Site icon Ayurvedam

પથરી, અનિયમિત માસિક ચક્ર થી લઈ અનેક સમસ્યાઓ માટે અમ્રુત સમાન છે આ જાડ ના દરેક અંગ, અહી ક્લિક કરી જરૂર જાણો તેના ફાયદા

હિંદુ ધર્મ માં વૃક્ષો અને છોડને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરે ઉગાડવા થી સુખ- સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા મળે છે. આવી સ્થિતિ માં આસોપાલવનું ઝાડ ઘરે ઉગાડવું શુભ પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ મુજબ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી.

કોઈ પણ વસ્તુ ને યોગ્ય દિશા માં લગાવવાથી જ લાભ મળે છે. આવી સ્થિતિ માં આસોપાલવના વૃક્ષ ને ઘરે વાવવા માટે ઉત્તર દિશા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.વાસ્તુ મુજબ ઘરે આસોપાલવ નું વૃક્ષ વાવવાથી સકારાત્મક ઉર્જા મળે છે. ઘર નું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ બની રહે છે.

આસોપાલવ નું સ્વાસ્થયલક્ષી મહત્વ :

માસિકચક્ર ને નિયમિત કરવા ઉપયોગી :

મહિલાઑને માસિક ના સમયગાળા માં દિવસો આગળ પાછળ થઇ જતાં હોય છે, કોઈ ને માસિક ના આવવાથી તકલીફ હોય છે તો કોઈ ને મોડુ આવવાથી તકલીફ થાય છે, આવું થાય ત્યારે આસોપાલવ ની છાલ નો ઉકાળો પીવો જોઈએ.

આ ઉકાળો બનાવવા માટે આસોપાલવ ની છાલ ને પાણી થી સાફ કરી ને આ છાલ ને ગરમ પાણી માં ઉકાળો અને તેમાં 1 ચમચી ખાંડ ઉમેરો, અને પાણી થોડુક વધે ત્યારે ગેસ બંધ કરી દો અને આ પાણી ઠંડુ પડે ત્યારે તેને પીવું જેથી માસિક ચક્ર નિયમિત રહશે, ઉકાળો ના પીવો હોય તો તમે એનું ચૂર્ણ પણ બનાવી શકાઈ અને રોજ આ ચૂર્ણ લેવું, આ ચૂર્ણ ખાવાથી માસિક નિયમિત આવશે.

ખીલ અને ખીલના ડાઘ કરો દૂર :

ચહેરાની સુંદરતા ઘટાડનાર ખીલ ને ફોડો તો ખાડા પડી જાય અને ના ફોડો તો રસી થઇ, અને સુકાયા બાદ તે ડાઘ બની કાયમ ચહેરા પર  રહી જાય છે, જેનાથી જળ મૂળ માથી છુટકારો આપે છે આસોપાલવ ! ખીલ અને તેના ડાઘ દૂર કરવા માટે આસોપાલવ ના પાન નો લેપ લગાવો.

આ લેપ બનાવવા માટે આસોપાલવ ના પાન ને પાણી માં સાફ કરી તેને પીસી લેવા ત્યાર બાદ તેમાં સરસવ નું તેલ મિક્સ કરવું અને આ લેપ ચહેરા પર લગાવવો, ત્યાર બાદ 15 મિનિટ સુધી એને રાખી જ્યારે એ સુકાઈ જાય ત્યાર પછી પાણી થી ચહેરો સાફ કરી લેવો..

ચહેરા પર ની કરચલી દૂર કરવા :

વધતી જતી ઉમર સાથે ચહેરા પર કરચલી ઑ પાડવાનું શરૂ થઇ જાય છે, ચહેરા પર ની ચમક ઊડી જાય છે, જો નિયમિત ચહેરા પર આસોપાલવ નો પ્રયોગ કરવાથી ચહેરા પર ની કરચલી ઑ દૂર થઇ જશે, એટલે 35 વર્ષ પછી જેના ચહેરા પર તેની ઉમર દેખાવા લાગે એમને આસોપાલવ ના ઝાડ  ની છાલ ના પાણી થી પોતાનો ચહેરો  સાફ રાખે, આસોપાલવ ના ઝાડ ની છાલ ને પાણી થી સાફ કરી અને એ છાલ ને પાણી માં ઉકાળો, પાણી ઉકળી જાય પછી એને ઠંડુ પાડવા દો, અને ગરણી થી ગાળી ને બોટલ માં ભરી લેવું, રોજ આ જ પાણી થી ચહેરો સાફ કરવો થોડા જ દિવસ માં તમને ફેર દેખાશે,

