શરદી-ઉધરસ અને ચામડીના નિખાર માં મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વરાળ લેવાના ઘણા આરોગ્ય લાભો છે, વરાળ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પરંતુ તેની સાથે તે ત્વચા, વાળ અને આરોગ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત મેળવવામાં મદદ કરે છે.જ્યારે દવા કામ કરતી નથી, ત્યારે કુદરતી ઉપાય કરવામાં આવે છે. આવી જ એક આયુર્વેદિક સારવાર વરાળ છે. શરદી હોય કે ચહેરાનો દુખાવો, આવી સમસ્યા માં બાફ લેવો એ  ફાયદાકારક છે.

જો સ્ટીમ ડિસ્પેન્સર ન હોય તો પછી વાસણમાં 3 કે 4 ગ્લાસ પાણી નાખી અને તેને ઢાંકી દો. 5 થી 8 મિનિટ સુધી તેને ગરમ થવા દો. આ પછી, માથા પર ટુવાલ નાંખો અને ઢાકણ કાઢી ને 5 થી 10 મિનિટ સુધી વરાળ લો. તમે અઠવાડિયામાં 3 અથવા 4 વખત આ કરી શકો છો. જો તમને શરદી થાય છે, તો તમારે દિવસમાં બે વાર આ કરવું જોઈએ.

ગરમ પાણીનો વરાળ નાક દ્વારા આપણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા અને ખરાબ બેક્ટેરિયાને દૂર કરવા માટે થાય છે, તે કફ અથવા શરદી જેવી સમસ્યાઓ દૂર કરે છે. ઉપરાંત, જ્યારે ગરમ વરાળ આપણી ત્વચા પર પડે છે, ત્યારે તે ત્વચાના છિદ્રોને ખોલે છે અને ત્વચાની ગંદકી દૂર કરે છે. આ કિસ્સામાં, ત્વચા સ્વસ્થ થાય છે.

શરદી ખસી અને કફ થાય ત્યારે નાસ લેવો રામબાણ ઉપાય છે. બાફ લેવાથી ન માત્ર શરદી જ ઠીક થશે પણ ગળામાં જમા થયેલ કફ પણ સરળતાથી નીકળી શકે અને તમને કોઈ જાતની તકલીફ થશે નહિ. બાફ લેતી વખતે તેમાં અજમો અને વિક્સ નાખવાથી વધુ સારો ફાયદો થાય છે પણ ખાલી પાણી થી નાસ લો તો પણ શરદી વખતે થયેલા માથાનો દુખાવો મટે છે.

શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેવી પરિસ્થિતિમાં નાસ લો. નાસ લેવાથી નાકના બંધ છીદ્રો ખુલી જશે સાથે શરદીમાં પણ રાહત થશે. ચેહરાની ડેડ સ્કિન હટાવવા અને કરચલીઓ ઓછી કરવા માટે પણ બાફ લેવો એક સરળ ઉપાય છે. આ ત્વચાને તાજગી પણ આપે છે. જેનાથી તમે તાજા રહેશો. બાફ ત્વચામાં ભેજ પણ જાળવી રાખે છે.

જો ચેહરા પર ખીલ છે, તો ચહેરાને બાફ આપો. તેનાથી રોમછિદ્ર માં જામેલી ગંદકી અને સીબમ સરળથી નિકળી જશે અને ત્વચા સાફ થઈ જશે. ત્વચાની ગંદકી દૂર કરવા અને ત્વચાને શુદ્ધ કરવા અને ત્વચાને કુદરતી ગ્લો આપવા માટે સ્ટીમ એ એક સરસ રીત છે. આ પદ્ધતિ કોઈપણ મેકઅપ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યા વિના તમારી ત્વચાને ગ્લોઇંગ કરી શકે છે.

ફેસ પર સ્ટીમિંગ યોગ્ય રીતે કરવામાં આવે તો એનો ઘણો ફાયદો થઈ શકે છે. નુકસાન વગર અને વધારે ખર્ચ કર્યા વગર સ્ટીમિંગ ની મદદથી ચહેરાને આકર્ષક બનાવી શકાય છે. સ્ટીમિંગ માટે ગરમ પાણી ભરીને એક ટોવેલ થી માથું ઢાંકી ને ગરમ ગરમ વરાળ લેવી. આવી રીતે સ્ટીમ લેવા થી ચહેરામાં વધારે નિખાર આવે છે.

સ્ટીમિંગ ની મદદથી ચહેરા પરના બ્લેકહેડ અને વાઇટહેડ નિકળી જાય છે. ખાલી પાણીની નાસ લોકોને ગમતી નથી જેથી તેમાં સુગંધી દ્રવ્ય અથવા જુદા જુદા આયુર્વેદિક દ્રવ્ય નાખવા જોઈએ જેમ કે નીલગીરી નુ તેલ, ચા ની ભૂકી, બામ અને તેમાં અજમો નાખવાનું પણ કહેવામાં આવે છે જે ઘણું સારું રહે છે.

ગરમ વરાળ અને વધતા જતા પરસેવો નું સંયોજન, તમારી રક્ત વાહિનીઓ ને મંદ કરે છે અને રુધિરાભિસરણ ને પ્રોત્સાહન આપે છે. લોહીના પ્રવાહમાં સુધારો તમારી ત્વચાને પોષણ આપે છે અને ઓક્સિજનને ફેલાવે છે. પરિણામે ત્વચાને કુદરતી ગ્લો મળે છે.

અસ્થમા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ નાસ લેવો ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ડોક્ટર આવી પરિસ્થિતિમાં નાસ લેવાની સલાહ આપે છે, જેથી દર્દીને રાહત મળી શકે. શ્વાસ લેવામાં તકલીફ થવાને અસ્થમા કહે છે. કોઈ વસ્તુની એલર્જી કે પ્રદૂષણને કારણે લોકોમાં આ તકલીફ સામાન્ય જોવા મળે છે.

અસ્થમા ને કારણે ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને નાકમાંથી અવાજ જેવી તકલીફ જોવા મળે છે. આમ તો લોકો આ તકલીફથી છુટકારો મેળવવા માટે હોમિયોપેથી દવાઓનું સેવન કરે છે પણ થોડા ઘરગથ્થું ઉપાયો દ્વારા પણ આ તકલીફ માં રાહત મેળવી શકાય છે અને અસ્થમા ને દુર કરવામાં આવી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top