એરંડિયાનો પાક વર્ષા ઋતુમાં થાય છે. એના મૂળિયા, છાલ, પાંદડા, બિયાં તથા તેનું તેલ પણ ઉપયોગી છે. આ બધું જ ઔષધી બનાવવાના ઉપયોગમાં આવે છે. ઘરેલુ ઉપચાર માટે તે અતિ ઉપયોગી છે. તેના વૃક્ષ સમસ્ત ભારતમાં ઉગે છે. એરંડા બે પ્રકારના હોય છે સફેદ તથા લાલ.
ધોળો એરંડો તીખો, તીક્ષ્ણ, ગરમ, મધુર, કટુ, જડ, સ્વાદુ છે. તથા વાયુ કોઢ, બદ, ગુલ્મ, બરોળ, આમપિત્ત, પ્રમેહ, ઉષ્ણતા, વાતરક્ત, મેદ અને અંડવૃધ્ધિનો નાશ કરે છે.રાતો એરંડો તૂરો, રસકાળે તીખો, લઘુ અને કડવો છે. તથા વાયુ, કફ, દમ, ઉધરસ, કૃમિ, રક્તદોષ, પાંડુ, અરૃચિનો નાશ કરે છે.
બંનેનાં પાંદડા વાતપિત્તને વધારનાર અને મુત્રકૃચ્છનો નાશ કરે છે. રક્તદોષ તથા પિત્તને વધારે છે. એનાં બિયાંના ગોળા અગ્નિદીપક, અતિ ઉષ્ણ, તીખા, મીઠા, ખારા, સ્નિગ્ધ, મલભેદક અને લઘુ છે. તથા ગુલ્મ, શૂળ, કફ, યકૃત, વાતોદરનો નાશ કરે છે.
હરસ બહાર નીકળી ગયા હોય તો નિયમિત એરંડિયુ લગાડવાથી સૂકાઈ જાય છે. ઉપરાંત દુખાવામાં પણ રાહત થાય છે. કબજિયાતની તકલીફ રહેતી હોવાને કારણે પણ હરસ થાય છે. કબજિયાત દૂર કરવાથી હરસને કારણે મળ ત્યાગ વખતે તકલીફ થશે નહિ.
સાંધામાં સોજો આવી જાય તો એરંડાના પાન પર થોડું એરંડિયુ અથવા સરસવ તેલ લગાડી ગરમ કરી સોજા પર લગાડી શકાય. ઉપરાંત સોજાના સ્થાન પર કપડું બાંધી દેવું. નિયમિત આ પ્રયોગ કરવાથી દુખાવા તથા સોજામાંથી રાહત મળશે. વાયુ વિકારથી થતા પેટના વિકાર, કમરનો દુખાવામાં રાહત કરે છે. એરંડાના બિયાની પેશી ૧૦ ગ્રામ વાટી તેમાં પા લીટર દૂધ તથા તેના કરતાં અડધુ પાણી તેમાં ભેળવી પાણી બળી જાય અને દૂધ રહે ત્યાં સુધી ઉકાળવું ત્યાર બાદ તેમાં સાકર ભેળવી સાંજે પીવું.
માર લાગવાને કારણે ઘામાંથી રક્ત વહેતું હોય તો એરંડિયું લગાડી પાટો બાંધવાથી લાભ થાય છે. રૃના પુમડાંને એરંડિયામાં પલાળી રાતના સુવાના સમયે યોનિમાં રાખવાથી શૂલમાં લાભ થાય છે. આવશ્યક્તાનુસાર થોડા દિવસ સુધી નિયમિત પ્રયોગ કરવો.
એરંડા પાયોરિયાને દૂર કરે છે. એરંડિયામાં થોડું કપૂર ભેળવી નિયમિત સવાર-સાંજ પેઢા પર ઘસવાથી પાયોરિયામાં લાભ થાય છે. આંખમાં માટી, કચરો, ધુમાડાથી તકલીફ થાય તે સમયે એરંડિયાનું એક ટીપું આંખમાં નાખવાથી રાહત થાય છે.
