મોંઘી દવાને બદલે માત્ર 2 કલાકમાં જ ભયંકર એસિડિટી, ગેસ-અપચોનો કાયમી છૂટકારાનો 100% અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પેટમાં બળતરા કે એસિડિટી થવાની ફરિયાદ સમાજના મોટાભાગના સ્ત્રી પુરુષોમાં હોય છે. ખોરાકના પાચન માટે હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતા એસિડનું પ્રમાણ જ્યારે વધારે નીકળે ત્યારે પેટમાં બળતરા થાય તેને એસિડિટી થઈ કહેવાય. સૌપ્રથમ આપણે જાણીશું એસિડિટી થવાના લક્ષણો.

એસિડિટીનું મુખ્ય લક્ષણ છાતી કે પેટમાં બળતરા થવી. ખાધા પછી અથવા પહેલા પેટમાં સખત બળતરા ઉપડવી. મોમાં ખાટા ઓડકાર આવવા. આ સિવાય ગળામાં બળતરા તથા અપચો આ તમામ લક્ષણો આમાં સામેલ છે. જ્યારે અપચાને લીધે ગભરાહટ થાય છે. ખાટા ઓડકારની સાથે ગળામાં તીવ્ર બળતરા થવી.

હવે અમે તમને જણાવીશું એસિડિટીના આયુર્વેદિક ઉપચારો : સુકી દ્રાક્ષ, હરડે અને ખડી સાકર બરાબર-બરાબર માત્રામાં લઈને સારી રીતે વાટી લઈને તેની 1-1 ગ્રામની ગોળીઓ બનાવવી. આ 1-1 ગોળીઓ સવારે અને સાંજે ઠંડા પાણી સાથે સેવન કરવાથી એસીડીટી તેમજ ગળામાં બળવું મટે છે. રાત્રે 100 મિલીલીટર પાણીમાં દ્રાક્ષ 10 ગ્રામ અને વરીયાળી 5 ગ્રામ પલાળીને રાખી દો અને સવારે તેને પાણીમાં મસળીને પીવો. તેનાથી એસીડીટી મટે છે.

ત્રિફળાને સારી રીતે વાટીને ગરમ કરી ગરમ લોખંડના વાસણમાં લેપ કરીને રાતભર રહેવા દેવું. સવારે આ મિશ્રણને મધ કે ખાંડમાં ભેળવીને સેવન કરવાથી એસીડીટીના રોગમાં લાભ મળે છે. ત્રિફળા ચૂર્ણને ગરમ પાણી સાથે સેવન કરવાથી બાળકોને પેટમાં થનારી એસીડીટી મટે છે. ગોળમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ હોવાથી તે શરીરની પાચનશક્તિ વધારે છે તેમજ એસિડિટીની બળતરાથી બચવા માટે જમ્યા પછી રોજ ગોળનો નાના ટુકડો ખાવાની આદત પાડવી જોઇએ.

તુલસીમાં એવા ગુણો હોય છે જે ખાવાથી એસિડિટીથી તરત જ રાહત આપશે. એક પાણીમાં ૩-૪ તુલસીના પાન નાખી થોડા સમય સુધી ઉકાળીને પાણી પીવાથી તરત જ એસિડિટીમાં રાહત જોવા મળશે. અડધા ગ્લાસ કાચા દુધમાં અડધો ગ્લાસ પાણી તેમજ 2 વાટેલી ઈલાયચીનું ચૂર્ણ નાખીને સવારે પીવાથી એસીડીટીમાં આરામ મળે છે,  સાદું અને ઠંડું દૂધ 2-2  ઘૂંટડા દિવસમાં ઘણી વખત પીવાથી ખાટા ઓડકાર તેમજ મોઢામાં આવતું કડવું પાણી બંધ થાય છે.

40 ગ્રામ કાળું જીરું અને 40 ગ્રામ ધાણા પાણી સાથે વાટીને 320 ગ્રામ ઘીમાં ભેળવીને પકાવી લો. તે 6 થી 20 ગ્રામ સુધીની માત્રામાં દરરોજ સેવન કરવાથી એસીડીટી મટે છે. સફેદ જીરું, કાળું ઝીરું, વચ, શેકેલી હિંગ અને કાળા મરી બરાબર માત્રામાં વાટીને ચૂર્ણ બનાવીને અડધી અડધી ચમચી ચૂર્ણ પાણી સાથે સેવન કરવાથી આરામ મળે છે.

એલચી, સાકર અને કોકમની ચટણી બનાવીને ખાવાથી એસિડિટી મટે છે. કોળાના રસમાં સાકર નાખીને પીવાથી એસિડિટી મટે છે. સૂંઠ, ખડી સાકર અને આમળાંનું ચૂર્ણ લેવાથી એસિડિટી મટે છે. અડધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી, અર્ધી ચમચી સાકર નાખી, બપોરના જમવાના અર્ધા કલાક પહેલાં લેવાથી એસિડિટી મટે છે.

પાલક અને 5 પરવળને વાટીને પાણીમાં ઉકાળી લો અને તેને ઠંડા કરીને તેમાં કોથમરી અને મીઠું ભેળવીને પીવો. તે એસીડીટીના રોગીને સવારે અને સાંજે પીવડાવવાથી ગળા અને છાતીમાં બળવું તેમજ ઓડકાર અને બેચેની જેવી સમસ્યા દૂર થાય છે.

જવ અને અરડૂસી ને મિલાવીને ઉકાળો બનાવીને તેમાં તજ, તમાલપત્ર અને ઈલાયચી નું ચૂર્ણ અને મધ ભેળવીને પીવાથી એસીડીટીના કારણે થનારી એસીડીટી તરત મટી જાય છે.  મૂળાના પાંદડાનો 10 થી 20 મીલીલીટર રસમાં મિશ્રી ભેળવીને નિયમિત પ્રયોગ કરવાથી એસીડીટીમાં આરામ મળે છે. કાચા મૂળામાં ખાંડ ભેળવીને ખાવાથી એસીડીટીનો રોગ ઠીક થાય છે.

ભોજન પહેલા જેઠીમધના નાના નાના ટુકડા 15 મિનીટ સુધી સુચવાથી અને તે પછી ભોજન કરવાથી અપચો નથી થતો અને એસીડીટીમાં આરામ મળે છે. ગુલાબ જળમાં ગુલાબનું ફૂલ, 2 ચમચી ઈલાયચી અને એક ચમચી ધાણાના ચૂર્ણ ભેળવીને ભોજન કર્યા બાદ સેવન કરવાથી એસીડીટી રોગ ઠીક થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top