માણસનું જીવન જેટલા અંશે રઘવાટથી ભરેલું થતું જાય છે તેટલા અંશે અન્ય રોગોની જેમ પાચનતંત્રના રોગો પણ વધતા અને ફેલાતા જાય છે. પાચન એ આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અને જટિલ કાર્ય છે. પોષક તત્વો આપણા ખોરાક દ્વારા પાચક શક્તિમાં શોષાય છે અને અજીર્ણ પદાર્થો બહાર જાય છે અને જો લાંબા સમય સુધી પાચનની સમસ્યા હોય તો મોટી બીમારી થઈ શકે છે.
અનિયમિત રીતે જમવાની આદત, આગળનો આહાર પેટમાં પૂરો પચ્યો પણ ન હોય ત્યાં જ ઉપરા ઉપરી કશુંક ખાતા રહેવાની કુટેવ, ઉતાવળમાં, બરાબર ચાવ્યા વિના જ જમીને ભાગવાની સ્થિતિ આ બધું પાચનતંત્રને બગાડે છે અને પચ્યા વિનાનો ખોરાક જો આંતરડામાં પડયો રહે તો તેમાંથી અપચો, કબજિયાત, ગેસ અને ઓડકાર જેવી વિવિધ તકલીફ શરૂ થાય છે. તો આજે અમે તમને જણાવીશું અજીર્ણ-અપચો દૂર કરવાના ઘરગથ્થું ઉપાયો.
અપચો કે વાયુની પેટ પીડા વખતે ગરમ પાણી કે અજમો નાખી ગરમ કરેલું પાણી પીવાથી લાભ થાય છે. આદુ અને લીંબુના 10-10 ગ્રામ રસમાં 1.5 ગ્રામ સિંધવ મેળવી સવારે પીવાથી અજીર્ણ મટે છે. કાચા ટમેટાનું શાકની જેમ સમારીને કલાઇવાળી તપેલીમાં થોડીવાર શેકીને મરી તથા સિંધવનું ચૂર્ણ મેળવી અથવા એકાદ ગ્રામ સોડા ભેળવીને ખાવાથી અજીર્ણ મટે છે.
ડુંગળીનો રસ અને કારેલાનો રસ ભેગો પીવાથી અજીર્ણ અપચો મટે છે. તજ લેવાથી અજીર્ણ અપચો મટે છે. લીંબુંના ચાર કકડા કરી કાચના વાસણમાં મીઠું, મરી અને સૂંઠનું ચૂર્ણ નાખી તડકામાં રાખી મૂકવાથી મીઠાનાં સંયોગથી થોડા જ દિવસમાં લીંબુ ગળી જાય છે. તે ખાવાથી અજીર્ણ, મોઢાની લાળ, મૂખની વિરસતા – બે સ્વાદ પણું મટે છે. લીંબું કાપી સિંધવ ભભરાવી ભોજન અગાઉ ચૂસવાથી અજીર્ણ મટે છે.
ચણાના છોડ પર રાતે કપડું ઢાંકી રાખી, સવારે નીચોવી, એ પાણીને ગરમ કરી ઉડાડી દેતાં વાસણમાં જે ક્ષાર રહે તેનું છાસ સાથે સેવન કરવાથી ગમે તેવું અજીર્ણ મટે છે. ચીત્રક, અજમો, સીંધવ અને મરીના સમભાગે બનાવેલા ચુર્ણનું સેવન કરવાથી અજીર્ણ મટે છે. વરીયાળીનો અર્ક અથવા કાચી કે શેકેલી વરીયાળી નીયમીત ખાવાથી અજીર્ણ મટે છે.
સૂંઠ, મરી, પીપર અને સિંધવ સમાન ભાગે લઇ, ચૂર્ણ કરી છાસમાં નાખીને પીવાથી અજીર્ણ- અપચો મટે છે. છાસમાં સિધવ અને મરીનું ચૂર્ણ નાખીને પીવાથી અજીર્ણ-અપચો મટે છે. આદુ સાથે સિંધવ ખાવાથી અપચો મટે છે. લવિંગ અને લીંડીપીપરના ચૂર્ણને 1 થી 3 ગ્રામ મધ સાથે સવાર સાજ લેવાથી અપચો મટે છે. ભોજન પહેલાં લીંબું અને આદુના રસમાં સિંધવ મેળવી પીવાથી મંદાગ્નિ, અજીર્ણ અને અરુચિમાં લાભ થાય છે.
અજીર્ણ થાય, ભૂખ લાગે નહિ, ખોરાક પચે નહિ, આવું હોય ત્યારે આપણે ઉપવાસ કર્યો હોય તો બધી પીડા મટી જાય છે. ખોરાક ન પચવાથી અજીર્ણ થઇ પેટમાં દુઃખાવો થતો હોય તો 1 થી 2 તોલો આદુનો રસ પીવો. જૂનો ગોળ લઇ તેની સાથે 1 તોલો પીપરનું સેવન કરવું. પાંચ વાલ જીરુ લઇ તેને વાટીને પાણી સાથે તેની ફાકી મારવી.
હરડે અને સૂંઠનુ ચૂર્ણ સવારે ખાલી પેટે લેવાથી અપચોમાં લાભ થાય છે. હિંગની ચણા જેવડી ગોળી ઘી સાથે ગળવાથી અજીર્ણ તથા વાયુનો ગોળો મટે છે. અડધી ચમચી કાચા પપૈયાનું દૂધ ખાંડ સાથે લેવાથી અજીર્ણ મટે છે. કોકમનો ઉકાળો કરી ઘી નાખી પીવાથી અજીર્ણ મટે છે. સરખા ભાગે સુકા ધાણા અને સાકરનો ઉકાળો દરરોજ સવાર-સાંજ પીવાથી અપચો મટે છે.
હરડે, લીંડીપીપર, સુંઠ અને કાળાં મરી સરખા વજને મીશ્ર કરી, એ મીશ્રણથી બમણા વજનનો ગોળ મેળવી ચણી બોર જેવડી ગોળી બનાવવી. બબ્બે ગોળી સવાર, બપોર અને સાંજે ચુસવાથી અજીર્ણ, અપચો, અરુચી મટે છે. ધાણા, સાકર અને પાણીનું પ્રમાણ પોતાની જરુરીયાત મુજબ રાખવું. લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી અને મંદાગ્ની મટે છે.
નાની એલચીનો પાઉડર દુધ કે પાણીમાં ઉકાળી સવાર – સાંજ હુંફાળું પીવાથી અજીર્ણ-અપચો , ગેસ, એસિડીટી વગેરે પેટના તમામ રોગો મટે છે. અપચો થાય તો પેટ પર હીંગનો લેપ કરો અથવા તો એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હીંગ મિક્સ કરીને પી લો. અપચાવાળા માટે ઇસબગુલનો પ્રયોગ ઉત્તમ છે. અજીર્ણ અપચામાં દરરોજ રાતના પા તોલો ઇસબગુલ થોડા દૂધમાં નાંખીને દર્દીને આપવું અને સવાર-સાંજ 10 તુલસીનાં પાન અને 6 સફેદ મરી સાથે મેળવીને આપવાં. આ પ્રયોગ કરવાથી ફાયદો જણાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.