Site icon Ayurvedam

100% ગેરેન્ટી સાથે ચપટી આના સેવનથી 5 મિનિટમાં શરદી-કફ, ગેસ અને અપચો ગાયબ, જીવનભર નહીં પડે દવાની જરૂર

ઘરગથ્થું ઔષધોથી તરીકે અજમાનો ઉપયોગ પ્રાચીન કાળથી ભારતમાં થતો આવ્યો છે. ઇન્દોર અને દક્ષિણ હૈદરાબાદમાં તેનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાતમાં પણ તેનું વાવેતર થાય છે. સારી રીતે ખેડેલી સેન્દ્રીય જમીન તેને વધુ અનુકૂળ આવે છે તેના છોડ આશરે હાથ-દોઢ હાથ જેટલા ઊંચા વધે છે.

વાયુ કરનાર વાલ અને ગુવાર ના શાક ને અજમાનો વઘાર આપવાથી વધારે ગુણકારી તેમજ સ્વાદિષ્ટ બને છે. અજમાના બી માં 5% તેલ હોય છે એ તેલ ને બરફ જેટલી ઠંડી આપીને થીજાવી ઘન બનાવાય છે તેને “અજમાના ફુલ” કહે છે.

અજમો પાચન કરનાર, રુચી ઉત્પન્ન કરનાર, તીક્ષ્ણ, ગરમ, તીખો, હલકો, અગ્નિને પ્રદીપ્ત કરનાર, કડવો અને પિત્ત ઉત્પન્ન કરનાર છે. એ વાયુ, કફ, પેટનો આફરો, બરોળ અને કૃમિને મટાડનાર છે.વૈજ્ઞાનિક મત પ્રમાણે અજમો ગરમ, પેટના દર્દ નો નાશ કરનાર અને શૂળ મટાડનાર છે.

ચાલો, આપણે જાણીએ અજમા ના ઔષધીય ફાયદા

અજમો ઝાડા, મરડો અને શરદી મટાડે છે. અજમાના પાન ની ભાજી ગરમ, તીખી, કડવી લઘુ-હલકી, અગ્નિને પ્રદીપ્ત કરનાર, રુચી ઉત્પન્ન કરનાર, પિત કરનાર, શુળ કરનાર અને વાયુ તથા કફ ને મટાડનાર છે. અજમો સડો અટકાવનાર તમામ ઔષધિઓમાં શ્રેષ્ઠ છે. તેથી જ અજમાને પાણીમાં ઉકાળી એ પાણીથી ઘા, નાડીવર્ણ, ભગંદર વગેરેને ધોવાય છે.

અજમાના ફુલ લેવાથી આંતરડામાં થતી કૃમિની વૃદ્ધિ અટકે છે. અજમો પ્રસૂતા સ્ત્રીને ખવડાવવાથી તેની પાચનક્રિયા બળવાન બને છે તાવ આવતો હોય તો બંધ થાય છે અને ધાવણ વધારે પેદા થાય છે. અજમાની ફાંકી લેવાથી શરદી અને ઉધરસ મટે છે.

અજમો ખવડાવવાથી શીતજ્વરની ઠંડીનું જોર નરમ પડે છે, પરસેવો વળે છે અને તાવ ઉતરે છે. અજમો વાટી, ડુંગળીનો રસ મેળવી શરીરે ચોપડવાથી શરદીમાં પરસેવો વળી સ્ફૂતી-ચેતન આવે છે. અજમો 3 માસા, ગળો છ માસા, અને મરી એક માસો લઇ, રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે પિસી, ગાળીને પીવડાવવાથી તાવમાં ફાયદો કરે છે.

પીપર, અરડૂસી અને ખસખસના ડોડાનો ઉકાળો કરી, તેમાં વાટેલો અજમો નાખી પીવાથી કફની ઉધરસ મટે છે. અજમાના ફુલ એક-એક રતી દિવસમાં ત્રણવાર ઘી અને મધ સાથે મેળવીને લેવાથી કફ ઓછો થાય છે અને ખાંસી મટે છે. અજમો ગરમ પાણી સાથે પીવડાવવાથી શ્વાસનો હુમલો શાંત થાય છે. અજમાનો અર્ક પણ ફાયદો કરે છે.

