ખૂબ પ્રયત્ન છતાં રાત્રે ઊંઘ ના આવતી હોય તો આજ થી જ કરી લ્યો આનું સેવન આવી જશે ઘસઘસાટ ઊંઘ

સામાન્ય માણસ માટે હવા, પાણી અને ખોરાક જરૂરી છે. તેવી જ રીતે ઉંઘ પણ એટલી જ જરૂરી છે. જો કે થોડી વધારે ઉંઘ આવે તો તે ચિંતાનો વિષય નથી પરંતુ અપુરતી ઉંઘથી ઘણી સમસ્યા સર્જાઈ શકે છે. જો તમને પણ પુરતી ઉંઘ ના આવતી હોય તો વિવિધ આર્યુવેદિક નુસખા અપનાવી શકાય છે. અને સારી ઉંઘ મેળવી શકાય છે.

સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો ભરપૂર ઊંઘ ન લેવામાં આવે તો શરીર સ્ફૂર્તિલુ નથી રહેતુ. અને આખો દિવસ માથાનો દુખાવો, બીપી કે થાક જેવી મુશ્કેલીઓ થતી હોય છે. જો કે ઘણા લોકો વારંવાર ઉંઘની દવાઓ લેતા હોય છે પરંતુ તે આરોગ્યને ખૂબ જ નુકશાન પહોંચાડે છે.

સૂતા પહેલા જો હલ્કો નાસ્તો કરવામાં આવે તો તેનાથી સારી ઉંઘ આવે છે. આ સમયે કાર્બોહાઈડ્રેટ લેવાથી મગજ શાંત રહે છે. આમ જો તમારુ મગજ શાંત રહેશે તો ઉંઘ પણ સારી આવશે. ડિનરમાં કેલ્શિયમની માત્રા વધારવી પણ તમારા માટે ફાયદાકારી બની શકે છે. તેને માટે તમે આખા અનાજ, વસા રહિત દૂધ, દહી, પીનટ બટર અને કેળા લઈ શકો છો.

રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર તેલથી માલિશ કરો. તેનાથી સારી ઊંઘ આવશે. જો તમને ઊંઘ નથી આવી રહી તો થોડીવાર માટે તમારી પસંદનુ મ્યુઝિક સાંભળો કે પછી પુસ્તક વાંચો તેનાથી પણ ફાયદો થશે. રાત્રે ચા કે કોફી ન પીવો. તેનાથી મગજની શિરાઓ ઉત્તેજીત થઈ જાય છે અને ઊંઘ નથી આવતી. સૂતા પહેલા પગને હળવા ગરમ પાણીમાં 15-20 મિનિટ માટે ડુબાડી રાખો.આમ કરવાથી દિવશ નો થાક દૂર થઈ જશે એટલે ઉંધ આવી જાય છે.

સારી ઊંઘ માટે શવાસન, ભ્રામરી પ્રાણાયમ જેવા આસન નિયમિત કરવાથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મળી જાય છે. રાત્રે ગરમ દૂધનું સેવન કરો અને તણાવથી મુક્ત રહો. અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, શતાવરી, મુળેઠી, આમળા, જટામાસી, સાચી ખુરાસાની અને અજમો આ બધી જ વસ્તુને 50-50 ગ્રામ બારીક ચુર્ણ બનાવી લો. રાત્રે સુતા પહેલાં 3 થી 5 ગ્રામની માત્રામાં દૂધની સાથે સેવન કરો. એક અઠવાડિયા બાદ આનો પ્રભાવ દેખાશે. અને અનિંદ્રા દૂર થઈ જશે અને ગાઢ ઉંઘ આવશે.

સલાડ સાથે કાચી ડુંગળી ખાવ કે પછી ડુંગળીનો વાટીને તેનો રસ કાઢી લો અને બે મોટી ચમચી રસ રોજ પીવો. તેનાથી ઊંઘ ન આવવાની ફરિયાદ દૂર થઈ જાય છે. ગળ્યા પદાર્થો ઉંઘ લાવવામાં સહાયક હોય છે. રોજ રાત્રે સૂતા પહેલા પચાસ ગ્રામ ગોળ કે કોઈ મીઠી વસ્તુ ખાવાથી અનિદ્રાની ફરિયાદ દૂર થઈ જાય છે. પણ ડાયાબિટીસના દર્દીઓએ આ પ્રયોગ ન કરવો જોઈએ. સૂવાના બે કલાક પહેલા રાત્રે જમી લેવુ જોઈએ. જમીને તરત સૂવું ન જોઈએ અને રાત્રે ખોરાક હળવો હોવો જોઈએ. જેનાથી તમે આરામથી સૂઈ શકો.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!