Site icon Ayurvedam

ગંભીરમાં ગંભીર રોગ માટેની દુનિયાની ઉત્તમ ઔષધિ છે આ, સાંધાના દુખાવા, કબજિયાત અને માનસિક શાંતિમાં તો એક દિવસમાં પરિણામ

ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ શું ક્યારેય કોઈએ બકરીના ઘીના ફાયદા જાણવાનો પ્રયાસ કર્યો છે. તમને જણાવી દઇએ કે, બકરીનું ઘી ગાય અને ભેંસના ઘી કરતા થોડી વધારે ચીકાશ અને મીઠાશ હોય છે. પાચન માટે બકરીના ઘીનું સેવન ખૂબ ફાયદાકારક છે. આ સાથે જ તેને હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

બકરીના ઘીમાં વિટામિન ઇ, વિટામિન ડી, વિટામિન બી 12 અને ઓમેગા -3 ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે બકરીના ઘીમાં ઝિંક, કોપર, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે.

બકરીના ઘીના ફાયદા:

બકરીનું ઘી ખાવાથી શરીરમાંથી મેટાબોલિજ્મને વેગ મળે છે. ચયાપચયને વેગ આપવાથી પાચન શક્તિમાં સુધારો થાય છે જે શરીરના વધતા વજનને નિયંત્રિત કરી શકે છે. બકરીનું ઘી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આ સાથે તે આપણા શરીરમાં પ્રોટીનનું સ્તર વધારી શકે છે, જે શરીરમાં ઘણી ગંભીર બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધારી શકે છે.

વ્યક્તિના હૃદયને સ્વસ્થ રાખવા માટે બકરીના ઘીને ખૂબ જ સારું માનવામાં આવે છે. આ ઘીમાં રહેલ સંતૃપ્ત ચરબી હૃદયને સ્વસ્થ રાખે છે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે, જેથી તમે હાર્ટ ડિસીઝનું જોખમ ઘટાડી શકો છો. કબજીયાતની સમસ્યા થવા પર ડુંટી અને એની આસપાસના પેટના ભાગ પર  બકરીના ઘી થી થોડી વાર માલિશ કરો. આ માલિશથી પાચન ક્રિયા વ્યવસ્થિત રીતે કામ કરવા લાગશે અને કબજીયાતની સમસ્યા દૂર થઇ જશે.

બકરીના ઘી ઉપરાંત, કોઈ વ્યક્તિ દરરોજ બકરીના દૂધનું સેવન કરે છે તો તેના હાડકા અન્ય મનુષ્યો કરતાં વધુ મજબૂત હોય છે. કેમકે કે બકરીના દૂધમાં કેલ્શિયમની સાથે મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે, જે હાડકાંને સ્વસ્થ રાખે છે. બકરીનું દૂધ ડેન્ગ્યુ રોગ માટે રામબાણ ઉપચાર છે. ગમે તેટલો ડેન્ગ્યુ હોય તો પણ બકરીનું દૂધ તેને જલ્દી દૂર કરે છે. ઘણી વાર ડોકટરો પણ દવાની જગ્યાએ બકરીના દૂધ પીવાની સલાહ આપે છે. 

બકરીના ઘી ના સેવનથી ધાતુઓની વૃદ્ધિ થઈ બળ વધે છે. મગજ શાંત રહે છે, ગરમી દૂર થાય છે અને લોહીની શુદ્ધિ થાય છે. બકરી નું ઘી અગ્નિ પ્રદિપ્ત કરનાર, નેત્રને હિતકારી, બળ ને વધારનાર, પાકમાં તીખું તેમ જ ઉધરસ, શ્વાસ અને ક્ષય પર હિતકારી છે. નાકમાં બકરીનું ઘી નાખવાથી વાળ ખરતા અટકે છે અને નવા વાળ પણ આવવા લાગે છે. આ ઉપરાંત, માનસિક શાંતિ મળે છે, સ્મૃતિ તીવ્ર બને છે. ઘી માં એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ રહેલા છે જેનાથી ચહેરામાં ચમક આવે છે.

Exit mobile version