દરરોજ આ મુખવાસ નું સેવન કબજિયાત ઉપરાંત અનેક રોગો માં છે સર્વશ્રેષ્ઠ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અળસી ને સંસ્કૃત મા અતસિ અને નીલપુષ્પા અને અંગ્રેજી માં કોમોન ફ્લેક્સ સીડ કહે છે. અળસી ના છોડ એ બે થી ત્રણ ફૂટ ઊંચા હોય છે. તેની ડાળખી પાંદડા પાતળા અને લંબગોળ હોય છે, તેના ફૂલ આસમાની રંગના હોય છે. અખરોટ જેવા ફળો આવે છે તેમાં અંદર બીજ હોય છે. તેને અળસી બીજ કહે છે. આ બીજ ચપટાં, લાંબાં અને લીસાં તથા રંગે રાતાં હોય છે. બીજ સ્વાદમાં ચીકણા તેલવાળા જણાય છે.

વસંતઋતુ ગયા પછી તેના છોડ ઉગે છે. અળસીનું તેલ દબાવીને તથા ઉકાળીને બે રીતે કાઢવામાં આવે છે. દવામાં તેના તેલ તથા બીજ વપરાય છે. અળસી ની જાત હોય છે : લાલ અને સફેદ. એનાં તેલની વાસ ઉબકા આવે તેવી હોય છે. અળસીના બીજ સ્નેહલ, બલ્ય, વેદના સ્થાપન તથા મૂત્રલ છે. એનું તેલ વિરેચન અને વ્રણરોપણ છે. શીતળ પણ છે.

અળસી ના ફાયદા

અળસીના બીજને દાબીને કાઢેલું તેલ દવાના કામમાં વપરાય છે. થોડા પ્રમાણમાં લેવાથી દસ્ત સાફ આવે છે. સૂકાયેલા મળની ગાંઠ બહાર કાઢે છે. આંતરડા ની કમજોરી તથા અર્શના રોગ વાળી વ્યક્તિ કબજિયાતમાં પણ એનું તેલ આપવું હિતાવહ છે. તેના બીજ નું બારીક ચૂર્ણ કરી મધ સાથે આપવાથી શરદી ખાંસીમાં તથા છાતીના દુખાવામાં તેમજ ખાંસી સાથે દમ માં અપાય છે. ત્વચા બળી જાય તો અળસીનું તેલ લગાવવાથી દર્દ અને બળતરામાંથી રાહત મળે છે. દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને પીવાથી રાહત મળે છે.

દુખાવા અને સોજા ઉતારવામાં

અળસીના બીજ થોડાં મરચાં- મધ સાથે લેવાથી વીર્ય વધારો થાય છે. ઇન્દ્રિયને શક્તિ આપે છે. સાકર સાથે અળસીનું ચૂર્ણ ફાકવાથી ખુજલી મટે છે. અળસીના બીજ ઇસબગુલ સાથે આપવાથી તમામ જાતના સંધિવા માં રાહત જણાય છે. અળસીના દળેલા ભુક્કા ને જરાક પાણીમાં ખીચડી જેવું ગરમ કરી બાફી તેની પોટીસ કપડાંનું બેવડમાં કરી શકવાથી સોજો તથા પીડા મટે છે. કોલેસ્ટેરોલને દૂર કરીને હૃદયરોગ સામે રક્ષણ આપે છે.

કોઈપણ બળતરા મટાડવામાં અને મસા દૂર કરવામાં

ઘા કે ગુમડા ને પકાવીને ફોડી સાફ કરવા માટે તેની પોટીસ કે લેપ વાપરવાનું આયુર્વેદના ગ્રંથોમાં સૂચવાયું છે. તેનો દૂધમાં, પાણીમાં કે છાસ માં કોઈ પણ રીતે વાટી લેપ કરી શકાય છે. તેનાથી સોજો ઊતરે છે. ફેફસાંના તીક્ષ્ણ વરમમાં, મૂંઝારા ની ગાંઠ ઉપર અને પેટના પડદાના સોજા પર તથા છાતીનો વરમ ઉપર તેમજ જે વખતે જીર્ણ જ્વરની સાથે કોઈ પણ મર્મ સ્થાનની અંદર લોહી ચડી આવે ને પાકતા વાર લાગે તો તેવા સર્વે વ્યાધિઓ ઉપર અળસીની પોટીસ દિવસમાં પાંચ સાત વખત મૂકવાથી આ તમામ દર્દોમાં ફાયદો થાય છે.અળસીના બીજના પાઉડરમાં અળસીનું તેલ અને મધ મિક્સ કરી, આ મિશ્રણને રોજ મસા પર લગાવવાથી થોડા દિવસમાં મસો ખરી પડશે.

સ્ત્રીરોગ માં ઉપયોગી

અળસી ના પાંદડા વાયુ તથા કફ ને ટાળે છે. તેની પિચકારી આપવાથી આંતરડા માં ભરાયેલો મળ દૂર થાય છે. તેની પિચકારી ગર્ભાશયમાં આપવાથી ખરાબી દૂર કરે છે. અળસી બે ભાગ, બાવચી પા ભાગ, વજ પા ભાગ, નાળિયેરનું તેલ 10 ભાગ, ચોખ્ખું પાણી 20 ભાગ લઈ એનું રીતસરનું તેલ બનાવવું.

આ તેલના મગજ અને કાનના દર્દો પર નાક તથા કાનમાં ટીપાં નાખવાથી અથવા ચોપડવાથી તેમજ ઇન્દ્રિયોને દર્દોમાં અને શૂળ દાહ વગેરે વેદનામાં પિચકારી દ્વારા અગર રૂના પોલમાં ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. અળસી 20 ભાગ, કાળા ભાંગરાનાં પાન અઢી ભાગ, બંને સાથે વાટી પાણીની વરાળથી ગરમ કરી તૈયાર કરવુ. આ દવા સ્ત્રીઓને રજ:સ્વલા, પ્રસૂતાને બસ્તી માં શૂળ અથવા દોષથી થયેલી અટકાયત નો ખુલાસો કરવા માટે તથા સોજા અને ગડગૂમડ ઉપર શેક કરવાથી સારો ફાયદો થાય છે.

અળસીનાં બીજ 400 દાણા, જેઠીમધ અડધો તોલો, એકાદ ચીર લીંબુની, થોડીક સાકર, તેનો 10 ઔસ પાણીમાં બંધ વાસણમાં ફાંટ બનાવી ચાર કલાક રાખી ગાળીને પીવાથી ખાંસી તથા પ્રમેહ માં સારો ફાયદો તથા પેશાબમાં બળતરા ઓછી થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top