતાની નીકળે છે. છી૫લાંની માળા ૫હેરાવવાથી ૫ણ દાંત સહેલાઈથી આવે છે.જસત અને તાંબાના તારને મખમલ કે ફલાલીન ગમે તેમાં વીંટાળીને તાવીજ જેવું બનાવી ગળામાં બાંધવાથી દાંત નીકળતી વખતે પીડા થતી નથી.

સાગૌન અને કાકડાશીંગી નાખીને દૂધને ખૂબ ૫કાવી સૂતી વખતે તેનો ૫ગના તળિયે લે૫ કરવાથી તરત બાળકોનું ઊંઘમાં દાંત કચકચાવવાનું બંધ થઈ જાય છે.ટંકણખારને મધમાં પીસીને બાળકોના પેઢા ૫ર ઘસવાથી દાંત જલદી નીકળી જાય છે. કોડીની ભસ્મ ને મધ સાથે મેળવીને બાળકના પેઢા ઉ૫ર ઘસવાથી આસાનીથી દાંત આવી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top