Site icon Ayurvedam

અઠવાડિયામાં એકવાર આ 3 વસ્તુના મિશ્રણનો પાવડર પીય લ્યો, જીવનભર શરદી, બ્લડપ્રેશર, ગેસ અને એસીડીટી નજીક પણ નહિ આવે

અજમા, જીરું અને વરિયાળીના બીજનો ઉપયોગ વાનગીઓમાં સ્વાદ વધારવામાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે અજમા, જીરું અને વરિયાળીના સેવનથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. જી હા, આ ત્રણેય મસાલામાં ભરપૂર માત્રામાં ઔષધીય ગુણો રહેલા છે, તેથી જો તમે આ ત્રણેય મસાલાનું એકસાથે સેવન કરો છો, તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળે છે.

આ મિશ્રણમાં એન્ટિઓક્સિડન્ટ, પ્રોટીન, ફાઇબર, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, આ સિવાય તેમાં મેંગેનીઝ, ઝિંક, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન ઇ પણ હોય છે. જે શરીરને સ્વસ્થ રાખે છે.

અજમા, જીરૂ અને વરિયાળીનું મિશ્રણ ખાવાથી થતા ફાયદા:

અજમા, જીરું અને વરિયાળીમાં ભરપૂર માત્રામાં એન્ટિ-ઓક્સિડન્ટ ગુણ હોય છે, તેથી આ મિશ્રણનું સેવન કરો છો, તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના દ્વારા વાયરસ અને બેક્ટેરિયાથી બચી શકાય છે. અજમા, જીરું અને વરિયાળીના મિશ્રણનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. હા, કારણ કે આ મિશ્રણમાં સારી માત્રામાં ફાઇબર મળી આવે છે, જે શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. જે હૃદયને લગતા રોગોનું જોખમ ઘટાડે છે.

જ્યારે શરદી કે ગળામાં દુખાવાની ફરિયાદ હોય ત્યારે અજમા, વરિયાળી અને જીરાના મિશ્રણનું સેવન ફાયદાકારક છે. કારણ કે જીરું અને અજમા ગરમ હોય છે, જે શરદી અને ગળાના દુખાવાની સમસ્યાને મટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

જો હાઈબ્લડ પ્રેશરની સમસ્યા હોય તો અજમા-જીરું અને વરિયાળીના મિશ્રણનું સેવન ખૂબ ફાયદાકારક છે. કારણ કે આ મિશ્રણમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા તત્વો જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થાય છે. જે હૃદયને લગતા રોગોનું જોખમ ઘટાડે છે.

અજમા, જીરું અને વરિયાળીના મિશ્રણનું સેવન પેટ માટે ફાયદાકારક છે. કારણ કે આ મિશ્રણમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન તંત્ર (પાચન)ને મજબૂત બનાવે છે અને પાચન સાથે જોડાયેલી એસિડિટી, અપચો જેવી સમસ્યાઓને દૂર કરે છે. અજમા, જીરું અને વરિયાળીના મિશ્રણનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. કારણ કે તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. વળી, તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે.

Exit mobile version