અમરવેલ સોના જેવી પીળી અને દોરા જેવી પાતળી વેલ હોય છે. તે ઝાડ કે ખરસાંડી નામની વનસ્પતિ ઉપર થાય છે. તેને જમીનમાં મૂળ હોતું નથી, તેમ તેને પાન પણ થતાં નથી. જુદા-જુદા પ્રાંત મા આ વેલ ને અલગ-અલગ નામ થી ઓળખવામા આવે છે. જેમ કે આકાશબલ્લી , રસબેળ , ડોડાર , અંધબેલ , આલોક-લતા , સ્વર્ણ-લત્તા , અમર-વેલ , આકસબેલ વગેરે.
આ વેલ ઝાડ ના મુળીયા તેમજ તેમની ડાળખીઓ મા થી ઉદ્દભવે છે. તેને જમીન સાથે કઈ લાગતુ વળગતુ નથી. આ વેલ ને તમે કોઈ ડાળખી પર મુકી દો તો તે ત્યા પણ વિકસવા લાગે છે. પીળા રંગના કારણે બીજા વૃક્ષો ઉપર સહેલાઈથી જોઈ શકાઈ છે. અમરવેલ નામની આવી પરાવલંબી વનસ્પતિની લગભગ ૧૭૦ પ્રજાતિઓ છે.
નામ પ્રમાણે પોતે તો અમર રહે છે, પણ અન્ય વનસ્પતિઓ માટે મોત સમાન બની જાય છે. સ્વર્ણલતા, આકાશવેલ, નિર્મલી, અમરલતી, ચૂડેલબાલ, ભૂખી જાળ જેવા અનેક નામથી જાણીતી પરોપજીવી અમરવેલ સો મીટર લંબાઇ સુધી પણ ફેલાઇ શકે છે. કપાસ, બોરડી, જાંબુ, સીસમ, બાવળ અને અશોક જેવા વૃક્ષો તો ઠીક, પણ નાનીમોટી ઝાડિયો અને કાંટાળા થોરને પણ પોતાની લપેટમાં લઇ લે તેવી નિર્દયી છે.
અમરવેલના સફેદ,પીળા કે ગુલાબી ફૂલ તે જે છોડ પર અવલંબિત હોય તેના જેવા જ હોય છે. તેના બી કદમાં તો નાના હોય છે તો પણ વિપરીત સંજોગોમાં માટીમાં પડ્યા બાદ દસ પંદર વર્ષો સુધી જીવતાં રહી શકે છે. બી જમીનની સપાટી પર એક વાર અંકુરિત થાય પછી તેને કોઇ પોષણ મળે તેવા વૃક્ષ કે છોડના આધારની જરૂરત પડે છે.
જો તેને એક અઠવાડિયા સુધી કોઇ પોષણયુક્ત આધાર ન મળે તો એ મરી પણ જાય છે. અમરવેલ ગંજાપણું, ગઠીયા, સાંધાનો દુખાવો, બવાસીર, વાગ્યું ત્યારે, બાળકોની લંબાઈ વધારવા, નજર નબળી થાય ત્યારે વગેરે રોગોમાં ઉપયોગી છે. આવો જાણીએ આના વિભિન્ન રોગોમાં પ્રયોગ. અમર વેલ માં થતાં પીળા કલર ના ફૂલ ને એક ઉત્તમ પ્રકારની ઔષધી ગણવા માં આવે છે. આ ફૂલ નો વપરાશ લોહી ના શુદ્ધીકરણ તેમજ લીવર અને કિડની ને સાફ કરીને કાર્યક્ષમતા વધારવા માટે થાય છે.
ટાલિયા પણું થાય ત્યારે અથવા વાળ ખરે ત્યારે ૩૦ ગ્રામ અમરવેલને વાટીને તેમાં ૨ ચમચી તલનું તેલ ભેળવીને માથા પર મસાજ કરવાથી વાળ ખરતા બંધ થાય છે, અને ખરી ગયેલા વાળ ફરીથી આવવા લાગે છે. દરરોજ અમરવેલને વાળમાં લગાવીને ધોવાથી જલ્દી ફાયદો થાય છે. અમરવેલ વાળમાં ખોડા અને જુ ને જલ્દી નષ્ટ કરવામાં સક્ષમ છે.
અમરવેલને ઘસીને પેસ્ટ બનાવી લો. ગઠીયા, સાંધા ના દુખાવાવાળા અંગોના સ્થાને લેપ લગાવીને પાટો બાંધી દો. અમરવેલની પેસ્ટ તરત ગઠીયા, સાંધા ના દુખાવાનો સોજો સરખો કરવામાં સક્ષમ છે. અમરવેલને પાણીમાં ઉકાળીને તેને સોજાની જગ્યાએ શેક કરો. થોડા જ દિવસો સુધી તેનો ઉપયોગ કરવાથી સોજો ઓછો થઈ જાય છે.અમરવેલના પત્તાના રસમાં સાદુ મીઠુ મેળવી દાંત ઉપર ઘસવાથી દાંત ચમકી જાય છે.
બવાસીર થાય ત્યારે ૨૦ ગ્રામ અમરવેલનો રસ લઈને તેને ૫ ગ્રામ જીરાનો પાઉડર અને ૪ ગ્રામ તજના પાઉડરમાં સારી રીતે ભેળવીને ૧ ગ્લાસ પાણીમાં ભેળવીને સતત સવાર સાંજ ત્રણ દિવસ પીવાથી ખૂની અને સાદી બવાસીર બંનેમાં ખુબ આરામ મળે છે.
ખંજવાળ હોય, અમરવેલ પીસીને તેનો લેપ કરવાથી ખંજવાળ સમાપ્ત થઈ જાય છે.પેટ ફૂલવા તથા અફારો થાય ત્યારે તેના બીજ પાણીમાં ઉકાળીને પીસી લો. તેના ઉકાળાનો લેપ પેટ ઉપર લગાવાવથી અફારો અને પેટની પીડા દૂર થઈ જશે.ખૂનની ખરાબી થાય ત્યારે કોમળ તાજી ફળિયોની સાથે તુલસીના ચાર-પાંચ પત્તાને ચાવીને ચૂસવી જોઈએ.તેનાથી પત્તાનો રસ પીવાથી મૂત્ર સંબંધી વિકાર દૂર થઈ જાય છે.અમરવેલના ફૂલોને ગુલકંદ બનાવી ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે.
અમરવેલની ડાળીનું દૂધ ચહેરા ઉપર લગાવવાથી ગજબનો નિખાર આવે છે. અમરવેલના ચૂર્ણને સૂઠ અને ઘી મેળવી લેપ કરવાથી જૂનો ઘાવ ભરાઈ જાય છે કે તેના બીજ પીસીને જૂના ઘાસ ઉપર લેવ કરો, તેનાથી ઘાવ સારો થઈ જાય છે. અમરવેલ સંપૂર્ણપણે ક્ષૃપ તેમજ નાના જાડ પર છવાઈ નુકશાન કરે છે. અમરવેલનાં બીજમુક્ત હોય તેવું બિયારણ વાપરવું. અમરવેલનું નિંદાણ દૂર કરવા હાથથી વીણી અથવા કાપી ને દૂર કરવી અથવા નીંદણ નાશક દવાઓનો છટકાવ કરવો.