અજમો ફાકી, ઉપર ગરમ પાણી પીવાથી પેટની પીડા, અજીર્ણ અને નળબંધવાયું મટે છે. અજમો લઈ, તવી પર ગરમ કરી, તેના સરખા ભાગે સિંધવ લઈ, પીસી એકત્ર કરવું. તેમાંથી ત્રણ માસા જેટલા ગરમ પાણી સાથે લેવાથી કોઠાનો વાયુ દૂર થાય છે.

અજમો, સિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી ગોળો મટે છે. અજમો અને ગોળ ખાવાથી શીળસ મટે છે. નવટાંક અજમો નવટાંક જુના ગોળમાં મેળવી, પીસી, તેમાંથી અડધા-અડધા તોલા જેટલું સવાર-સાંજ લેવાથી વાયુના મસા અને કમરનો દુઃખાવો મટે છે. અજમાને વાટી, પોટલી બનાવી સૂંઘવાથી સળેખમ મટે છે.

અજમાને ચલમ માં તમાકુ ની જેમ ભરી તેનું ધૂમ્રપાન કરવાથી શ્વાસનો હુમલો શાંત થાય છે. સંધિવામાં સાંધા જકડાઈ ગયા હોય તો તેના પર અજમાના તેલની માલિશ કરાય છે તેમજ અજમો વાટીને તેની પેટીસ પણ બંધાય છે. અજમાને પાણી સાથે વાટી-લસોટી શરીરે ચોપડવાથી ઠંડુ પડેલું શરીર ગરમ થાય છે. અજમાની પોટલી બનાવી તવી પર તપાવી હાથે-પગે શેક કરવાથી દમના હુમલાથી હાથ-પગ ઠંડા પડી ગયા હોય તો ગરમી આવે છે.

અજમાના પાન ને સારી રીતે ધોઈ રસ કાઢી કોલેરામાં કલાક-કલાકને અંતરે તે આપવો, પહેલી વખત ચાર મોટા ચમચા ભરીને અને ત્યારબાદ જ્યાં સુધી ઝાડો સારી પેઠે બંધાઈને ન આવે ત્યાં સુધી બે-બે ચમચા આ રસ આપતા રહેવું. આનાથી કોલેરાના ચોખાના ઓસામણ જેવા સફેદ ઝાડા નો રંગ બદલાયને પીળા રંગનો થવા લાગે છે અને થોડી જ વારમાં ઝાડો બંધાઈને ઘટ થાય છે.

ભોજન કર્યા પછી વાયુ ઉત્પન્ન થવાની ફરિયાદ હોય, પેટમાં ભારેપણું અને ગુડગુડાટ હોય, ઓડકારો આવતા હોય તો એક સાધારણ નિયમ બનાવવો. સાફ કરેલ ધોઈને સૂકવેલ અજમો અડધી ચમચી અને અજમાથી અડધો ખાવાનો સોડા જમ્યા પછી સહેજ નવશેકા પાણીથી ફાકી જવો, ભોજન કર્યા પછી પંદરથી વીસ મિનિટ બંને વખત લેવાથી બે-ત્રણ વખત દિવસમાં જ સારું પરિણામ મળશે.

અડધી ચમચી અજમો અને અડધી ચમચી સાકર નાગરવેલના પાનમાં નાખીને તેને ચાવવાથી ખોટી ખાંસી મટે છે. દિવસમાં સવાર-સાંજ બે વખત ઉપયોગ કરવો. નાનાં બાળકોને લીલા-પીળા ઝાડા થતાં હોય અને ઊલટી થતી હોય તો અજમાનું એક એક ચમચી પાણી દિવસમાં ત્રણથી ચાર વખત આપવું જોએ. દવાવાળાને ત્યાં અજમાના પાણીની શીશી મળતી હોય છે.

દાદર કે ખરજવા ઉપર અજમાને ચૂનાના નીતરેલા પાણીમાં લસોટી તેનો લેપ કરી પાટો બાંધવો. જૂનામાં જૂનું ખરજવું આ પ્રયોગથી મટે છે. અડધી ચમચી અજમાના ચૂર્ણ સાથે બે લવિંગ ચાવીને ખાઈ જવાથી સગર્ભાવસ્થાની ઊલટીઓ બંધ થાય છે. દિવસમાં બે વખત સવાર-સાંજ, અડધી ચમચી અજમો બેથી ત્રણ મૂળાના પાન સાથે ચાવીને ખાઈ જવાથી પથરી ગળી જાય છે.

Exit mobile version