Site icon Ayurvedam

હોજરીના ચાંદા સહિત તેના કોઈ પણ રોગ માથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ ઈલાજ, અહી ક્લિક કરી જાણો

હોજરી આપના શરીર નું ખુબજ મહત્વ નું અંગ છે. તેના વિના જીવન અશક્ય છે. ઘણા લોકો ને આના વિષે ખબર હોતી નથી અને જીભ ના સ્વાદ માટે મનગમતા ચટાકેદાર ભોજન ખાઈ ને હોજરી ને ખરાબ કરી નાખે છે. અને પછી એ ભયંકર બીમારી માં પરિણામે છે. અને કયાં માટે ચટાકેદાર ભોજન ખાવા નું બંધ થઈ જાય છે.

વધુ પડતાં મસાલેદાર ખોરાક ના પરિણામ સ્વરૂપે પાચનમાર્ગની દીવાલો પર ચાંદા પડે છે. આ ચાંદા પાડવાના રોગ ને અલ્સર કહે છે. અલ્સર મોટેભાગે પક્વાશય (આંતરડાનો પ્રથમ ભાગ)માં સામાન્યપણે સૌથી વધુ પ્રમાણમાં થાય છે.

અપચો ન થાય તે માટે ભરપેટ જમવાના બદલે થોડો થોડો આહાર લેવો..સ્વચ્છ કરાયા હોય તથા યોગ્ય રીતે રાંધવામાં આવ્યા હોય તેવા ખાદ્ય પદાર્થ લેવા.આહારમાં સફરજન, ક્રેન બેરીઝ, સેલરી અને લસણ જેવા ખાદ્ય પદાર્થનો સમાવેશ કરવો.

વધુ રેષા ધરાવતા ખાદ્ય પદાર્થ લેવા જેમ કે ઓટ્સ હોલ વહિટ બ્રેડ, સોયાબીન વગેરે.અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ, દિવસમાં ઓછામાં ઓછા 30 મિનિટ સુધી વોકિંગ / કસરત પહેલા પુષકળ પાણી પીવું.એસિડયુક્ત, તળેલા – ચરબીયુક્ત, મસાલેદાર તથા તીખા ખાદ્ય પદાર્થ ન લેવા.ધુમ્રપાન ન કરવું.

કોફી, ચા, કેફિનયુક્ત પીણાં, કાર્બોનેટ પીણાં તથા એસિડયુક્ત પીણાં (જેમાં ખટાશયુક્ત ફળો હોય) તેવા ન લેવા.દારૂનું સેવન ન કરવું.હંમેશા તમે સુઈ જાઓ એના ઓછામાં ઓછા બે થી ત્રણ કલાક પહેલા તમારું ભોજન લઈ લેવું.ચુસ્ત કપડાં ન પહેરવા ખાસ કરીને કમરની આસપાસ કારણ કે એનાથી તમારા પેટ પાર દબાણ આવે છે.

આયુર્વેદિક ઉપાય :

જમ્યા પછી વળવું નહિ તથા વજનદાર ચીજવસ્તુ ઉંચકવી નહીં.થોડો થોડો આહાર લેવો જોઈએ, ધીમે ધીમે ચાવીને જમવાનું 3 વખત ભરપેટ જમવાના બદલે 5 થી 6 વખત થોડું થોડું ભોજન લેવું..

જમ્યાં પછી 30 – 60 મીનીટ સુધી ટટ્ટાર સ્થિતિમાં રહેવું, આડા પડખે સુઈ જવું નહીં.સુતા સમયે તમારા બેડના માથાનો ભાગ 6 – 8 ઇંચ ઉંચો રાખવો. આમ કરવાથી રાતના સમયે રિફ્લકસન લક્ષણો ઓછા થવામાં સહાયતા થશે.જો તમારું વજન વધારે હોય તે ઓછું કરવું.

માનસિક તણાવ ઘટાડવો.તમને છાતીમાં બળતરા કરે એવા ખાદ્ય પદાર્થો તથા પ્રવુતિઓની ડાયરીમાં નોંધ કરી રાખો.ચોકલેટ, મીઠાઈ, ફ્લેવરવાળા પદાર્થો જેવા કે પીપરમિન્ટ ન લેવા.છાતીના વચ્ચેના ભાગમાં બળતરા થવી, બેચેની અનુભવવી,ગળાના એસિડના ખાટા કે તીખો સ્વાદ અનુભવાય છે.

બટાકાનો રસ અઠવાડિયા માટે તમારે 20 ગ્રામ ભોજન પહેલાં અડધો કલાક માટે ત્રણ વાર લેવાની જરૂર છે. આગામી સાત દિવસો દરમિયાન, ડોજ બમણો થાય છે, ત્રીજા – ત્રણ વખત. પછી, મહિનાના અંત સુધી, તમારે એક સમયે 100 ગ્રામ પીવો જોઈએ.

પ૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સિંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબૂત બૂચ મારી એક અઠવાડિયા સુધી રાખી મૂકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ ૫૦ થી ૬૦ ગ્રામ દિવસમાં ત્રણ વાર પીવાથી હોજરી માં ચાંદા મટે છે.

બોરડીના પાનનું ચૂર્ણ મઠા સાથે લેવાથી હોજરી ના ચાંદા મટે છે. બોરડીના મૂળની છાલના કવાથમાં મગનું ઓસામણ બનાવી પીવાથી હોજરી ના ચાંદા મટે છે. બોરડીના મૂળની છાલ બકરીના દૂધમાં પીસી મધ મેળવી પીવાથી રક્તાતિસાર મટે છે.

જાંબુડીની છાલનો ૨૦ ગ્રામ ઉકાળો મધ મેળવી પીવાથી હોજરી ના ચાંદા મટે છે. જાંબુડીનાં કુમળાં પાનનો ૧૦ ગ્રામ રસ 3 ગ્રામ મધ મેળવી દિવસમાં ત્રણ વાર લેવાથી હોજરી ના ચાંદા મટે છે.

જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું જવના આ પાણીને બાલી વૉટર કહે છે. એ પીવાથી હોજરી ના ચાંદા છે.

કાચાં સીતાફળ હોજરી ના ચાંદા અને મરડો મટાડે છે.સંગ્રહણી-ઝાડાના રોગમાં જ્યારે ખોરાક લેવાનો પ્રતિબંધ હોય ત્યારે કેળાં ખોરાક તરીકે અતિ ઉત્તમ છે.સુવા અને મેથીનું ચૂર્ણ દહીંના મઠામાં મેળવી લેવાથી હોજરી ના ચાંદા મટે છે.

હોજરી નાં ચાંદા નાં રોગ ને હલકા માં નાં લેવો જોઇએ. હોજરી ના ચાંદા સરળતાથી મટાડવામાં આવે છે, પરંતુ જો યોગ્ય સારવાર કરવામાં ન આવે તો ગંભીર થઈ શકે છે.

Exit mobile version