આજકાલની જીવનશૈલી અને બેદરકારીઓના કારણે આપણે અનેક નાની-મોટી સમસ્યાઓથી પીડાઈએ છીએ. હાલ ચામડી સંબંધી સમસ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મસા શરીર ઉપર હોય સુંદરતામાં વધારવામાં ખરાબ લાગે છે. મસા થવાનું મુખ્ય કારણ પેલીલોમા વાયરસ છે. મસાના વાયરસ શરીરના બીજા ભાગોમાં ફેલાઇને શરીરના બીજા ભાગો પર પણ મસા ઉત્પન્ન કરે છે. જો તમે પણ મસાથી પરેશાન હોવ તો આજે અમે તમને આયુર્વેદિક પદ્ધતિથી માસા દૂર કરવાના ઉપાય જણાવીશું.
દિવસમાં બે વખત કેળાની છાલની અંદરથી સફેદ માવો કાઢીને તેને મસા પર લગાવો, મસા દૂર થઈ જાય ત્યાં સુધી આ ઉપચાર કરવાનું ચાલુ રાખો. એક ચમચી સફેદ વિનેગર એક પેસ્ટ બનાવવા માટે પૂરતા બેકિંગ સોડા સાથે મિક્સ કરો. આ પેસ્ટને મસા પર દિવસમાં બે વાર લગાવો. બેકિંગ સોડાના એન્ટિસેપ્ટીક અને એન્ટિફ્લેમેટરી ગુણધર્મો મસા બનાવનાર વાયરસનો નાશ કરવામાં મદદ કરશે. ખાવાનો ચૂનો મસા પર લગાવવાથી માત્ર 2-3 દિવસમાં મસા દૂર થાય છે.
ફ્લાવરનો રસ કાઢી મસા પર ૧૦થી 15 મિનિટ સુધી ઘસો. આ પ્રયોગથી પણ મસામાં ખૂબ ફાયદો થશે. તાજો મોસંબીનો રસ મસા ઉપર લગાવો. એક દિવસમાં 3 કે ચાર વાર લગાવો, મસા ધીરે-ધીરે ગાયબ થવા લાગશે. મસા ઉપર નિયમિત રીતે ડુંગળી મસળવાથી પણ મસા ગાયબ થઈ જાય છે.
લસણની મદદથી તમે મસાની સમસ્યાને દૂર કરી શકો છો. લસણમાં એક પ્રાકૃતિક ઉત્સેચક હોય છે, જે રંગદ્રવ્યોને દૂર કરીને મસાને બહાર આવવાથી અટકાવે છે. મસાથી છૂટકારો મેળવવા માટે લસણ લઈને તેની પેસ્ટ તૈયાર કરો. તેને મસા વાળા ભાગ પર લગાવો. આ ઉપાય કરવાથી મસાની સમસ્યા દૂર થઈ જશે.
એરંડાનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મસાને કાઢી નાખવા માટે એરંડા તેલના થોડા ટીપાંમાં 1 ચપટી બેકિંગ પાવડર મિક્સ કરો. આ પેસ્ટને તમારા મસા પર લગાવો. આ પેસ્ટને સતત 2 મહિના લગાવવાથી મસાની સમસ્યા દૂર થશે. તાજા અંજીરને મસળીને તેની થોડી માત્રા મસા ઉપર લગાવો. 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. પછી નવશેકા પાણીથી ધોઈ લો. મસા દૂર થઈ જશે.
વડના પાનનો રસ મસાનો ઉપચાર કરવા માટે ખૂબ જ અસરદાર હોય છે. તેના રસને મસાવાળી ત્વચા ઉપર લગાવવાથી ત્વચા સૌમ્ય થઈ જાય છે અને મસા આપમેળે જ પડી જાય છે. બટાકાને છોલીને તેનો કટકો મસા ઉપર ઘસવાથી થોડાં દિવસમાં મસામાં ફાયદો થાય છે. લીલા ધાણાને પીસીને તેનું પેસ્ટ બનાવી લો અને તેને રોજ મસા ઉપર લગાવો. ચૂનો ચોપડવાથી પણ મસો મટી જશે.
એલોવેરા ત્વચામાં ચમક લાવવાની સાથે-સાથે મસાને દૂર કરવા માટે બેસ્ટ ઘરેલુ ઉપાય છે. કારણકે તેમા રહેલા એન્ટી બેક્ટેરિયલ મસા દૂર કરવામાં સક્ષમ છે. તેના માટે રોજ તલ વાળી જગ્યા પર એલોવેરા જેલ લગાવીને 3-4 કલાક રહેવા દો અને બાદમાં તેને ધોઇ લો. ત્વચા પર રહેલા મસાથી છૂટકારો મેળવવા માટે વિટામિન-ઇ ખૂબ જ મદદ કરે છે. મસા પર વિટામિન-ઇનુ તેલ લગાવવું. થોડા દિવસ આ કરવાથી તમને મસા માથી હમેશા માટે છૂટકારો મળી શકે છે.
ખાટ્ટા સફરજનનો જ્યૂસ કાઢો. દિવસમાં એકથી ત્રણવાર મસા ઉપર લગાવો. મસા ધીરેધીરે ખરવા લાગશે. ચહેરાને સારી રીતે ધોઈ લો અને કોટનને સિરકા(વિનેગર)માં ભિંજવીને તલ-મસા ઉપર લગાવો. દસ મિનિટ પછી ગરમ પાણીથી ચહેરો ધોઈ લો. થોડા દિવસમાં જ મસા ગાયબ થવા લાગશે. કપાસ વડે લીંબુનો રસ મસા પર લગાવો. થોડા સમય પછી, તેને પાણીથી સાફ કરો. જો તમે આને બેથી ત્રણ અઠવાડિયા સુધી સતત કરો છો તો મસો આસાનીથી ઓગળી જશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.