Site icon Ayurvedam

મોંઘી દવાઓ વગર શરદી-કફ અને ફેફસાના રોગનું દુશ્મન છે આ ઔષધ, માત્ર આ રીતે કરો ઉપયોગ..

ઘરગથ્થું ઔષધોથી તરીકે અજમાનો ઉપયોગ પ્રાચીન કાળથી ભારતમાં થતો આવ્યો છે. અજમાને સામાન્ય રીતે ઘરમાં મસાલાના રૂપમાં વાપરવામાં આવે છે. પણ તેમા રહેલ કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયોડીન, કેરોટિન જેવા તત્વ આપણને અનેક રીતે ઉપયોગી બને છે. અજમાનું પાણી આપણી ન ફક્ત નાની મોટી બીમારીઓ પરંતુ મોટી મોટી બીમારીઓનો ઈલાજ પણ આપણે અજમાંથી કરી શકીએ છે. તો ચાલો આજે આપણે જાણીએ કઈ રીતે અજમાનો રોજિંદા રોગોમાં ઉપયોગ કરવો તેના વિશે.

અજમાની પોટલી બનાવી તવી પર તપાવી હાથે-પગે શેક કરવાથી હાથ-પગ ઠંડા પડી ગયા હોય તો તેમાં ગરમી આવે છે. અજમાનાં ફૂલ હિસ્ટિરીયાના વેગને નરમ પાડે છે અને ટૂંક સમયમાં જ દર્દીને હિસ્ટિરીયાની અસરમાંથી મુક્ત કરે છે. અજમાને વાટી નવશેકા ગરમ પાણી સાથે પીવડાવવાથી શ્વાસનો હુમલો શાંત થાય છે. અજમાના અર્કને રતીભાર લઈ નવશેકા પાણીમાં ઓગાળીને આપવાથી શ્વાસ હેઠો બેસે છે.

યુનાની હકીમો ફેફસાંની ગળા પાસેની નળી સૂજી ગઈ હોય અને કફ વધારે નીકળતો હોય તો કફ બંધ કરવા અજમો આપવો. આ સાથે અજમો વાટી તેની પોટલી બનાવીને તે ભાગ ઉપર બાંધવો. અજમાની ફાકી લેવાથી શરદી અને ઉધરસ મટે છે. અજમાનાં ફૂલ અડધો અડધો ગ્રામ દિવસમાં ત્રણ વાર ચોખ્ખા ઘી અને મધ સાથે મેળવીને લેવાથી કફ ઓછો થાય છે. શરીરમાં નવો કફ બનતો નથી અને પેદા થયેલા કફનો નિકાલ થાય છે.

અજમો અને તલ સરખે ભાગે લઈ, પીસી ચૂર્ણ બનાવી મોટી એક એક ચમચી દિવસમાં ત્રણ વાર લેવાથી બહુમૂત્રરોગ મટે છે. બાળકો પથારીમાં પેશાબ કરી જતાં હોય તો તેનો કંટ્રોલ થાય છે.  50 ગ્રામ અજમો 50 ગ્રામ જૂના દેશી ગોળમાં મેળવી બરાબર ખાંડીને ભેળવવું, તેની પાંચ પાંચ ગ્રામની ગોળીઓ બનાવવી, આ ગોળીઓ સવાર સાંજ લેવાથી કમરનો દુખાવો મટે છે. અજમો અને તલ બે-બે ગ્રામ સવાર સાંજ બરાબર ચાવીને ખાવાથી. બહુમૂત્રરોગ મટે છે.

અજમાનું ચૂર્ણ લેવાથી પથરીના રોગમાં પણ ફાયદો થાય છે. તે પથરીના ટુકડા કરીને પથરીને દૂર કરે છે તેથી મૂત્રાવરોધથી થતું કષ્ટ પણ દૂર થાય છે. અજમાને ગરમ કરી દુખતી પાંસળીઓ ઉપર બાંધી ધીમે ધીમે શેક કરવાથી પાંસળીઓમાં થતું દર્દ મટે છે. ગરમ કરેલો અજમો પાથરી તેની ઉપર દર્દીને સુવડાવી દર્દીને સારું કપડું ઓઢાડી દેવું. દર્દીના શરીરમાં કોઈપણ ભાગમાં દુખાવો થતો હશે તો તે મટી જશે. અજમાના દાણાઓને ખાવાના પાનમાં રાખી પાન મોઢામાં મૂકી ચૂસવાથી સૂકી ઉધરસ મટે છે.