કબજિયાત દૂર કરવામાં એરંડિયુ રામબાણ ઇલાજ છે. રાત્રે સુતી વખતે બે ચમચી એરંડિયુ પીવાથી મળ સાફ આવે છે.તેને ગરમ દૂધ અથવા હુંફાળા પાણીમાં ભેળવી પીવાથી લાભ થાય છે. પેટમાં વાયુ ભરાવવાને કારણે દુખાવો થાય ત્યારે એરંડિયુ લાભ કરે છે. બે ચમચી એરંડિયાને ગરમ દૂધમાં ભેળવી પીવાથી ફાયદો કરે છે.
પગની એડીની ત્વચા ફાટે ત્યારે એરંડા લાભ કરે છે. એરંડિયુ લગાડયા પૂર્વે પગને ગરમ પાણીથી ધોવા અથવા તો પાંચ મિનિટ સુધી હુંફાળા પાણીમાં ડુબાડી રાખવા, ત્યાર બાદ એરંડિયું લગાડવાથી ફાયદો થાય છે. સ્ત્રીઓના સ્તનની નીપલ ફાટે ત્યારે તેના પર એરંડિયું લગાડવાથી લાભ થાય છે. દિવસમાં ત્રણ ચાર વખત લગાડવું અને આવશ્યક્તાનુસાર ત્રણ ચાર દિવસ સુધી પ્રયોગ કરી શકાય. સ્તનની નીપલ અંદરની તરફ હોય તો એરંડિયાથી માલિશ કરવાથી ફાયદો જણાશે.
પરંતુ એરંડાના તેલનો ઉપયોગ વાળ અને માથાના સંબંધિત અલગ-અલગ વિકારોમાં પણ ખૂબ જ પ્રભાવકારી અસર દેખાડે છે. લોકો વાળોની સુંદરતા વધારવા માટે ન જાણે કેટલાંય પૈસા ખર્ચ કરે છે ત્યારે તેને અજાણતા ઘણા ફાયદા થાય છે. પ્રશ્ન એ ઉઠે છે કે જ્યારે ઓછા ખર્ચમાં તમે સરળતાથી વાળની સુંદરતા મેળવી શકો છો તો વધુ પૈસા ખર્ચ કરવાની શું જરૂર છે.
જો થોડાંક સપ્તાહ સુધી એટલે કે અંદાજે 4-6 સપ્તાહ સુધી નિયમિત રીતે એરંડાના તેલનો ઉપયોગ કરવાથી વાળ સુંદર અને ઘાટા થઇ શકે છે. નિયમિત રીતે વાળમાં એરંડાના તેલની માલિશ કરવાથી વાળ મજબૂત અને ઘાટા થઇ શકે છે.એરંડાનું તેલ પીળા રંગનું હોય છે. આ તેલ વાળ લાંબા કરવામાં અને નવા વાળ ઉગાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ માથામાં એરંડાનું તેલ નાંખો. આમ કરવાથી વાળના મૂળિયાને પોષણ મળે છે અને બલ્ડ સર્કયુલેશન વ્યવસ્થિત થાય છે. તેના લીધે વાળના મૂળિયા મજબૂત થતા વાળ લાંબા અને ઘાટા થવા લાગશે. એક સામાન્ય વાત છે કે પુરુષોને ટકલા થવાથી બચાવામાં એરંડાનું તેલ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. જો વાળા હાનિકારક રસાયણ કે ખૂબ જ તડકા વગેરેના લીધે ખરાબ થઇ રહ્યાં છે તો તોની સુંદરતા પાછી લાવવામાં એરંડાનું તેલ ઘરેલું ઉપચારના રૂપમાં લેવાય છે. કારણ કે આ ખૂબ જ ફાયદાકારક ઉપાય છે.