ગમે તેવી એસિડિટી માત્ર 5 મિનિટમાં મટાડવા આ વનસ્પતિ કરશે જાદુ જેવુ કામ કરશે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જે લોકોને એસિડિટીની સમસ્યા હોય છે. એમના માટે તો આ ઉપાય રામબાણ ઈલાજ છે.વનસ્પતિનું ને લીલું કરિયાતુ કહેવાય છે. આ વનસ્પતિના પાન એકદમ ઘાટા અને લીલા હોય છે.તો ચાલો આ વનસ્પતિના ઉપયોગો જાણીએ. લીલા કરિયાતાના ૨થી ૫ ફૂટ ઊંચા છોડ હિમાલય પર ૫થી ૧૦ હજાર ફૂટની ઊંચાઈએ થાય છે. જેને આયુર્વેદમાં ‘કિરાતતિક્ત’ કહે છે.

દક્ષિણ ગુજરાત તરફ એક બીજું લીલું કરિયાતું થાય છે. આપણું આ દેશી કરિયાતું આ આયુર્વેદીય ઔષધ ‘કાલમેઘ’ છે. ગુણોની દૃષ્ટિએ કિરાતતિક્ત અને કાલમેઘમાં થોડી ભિન્નતા રહેલી છે. કરિયાતું સ્વાદમાં કડવું અને તીખું, શીતળ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ-પિત્તશામક, આમનું પાચન કરનાર, રક્ત શુદ્ધિકર, પિત્તસારક, કડવું છતાં પૌષ્ટિક, તાવનાશક, ધાવણ શુદ્ધિકર્તા તેમજ મંદાગ્નિ, અજીર્ણ, લીવરના રોગ, કમળો, કબજિયાત, સોજા, અમ્લપિત્ત-એસિડિટી, જેવી ગરબડો ઉપરાંત ત્વચાના વિવિધ રોગોને મટાડનાર છે.

કરિયાતામાં ચિરાકિન અને ઓફેલિક એસિડ નામનાં બે કડવાં દ્રવ્યો, યવક્ષાર, ચૂનો, રાળ તેમજ ઓલિક, પામિટિક અને સ્ટિયરિક એસિડ રહેલાં છે. આ તત્ત્વો તેના ઉપરોક્ત ઔષધીય ગુણો માટે જવાબદાર ગણાય છે. ખાસ આ વનસ્પતિનો ઉપયોગ ગર્ભવતી મહિલાઓએ ન કરવો જોઈએ. સૌથી પહેલા 5 ગ્રામ લીમડાનો ગળો લો, 5 ગ્રામ લીલું કરિયાતું લો, 5 ગ્રામ નાગરનોથ લો, 5 ગ્રામ સૂંઠ, આ ચારેય વસ્તુ થઈ કુલ 20 ગ્રામ થઈ જશે.રાત્રિના સમયે 2 ગ્લાસ પાણી ગરમ કરો એની અંદર આ ચારેય વસ્તુ નાખી ઉકળવા દો.

આ પછી 3 ભાગનું પાણી બળી જાય અને 1 ભાગનું પાણી બચે ત્યાં સુધી ધીમા તાપે ઉકળવા દો.ત્યારબાદ ઢાંકીને મૂકી દો.સવારે વહેલા ઉઠી એને ગાળી નરણા કોઠે પી જાઓ.આ પ્રયોગ માત્ર આઠ દિવસ કરજો,તમને ગમે તેવી એસીડીટી થઈ હશે તેમાં ફાયદો થશે.
જે લોકોને કબજિયાત થતી હોય તેમણે પહેલા સાફ કરીને જ એસિડિટી માટે ઉપયોગ કરજો,તો ખૂબ ફાયદો જોવા મળશે.મિત્રો,આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે પરંતુ તમે આ પહેલા યોગ્ય ડોક્ટર કે વૈદની સલાહ જરૂર લો.માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top