આમળા એક એવુ ફળ છે, જેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેટ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ,આયરન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શિયાળામાં આમળા ખાવાથી હેલ્થને ખૂબ જ ફાયદા થાય છે. આમળાનુ સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓ પણ દૂર થાય છે. જો નિયમિત રૂપે આમળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે બુઢાપો પણ દૂર થઇ જાય છે.
સાથે સાથે શરીરને અનેક પ્રકારની બીમારીઓ જેવી કે મધુમેહ હૃદયની બીમારીઓ વગેરે બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આમળા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. એક આમળા ની અંદર 3 સંતરા જેટલું વિટામિન સી મળી જાય છે. આમળા ખાવાથી લીવરને શક્તિ મળે છે. જેથી કરીને શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો બહાર ફેંકાઈ જાય છે.
આમળાનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આમળાંનું જ્યૂસ પીવાથી લોહી શુદ્ધ થઈ જાય છે. અને તેની અંદર રહેલી બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. આમળા ખાવાથી આંખો ની સમસ્યા દૂર થાય છે. આમળાનું સેવન આંખોની રોશની વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે. આમળાનું સેવન શરીરની ત્વચા તથા વાળની દરેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
સવારમાં નાસ્તામાં જો આમળાના મૂળાનું સેવન કરવામાં આવે તો તેના કારણે શરીર સ્વાસ્થ્યમય બની રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો નિયમિત રૂપે આમળાના અને હળદરના ચૂર્ણનું સેવન કરવામાં આવે તો શરીરની અંદર શુગરનું લેવલ જળવાઈ રહે છે. અને ડાયાબીટીસ ની સમસ્યામાંથી છુટકારો મળે છે.
હરસના દર્દીએ આમળાના એકદમ બારીક પાઉડર અને સવાર-સાંજ ગાયના દૂધની સાથે સેવન કરે તો તેના કારણે હરસની સમસ્યામાં ફાયદો થાય છે. આમળાનું સેવન કરવાથી હદય મજબૂત બને છે. અને સાથે-સાથે હૃદયને લગતી બીમારીઓ દૂર થાય છે. આથી સવાર સવારમાં આમળાનું સેવન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિને ઉધરસ આવતી હોય તો દિવસમાં ત્રણથી ચાર વખત આમળાના મુરબ્બા ને ગાયના દૂધની સાથે ખાવામાં આવે તો ઉધરસની સમસ્યા તરત દૂર થઈ જાય છે. જો કોઈ પણ વ્યક્તિને પેશાબમાં બળતરા થતી હોય તો આમળા ની અંદર થોડું મધ ભેળવીને સેવન કરવામાં આવે તો તેના કારણે પેશાબમાં થતી બળતરા માંથી છુટકારો મળે છે.
શરીરમાં થયેલી પથરીની શિકાયત ને દૂર કરવા માટે આમળાનો જ્યુસ સર્વોપરી માનવામાં આવે છે. જો આમળાંના ચૂર્ણની અંદર મૂળાનો રસ ભેળવી 40 દિવસ સુધી સેવન કરવામાં આવે તો તેના કારણે કિડનીની પથરી દૂર થઈ જાય છે. આમળામાં ઓરેન્જથી વધારે વિટામિન C મળે છે.આ ઉપરાંત પણ આમાં અનેક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે હેલ્થ માટે ફાયદાકારક છે.
દરરોજ આમળાનો રસ પીવાથી માત્ર 10 દિવસમાં તેની બોડી પર પોઝિટિવ અસર જોવા મળે છે. આમળાનુ સેવન કરવાથી હાડકા મજબૂત અને તેને તાકાત મળે છે. આમળાનો રસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ થાય છે. હાર્ટ પ્રોબ્લેમ્સથી બચાવવામાં મદદરૂપ થાય છે. આમળાના રસમાં એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે ઘુંટણાના દુખાવા સહિત તમામ પ્રકારના સાંધાના દુખાવાથી રાહત અપાવવામાં મદદ કરે છે.
આમળાના રસમાં ડાયયૂરેટિક ગુણ હોય છે. આમળાના રસમાં ફાઇબરની માત્રા વધારે પ્રમાણમાં હોય છે. આને પીવાથી ડાઇજેશન સારૂ રહે છે. અને કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો મળે છે. આમળાનો રસ પીવાથી બોડીના ટોક્સિન્સ દૂર થાય છે. સ્કિનની ચમક વધે છે અને વાળ કાળા અને ઘટ્ટ બનવામાં મદદ કરે છે. આમળામાં વિટામિન C ની માત્રા વધુ હોય છે. જે નબળાઇ દૂર કરવામાં મદદ કરે છે. આને પીવાથી તરત જ એનર્જી મળે છે.
રોજ આમળાનો રસ પીવાથી મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. સ્ત્રીઓ ના પીરિયડસ મોડા આવવા, વધુ રક્તસ્ત્રાવ થવો, માસિક ધર્મ જલ્દી જલ્દી આવવો. અને પેટમાં દુખાવા જેવી અનેક સમસ્યાઓ માટે આમળાનુ સેવન કરવુ ખૂબ જ લાભકારી હોય છે. આમળાનુ સેવન કરવાથી ખાવાનું સહેલાઈથી પચી જાય છે. અને પાચન ક્રિયા માં પણ સુધારો થાય છે. આમળા મેટાબોલિક ક્રિયાશીલતાને વધારે છે.
પચાસ ગ્રામ સૂકા આમળા, પચાસ ગ્રામ જીરૂ અને ૨૧ કાળા મરીને મિક્સરમાં વાટી લો આ મિશ્રણને રોજ મધ સાથે પાંચ ગ્રામ ચાટી જઈ તરત જ ઉપર એક ગ્લાસ હૂંફાળું પાણી પી લો. શરદી, કફ અને અસ્થમા જેવી બિમારીઓથી રાહત મળશે.