માત્ર 24 કલાકમાં વર્ષો જૂના કબજિયાત અને આંતરડાની ગંદકી સાફ કરવાનો 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજની સૌથી મોટી સમસ્યા છે પેટની તકલીફ અને તેનાતી થતા રોગો. લગભગ આશરે ૭૦ ટકા લોકો આ સમસ્યા થી પીડાતા હોય છે. આ બધાનુ મોટું કારણ છે આજનો ખોરાક. હળવી અને સરળતાથી પચી જાય તેવી વસ્તુ ખાવાથી કોઈ અસર થતી નથી પરંતુ જ્યારે તમે કોઈ ભારે વસ્તુનું સેવન તેની યોગ્ય માત્રા કરતા વધારે કરો ત્યારે તે પચતું નથી.

પરિણામે પેટમાં અને આંતરડામાં ગંદકી જામી જાય છે જેથી આંતરડાની સફાઈ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે.  આંતરડા એ આપણી પાચન શક્તિનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે, જે શરીરના તમામ ઝેરી તત્વોને દૂર કરે છે અને આપણા શરીરને અનેકવિધ બીમારીઓ સામે રક્ષણ આપે છે. તો ચાલો હવે આપણે જાણીએ આ આંતરડાની ગંદકી સાફ કરવાના અલગ અલગ ઉપચાર વિશે.

આંતરડાની ગંદકીને દૂર કરવા માટે નિયમિત સવારે એક ગ્લાસ સફરજનના જ્યુસની સાથે ૨ ચમચી લીંબુનો રસ ભેળવીને પણ પી શકો છો. આનાથી તમારા શરીરના બધા ઝેરીલા પદાર્થો બહાર નીકળી જશે સાથે જ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. દિવસની શરૂઆત જો સફરજનના જ્યુસની સાથે કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી આંતરડાની સફાઈ થાય છે અને શરીર એકદમ સ્વસ્થ રહે છે.

ત્રિફળા પાવડર : ૩-૫ ગ્રામ,  મધ : એક ચમચી, ગરમ પાણી : એક ગ્લાસ.. બનાવવાની રીત અને સેવન કરવાની રીત : આ મિશ્રણ બનાવવા માટે ૧ ચમચી મધ લઈ એમાં ૩-૫ ગ્રામ ત્રિફળા પાવડર ઉમેરો. અને તેને ૧ ગ્લાસ ગરમ પાણીમાં ભેળવીને તેનું સેવન કરો. અને આનું સેવન તમારે રાત્રે સુતા પહેલા કરવાનું છે. આમ કરવાથી પહેલા દિવસથી તમને કબજિયાતમાં આરામ જોવા મળે છે, અને તમારા પેટના તમામ રોગ દુર થઈ જાય છે. એટલા માટે પેટની સમસ્યા વાળા રોગીએ તેનું સેવન જરૂર કરવું જોઈએ. તમારું પેટ સવારે પાણીની જેમ સાફ અને હળવું થઈ જશે.

અળસીના બીજનો પાવડર પાણીની સાથે લેવાથી કબજિયાત દૂર થવામાં મદદ મળે છે. સવારે ભૂખ્યા પેટે એક કપ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચવીને તેમા એક નાની ચમચી દિવેલ ઉમેરીને પીવું. આ પાણી પીવાના 15-20 મિનિટ બાદ પેટ સાફ થઇ જશે. તે સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં 2-4 ટીંપા દિવેલ ઉમેરીને પીવું. જેથી સવારે પેટ સહેલાઇથી સાફ થઇ જશે.જો દિવેલ ના ભાવે તો  એક કપ દૂધમાં એક ચમચી શુદ્ધ ઘી ઉમેરીને પીવું.  રોજ તેનું સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થશે અને પેટ પણ તંદુરસ્ત રહેશે.

આંતરડામાં જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે તમારે દરરોજ ઓછામાં ઓછુ ૮-૧૦ ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. પાણી આંતરડાની સફાઈ માટે દવા જેવું કામ કરે છે અને શરીરના બધા અશુદ્ધ પદાર્થો ને બહાર કાઢીને શરીરને બધા રોગોથી મુક્ત રાખે છે. જો કોઈ વ્યક્તિ હંમેશા પેટ અથવા આંતરડાની સમસ્યાઓથી પીડાય છે તો તેણે હંમેશા ખોરાક સાથે દહીંનો ઉપયોગ કરવો જોઇએ.

દહીં એ પેટ અને આંતરડા માટે એક શ્રેષ્ઠ ખોરાક માનવામા આવે છે તેનુ સેવન એ વ્યક્તિની બધી આંતરિક સમસ્યાઓનું સમાધાન છે. વરિયાળી, ૧૦૦ ગ્રામ બેલનો પલ્પ, ઇસબગોલની ભૂસ અને નાની ઈલાયચીને એકસાથે પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ તેમા ૩૦૦ ગ્રામ દેશી ખાંડ ઉમેરીને કાચની બોટલમા ભરી દો.

આ ચુર્ણની ૨ ચમચી સવારના નાસ્તા પહેલા તાજા પાણી સાથે લો અને ૨ ચમચી સાંજે નવશેકુ પાણી અથવા તો ગરમ દૂધ સાથે લો. આ ચૂર્ણનુ સેવન કરવાથી તમારા આંતરડામાં રહેલી બધી જ ગંદકી સાફ થઇ જાય છે અને તમને કબજિયાત તથા આંતરડા સાથે સંકળાયેલ સમસ્યાઓમા રાહત મળે છે.

નિયમિત બે ચમચી એલોવેરાનો રસ એક ગ્લાસ પાણીમાં લેવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોથી મુક્તિ મળે છે. એલોવેરાનો રસ એ શરીરને હંમેશા હાઇડ્રેટ રાખે છે અને શરીરની ચરબી ઘટાડવામા પણ મદદરૂપ સાબિત થાય છે. નિયમિત સવારે આ રસને પાણી સાથે લેવાથી વ્યક્તિ ક્યારેય પેટ કે આંતરડાના રોગથી પીડાશે નહિ.

આંતરડાની ગંદકી દુર કરવા માટે મધ પણ રામબાણ નું કામ કરે છે. રોજ સવારે હુંફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી શરીરમાં રહેલ બધા ઝેરી પદાર્થ નીકળી જાય છે અને શરીરનું મેટાબોલીઝ્મ રેટ પણ વધી જાય છે. આ આંતરડાની ગંદકી દુર કરવામાં સૌથી વધારે અસરકારક સાબીત થયું છે.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top