આજના સમયમાં અનિદ્રાની સમસ્યા વધી રહી છે. અનિદ્રા લાંબા સમય સુધી હાવી થતી રહે તો ભોગ બનનાર વ્યક્તિ અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો ભોગ બની શકે છે. હોર્મોનલ ચેન્જીસ, દર્દ, બીમારી, લાઈફસ્ટાઈલની આદતો વગેરેના કારણે અનિદ્રા થઈ શકે છે. અનિદ્રા : અનિદ્રા બે પ્રકારની હોય છે. એક તીવ્ર અનિદ્રા અને બીજો ક્રોનિક અનિદ્રા.
અનિદ્રાની આ સ્થિતિ વ્યક્તિને થોડા દિવસો અથવા થોડા અઠવાડિયા માટે પરેશાન કરી શકે છે. આ એક સામાન્ય પ્રકારની અનિદ્રા છે, જે કામ અથવા કુટુંબના દબાણને કારણે થઈ શકે છે. જેરે મગજના જ્ઞાનતંતુઓ નબળા પડે છે ત્યારે ઉધ બરાબર આવતી નથી. જેમને ઊંઘ ન આવતી હોય તેમણે ગરમ પદાર્થો અને ખાટા પદાર્થો ખોરાકમાં લેવા નહિ. આ ફરિયાદવાળા માટે નીચે ઉત્તમ પ્રયોગો દર્શાવવામાં આવ્યા છે. જેમને ઊંઘ ન આવતી હોય તેમણે સૂતી વખતે માથામાં ધૂપલ, તેલ અથવા બીજું કોઈ માથામાં નાખવાનું તેલ હોય તે નાખીને તેનું દસથી પંદર મિનિટ હળવે હળવે માલિશ કરવું.
અનિદ્રાની આ એક ગંભીર સ્થિતિ છે, જે એક મહિના કરતા વધુ ખલેલ પહોંચાડી શકે છે. ઘણા કિસ્સાઓમાં આ પ્રકારની અનિદ્રા બીજી શારીરિક બીમારીની આડઅસર તરીકે આવી શકે છે. . ઊંઘના ઉપચારની દૃષ્ટિએ પગે ઘી ઘસીને ગરમ પાણીમાં મીઠું નાંખી એમાં પગ બોળવાથી સારી ઊંઘ આવશે.
અનિદ્રાની સારવાર:
જે વ્યક્તિને ઉંઘ આવે છે તે ગરમ પાણીથી સ્નાન પણ કરી શકે છે. ગરમ પાણી શરીરના થાકને દૂર કરી તાજગી આપે છે, જે આરામદાયક ઊંઘ લેવામાં મદદ કરી શકે છે. એરંડાનું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમાં અનિદ્રાની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. લસણનો ઉપયોગ અનિદ્રાની સમસ્યામાં કરી શકાય છે. તે દવાની જેમ કામ કરી શકે છે, જે અનિંદ્રાની ફરિયાદને દૂર કરી શકે છે.
મેથી દાણાનો ઉપયોગ અનિદ્રાની સમસ્યામાં કરી શકાય છે. ખરેખર, તેમાં મેલાટોનિન હોય છે, જે ઊંઘની ગુણવત્તા વધારવામાં મદદ કરી શકે છે. તલનું તેલ ચિંતા જેવી સમસ્યાને ઓછી કરીને સારી ઊંઘમાં મદદરૂપ થઈ શકે છે. તેના ઉપયોગથી ચિંતાને કારણે અનિદ્રાની સમસ્યામાં રાહત મળી શકે છે.
૨ ગ્રામ પીપરીમૂળ અને ૧ ગ્રામ અજમાને વાટી ચૂર્ણ બનાવીને મધમાં ચાટવાથી સારી ઊંધ આવશે. મધમાં દવા ચાટ્યા પછી પંદર મિનિટ પણ પાણી ન પીવું. જો પાણી પીવાશે તો ઊંઘ નહીં આવે. ઊંઘ લાવવા માટે માથે માટી પણ લગાવી શકાય છે. પગના તળિયે ઘી ઘસવાથી પણ ઊંઘ આવે છે, પ્રથમ એક ડોલમાં સહેજ ગરમ પાણી લેવું અને તેમાં બંને પગ પાંચ-સાત મિનિટ સુધી બોળી રાખવા.
રાત્રે જમી લીધા બાદ ઓછામાં ઓછું 100 ડગલાં ચાલવાનું રાખો. રાતે સુતા પહેલા સ્નાન કરીને સૂવાથી ખુબ સારી ઊંઘ આવે છે. મંદ સંગીત સાંભળતા સૂવાથી પણ ઉત્તમ ઊંઘ આવે છે. મનપસંદ પુસ્તક વાંચવાથી પણ ઊંઘ સારી આવે છે. અનિદ્રાથી બચવા સુતા પહેલા હૂંફાળા દૂધમાં મધ ભેળવીને પીવો. રૂમની લાઈટ કે નાઈટલેમ્પ બંધ કરીને સુવો જેથી જલ્દી ઊંઘ આવશે.