Site icon Ayurvedam

દરરોજ જમ્યા બાદ મુખવાસ જેમ ખાલી લ્યો માત્ર આ 1 ચમચી, કમરનો દુખાવો, હાઈ બ્લડપ્રેશર, ઉધરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી પણ મળી જશે છુટકારો

ભોજન બાદ માવા મસાલા ખાતા લોકોએ અળસી ખાવાની આદત પડવી જોઈએ. માંસહારી લોકોને ઓમેગા-૩ માછલી માંથી મળી જાય છે પરંતુ શાકાહારી લોકોએ ઓમેગા -3 મેળવવા માટે અળસી એક સારો સ્ત્રોત છે. જો તમે તમારા શરીરને નીરોગી રાખવા ઇચ્છતા હોય તો રોજ એક ચમચી અળસીનો ઉપયોગ કરવો જોઈએ.

અળસીના બીજ નાના કદના બ્રાઉન-બ્લેક રંગના હોય છે જે આપણને હૃદયરોગથી બચાવે છે. તેમાં રહેલા ફાઇબર્સ કુદરતી રીતે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તે હૃદયની ધમનીઓમાં જમા થયેલ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને લોહીના પ્રવાહમાં સુધારો કરે છે, જે હાર્ટ એટેકની સંભાવના ઘટી જાય છે. અળસીના બીજને વેજીટેરિયન ફિશ પણ કહેવામાં આવે છે. તે ઓમેગા ફેટી એસિડ્સ અને ફાઈબરથી ભરપૂર છે.

અળસીનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર,પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચી શકીએ છીએ. જેમાંથી મળતા લિગનન હોર્મોન પ્રતિ સંવેદનશીલ હોય છે. અળસીમાં મળતો ઓમેગા-3 શરીરની બળતરાને ઘટાડે છે અને હ્રદય ની ગતિને સામાન્ય રાખવામાં મદદ કરે છે. ઓમેગા-3 યુક્ત ભોજનથી ધમનીઓ કડક નથી થતી.અને તે સાથે વ્હાઈટ બ્લડ ધમનીની આંતરિક પરતને ચીપકાવી દે છે.
અળસી ખાવાથી ડાયાબિટિસ કાબુમાં રહે છે. અમેરિકામાં ડાયાબિટિસ વાળા દર્દી પર રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે અળસીમાં રહેલા લિગનનને કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

૧૫ ગ્રામ અળસીના બીજને ક્રશ કરી , પાંચ ગ્રામ મુલેઠી, ૨૦ ગ્રામ મિશ્રી , અડધા લીંબૂના રસને ઉકળતા પાણીમાં નાંખી ઢાંકી દો. આ રસને ત્રણ કલાક બાદ ગાળીને પી જાવ. જેની મદદથી તમને ગળા અને શ્વાસની નળીમાં જામેલો કફ બહાર નિકળી જશે. અળસી ખરતા વાળ માટે ખૂબ ફાયદાકારક છે, તે આપણા વાળને ખરતા અટકાવે છે. તંદુરસ્ત અને સ્વસ્થ વાળ માટે વિટામિન અને ખનિજોનું સેવન કરવુ જરૂરી છે, તેવામાં અળસી સૌથી અસરકારક થઈ શકે છે. તે જ સમયે, અળસીના તેલમાં વિટામિન અને ખનિજોની સાથે ઓમેગા 3 ફેટી એસિડ્સ હોય છે જે વાળને વધુ સારી પોષણ આપી શકે છે.

અળસીમાં લીગ્રીન અને ઓમેગા-૩ જેવા તત્વ આપણા શરીરમાં ચરબી જમા થતી અટકાવે છે. ઘણા લોકો ને કસરત કરવાનો સમય નથી મળતો તેના માટે અળસી બેસ્ટ ઓપ્શન છે. તેવા લોકોને અળસીનું સેવન કરવું જોઈએ. ત્યારબાદ જમવાના એક કલાક પહેલા એક ચમચી અળસીનું સેવન કરવું જોઈએ.

પાચનશક્તિ નબળી હોય તો મોટાભાગે કબજિયાતની સમસ્યા હોય છે. અળસીનું સેવન કરવાથી પાચનશક્તિમાં પણ સુધારો આવે છે. પરંતુ પાણી પીવાનું વધારે રાખવું જોઈએ. અસ્થમાના દર્દીને અળસી રાહત આપે છે. તેના માટે અળસીના બીજને વાટીને તેમાં પાણી મિક્સ કરી લેવું. પછી આ પાણીને ૧૦ કલાક મૂકી રાખવું. આ પાણીનું દિવસ માં ત્રણ વાર સેવન કરવાથી અસ્થમાના દર્દીને રાહત થશે. સાથે સાથે ઉધરસ માં પણ રાહત થાય છે.

અળસીના સેવન થી ત્વચામાં ચમક,વાળની સુંદરતા બન્ને માટે લાભદાયી છે.તેના માટે પણ રોજ બે ચમચી અળસીનું સેવન કરવું જોઈએ. અળસીમાં કોલેજન પ્રોડક્શન અને ત્વચામાં નવા સેલ બનવવામાં મદદરૂપ થાય છે. ઉમર વધે તો પણ આપણી ત્વચામાં ચમક રહે છે.
અળસીમાં ફાયબર નું પ્રમાણ હોય છે. જે શરીરમાં વધારાનું કોલેસ્ટ્રોલ હોય તેને ઓછુ કરે છે.સાથે સાથે હાઈ બ્લડપ્રેશર માં પણ રાહત આપે છે.

અળસીમાં ફાઈટો એસ્ટ્રોજન રહેલા હોય છે. જેના કારણે મહિલાઓને લાભ થાય છે. સ્ત્રીઓને માસિકના સમયે હોર્મોનલમાં ફેરફાર થતા હોય છે. જેના કારણે અનેક સમસ્યાઓ થતી હોય છે. માસિકમાં અકળામણ,અનિયમિત રક્તસ્ત્રાવ ,કમરનો દુખાવો,યોની શુષ્ક જેવી સમસ્યાથી રાહત થાય છે.

અઠવાડિયામાં બે વાર અળસી ઉકાળ્યા પછી તેના જેલને ચહેરા પર લગાવવાથી આપણી ત્વચા ગ્લો કરવા લાગે છે, અને આપણા ચહેરાના ડાઘ પણ અદૃશ્ય થઈ જાય છે. ખાલી પેટ પર અળસી ખાવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, અળસીમાં ઓછા કાર્બન અને વધુ એમિનો એસિડ જોવા મળે છે, જે વજન વધવા દેતા નથી. આ સિવાય અળસીને પીસીને અથવા પાણીમાં પલાળીને પણ ખાઈ શકાય છે.

Exit mobile version