પથરી ના દુખાવા માં રાહત :

કેટલાક લોકો ને પથરી ની તકલીફ હોય છે, જે દુખાવો સહન ના કરી શકાય, પથરી ના દુખાવા માં ધાણા માણસો ની અવિશ્વસનીય વાતો પણ હોય છે, જે કોઈ ને પથરી ની તકલીફ હોય એને આસોપાલવ ના બી નું સેવન કરવું જોઈએ, 2 ગ્રામ આસોપાલવ ના બી ને પીસી લો અને રોજ એનું સેવન કરો જેથી કરીને દુખાવો દૂર થશે, અને કાયમ માટે રાહત રહેશે,

યાદશક્તિ માં વધારો કરવામાં :

જે વિદ્યાર્થીઓ વાંચે છે પુષ્કળ પણ થોડીવાર પછી ભૂલી જાય છે તો તેઓ આસોપાલવની છાલ અને બ્રાહ્મી સમાન માત્રામાં સુખાવીને તેનુ ચૂરણ બનાવી લે. આ ચૂરણને 1-1 ચમચી સવાર સાંજ એક ગ્લાસ કૂણાં દૂધમાં સેવન કરવાથી તરત લાભ મળશે.

આસોપાલવ નું ધાર્મિક મહત્વ :

તેનાથી ઘર માં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળી રહે છે. બીમારી થવા નું જોખમ ઓછું રહે છે. ઉપરાંત કોઈના અકાળ મૃત્યુ નું જોખમ પણ દૂર થાય છે. આસોપાલવનું ઝાડ શારીરિક તેમજ માનસિક તણાવ માંથી પણ રાહત અપાવે છે. તેમજ માનસિક રીતે ખલેલ પહોંચાડતી બાબતો થી પણ રાહત મળે છે.

આનાથી ઘર ના સભ્યો ના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે. આવી રીતે રોગો થવાનું જોખમ ઓછું રહે છે.તેના પાંદડા દોરા માં લગાવીને ઘર ના મુખ્ય દ્વાર પર લગાવો. આ ખરાબ નજર ને ઘરમાં આવતા અટકાવે છે.

ઘરે આસોપાલવના ઝાડ રાખવાથી ધન પ્રાપ્તિ ના યોગ માં વધારો થાય છે. આ રીતે પૈસા સંબંધિત દરેક પ્રકાર ની સમસ્યાઓ દૂર થાય છે.કોઇ પણ શુભ મુહૂર્તમાં આસોપાલવના ઝાડના મૂળ નીકાળી લો. તેને ગંગાજળથી સાફ કરીને પૂજા સ્થાન પર રાખો.

કોઈપણ શુભ મુહુર્તમાં અશોક વૃક્ષની જડને કાઢી લો. જડને કાઢીને તેને સ્વચ્છ પાણીથી અથવા ગંગાજળથી શુદ્ધ કરી લો. તમારા પૂજા સ્થાન પર માં દુર્ગાના મંત્રથી 108 વાર જપ કરો. ત્યારબાદ આ મૂળ જડને લાલ કપડા કે લાલ દોરાથી શરીર પર ધારણ કરવાથી કાર્યોમાં તરત જ સફળતા મળે છે. આની મૂળ જડને શુદ્ધ કરીને તકિયાની અંદર રાખવાથી વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ રહે છે.

જો આસોપાલવના ઝાડ પર રોજ પાણી ચઢાવવામાં આવે તો એ ગરમાં માતા ભગવતીનો વાસ રહે છે. એ મકાનમાં રોગ, શોક, ગૃહ, ક્લેશ, અશાંતિ જેવી સમસ્યાઓ રહેતી નથી. આસોપાલવ પર રોજ પાણી ચઢાવનાર વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા રહે છે. દર શુક્રવારે આસોપાલવના ઝાડ નીચે ઘી અને કપૂર મિશ્રિત દીવો લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી.

Exit mobile version