જમતી વખતે વધારે તીખુ ખવાઈ ગયું હોય અને હેડકી આવતી હોય અથવા જમ્યા પછી જેમને હેડકી આવતી હોય તેઓએ જમ્યા પહેલાં અજમાના દાણા એક ચમચી જેટલા ધીમે ધીમે ચાવીને પેટમાં ઉતારી દેવા પછી જ ખાવું. લીંબુના રસમાં અજમાના દાણા ડૂબાડી બહાર કાઢી સૂકાયા બાદ ફરીથી એજ રીતે ડૂબાડી, સૂકવવા. આ રીતે સાતવાર કરી તે અજમાને લેવાથી નપુંસકતામાં લાભ થાય છે.

અજમો ૧૨૦ ગ્રામ, ચિત્રક ૧૧૦ ગ્રામ, હરડે ૧૦૦ ગ્રામ, સૂંઠ ૬૦ ગ્રામ, લીંડીપીપર ૮૦ ગ્રામ, કાળાં મરી ૭૦ ગ્રામ, જીરૂ ૫૦ ગ્રામ, સિંધાલૂણ ૪૦ ગ્રામ, વાવડીંગ ૩૦ ગ્રામ, વછ ૨૦ ગ્રામ, હીંગ ૧૦ગ્રામ અને જૂનો ગોળ ૧ કિલોગ્રામ ઉપરની બધી વસ્તુઓને ભેગી કરી બરાબર ખાંડી વીસ વીસ ગ્રામ વજનની લાડુડી બનાવવી. આ લાડુડી સવાર-સાંજ એક-એક ગરમ પાણી સાથે લેવાથી તમામ પ્રકારના વાતરોગ, તમામ પ્રકારના મધુપ્રમેહ, હૃદયરોગ, સંગ્રહણી, પાંડુરોગ વગેરે મટે છે.

અજમો ચાર ભાગ, શેકેલી હિંગ બે ભાગ અને સંચળ ચાર ભાગ લઈ વાટી ચૂર્ણ બનાવવું તેમાંથી ત્રણ-ત્રણ ગ્રામ ચૂર્ણ જમ્યા પછી નવશેકા પાણી સાથે લેવું. ખોરાક સરળતાથી પચે છે, આમ થતો નથી. થોડા દિવસ હલકો ખોરાક લેવાથી પાચનશક્તિ સતેજ થાય છે. અજમો દોઢ ગ્રામ, હિમજ દોઢ ગ્રામ અને હિંગ એક રતીભાર(પચાસ મિલિગ્રામ) લઈ વાટી ચૂર્ણ બનાવી કપડાં વડે ચાળી લેવું, આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે એક-એક ચમચી લેવું, પેટમાં થતો ગેસ, આફરો, શૂળ મટે છે.

અજમો, મોચરસ, આદુ અને ધાવડીનાં ફૂલ સરખે ભાગે લઈ વાટીને ચૂર્ણ બનાવવું. ત્રણ-ત્રણ ગ્રામ ચૂર્ણ દહીંમાં ઘોળી સવાર-સાંજ લેવું. અનાજનો ખોરાક લેવો નહિ. તાજી છાશમાં જીરૂ નાખીને લેવી, અતિસાર (વારંવાર થતા ઝાડા) મટે છે. અજમાના થોડાક દાણાને થોડાક જ સિંધવ સાથે વાટી પાણીમાં મેળવી નાના બાળકને એક ચમચી જેટલું પાવાથી કાચા ઝાડા મટે છે. અજમો, સૂંઠ, જીરૂ અને લીંડીપીપર સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી એક-એક ચમચી ચૂર્ણ સવાર-સાંજ ચોખ્ખા મધ સાથે લેવાથી મંદાગ્નિમાં અત્યંત લાભ થાય છે.

દાદર કે ખરજવા ઉપર અજમાને ચૂનાના નીતરેલા પાણીમાં લસોટી તેનો લેપ કરી પાટો બાંધવો. જૂનામાં જૂનું ખરજવું આ પ્રયોગથી મટે છે. જૂનો ગોળ અને અજમાનો ઉકાળો (પાણીમાં બનાવેલો) દિવસમાં ત્રણ વખત બબ્બે તોલાની માત્રા આપવાથી સ્ત્રીઓનો માસિક અવરોધ દૂર થઈ નિયમિત માસિક આવે છે. અડધી ચમચી અજમાના ચૂર્ણ સાથે બે લવિંગ ચાવીને ખાઈ જવાથી સગર્ભાવસ્થાની ઊલટીઓ બંધ થાય છે. દિવસમાં બે વખત સવાર-સાંજ. અડધી ચમચી અજમો બેથી ત્રણ મૂળાના પાન સાથે ચાવીને ખાઈ જવાથી પથરી ગળી જાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Exit mobile version