એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. પ્રાચીનકાળમાં લોકો જેમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક ખાતા હતા. તેના પાચન માટે ત્યારે એપેન્ડિક્સ અગત્યનો ભાગ ભજવતું હતું.
એપેન્ડિક્સ એ શરીરના અન્ય અવયવોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડાના ભાગ સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું, પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય છે.
રોગ નુ નામ એપેન્ડિક્સ નહી પણ એપેન્ડિસાઈટિસ છે. એપેન્ડિસાઈટિસ નાના બાળકોથી લઈ ને વૃધ્ધ બધા ને થઈ શકે છે. અને તે સામાન્ય ચેપ થી લઈ ને આખા પેટ મા રસી ફેલાય જવા સુધી જિવલેણ સેપ્ટીક સુધી થતો રોગ છે. આ રોગ ના લક્ષણો શરૂઆતમાં ખૂબ ઓછા હોય છે. પરંતુ ધીમે ધીમે કરીને તેના લક્ષણો વધતા જાય છે. એપેન્ડિસાઈટિસ થવા ના કારણો મા મુખ્યત્વે ખોરાક નો ચેપ, વાયરલ ઇંફેક્શન વગેરે છે.
સ્ટુલનો કડક ભાગ અથવા અનાજનો કણ એપેન્ડિક્સના હોલમાં ફસાઇ જાય ત્યારે એમાં ઇન્ફેક્શન થઇ શકે છે તથા સોજો આવી શકે છે. આ ઉપરાંત વારંવાર જંકફૂડ ખાવાથી એમાં રહેલા બેક્ટેરિયા આ સમસ્યા જન્માવવા માટે કારણભૂત હોઇ શકે છે. બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી દ્વારા એપેન્ડિક્સમાં તકલીફ છે.
એપેન્ડિસાઈટિસ નુ નિદાન જેટલુ વહેલુ થાય એટલા લક્ષણો હળવા અને જેટલુ નિદાન મોડુ એટલા જ લક્ષણો ઉગ્ર સ્વરૂપે જોવા મળતા હોય છે. રોગીને કબજીયાત અથવા તો જાડા ની સમસ્યા પણ થવા લાગે છે. એપેન્ડિક્સની સમસ્યાના કારણે પેટની માસપેશીઓ એકદમ સખત બની જતી હોય છે
સમસ્યાના કારણે શરીરમાં સ્વેતકણો ની સંખ્યા ખૂબ વધુ માત્રામાં વધી જતી હોય છે, અને સાથે સાથે આ સમસ્યાના કારણે ઉત્પન્ન થતો દુખાવો ઘણા કલાકો સુધી રહી શકે છે. ગરમ પાણી એક થેલીની અંદર ભરી અને તેના દ્વારા જે જગ્યાએ દુખાવો થતો હોય તે જગ્યાએ શેકવૂ જોઈએ. સાથે-સાથે તેને તકિયાના ટેકે બેસાડવાથી પણ આ દુખાવો ઓછો થઇ શકે છે.
જો એપેંડિક્ષ ફાટી જાય કે તેના રસી આજુબાજુ ફેલાય તો આખા પેટમા દુખાવો, બ્લડપ્રેશર ઓછુ થઈ જવુ, ખુબ જ તાવ આવવો, ખુબ જ ઉલ્ટી ઓ થવી જેવા લક્ષણો પણ જોવા મળે છે. અપેન્ડિક્સ થવાના કારણો માં શરીરમાં ફાઈબરની કમી, પેટના આંતરડામાં ખોરાક જામી જવો, ફળોના બીજ પેટમાં એકત્ર થવા, વધુ સમય સુધી કબજિયાત પણ હોય શકે.
એક કપ જેટલા પાણીમાં પા થી અડધી ચમચી જેટલું કરિયાતાનું ચૂર્ણ રોજ રાત્રે પલાળી રાખવું. સવારે નાસ્તો કરતાં પહેલાં આ દ્વવ્ય પી જવું. બે અઠવાડિયા સુધી આ ઉપચાર કરવાથી પેટના કૃમિ મટી જશે. મેથીનો પાઉડર પા તોલો સાકર સાથે રોજ સવારે ખાવાથી એપેન્ડિક્સના સોજામાં ફાયદો થાય છે. કડવા લીમડાનાં પાનને બાફી , સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજો ઊતરી જાય છે.
અપેંડિક્સની સમસ્યા થતા કાચુ દૂધ ક્યારેય ન પીવુ જોઈએ. ઉકાળીને જ તેનુ સેવન કરવુ જોઈએ. તીખા અને મસાલેદાર ભોજન ખાવાથી પરેશાની વધી શકે છે. તેનાથી પેટમાં ગેસ થઈ જાય છે અને દુખવો શરૂ થઈ શકે છે.
ફાઈબર યુક્ત ફળ, શાકભાજીઓ ખાવી અને વધુમાં વધુ પાણી પીવાથી આ સમસ્યામાં ખૂબ લાભકારી હોય છે. અપેંડિક્સ થતા સાદુ ખાવુ જ આરોગ્ય માટે લાભકારી હોય છે. સવારે ખાલી પેટ પાણી સાથે લસણની 2-3 કળીઓ ખાવાથી ખૂબ રાહત મળે છે. રોજ છાશમાં સંચળ નાખીને પીવું આ બીમારીમાં ખૂબ અસરદાર સાબિત થાય છે.
રોજ જમતા પહેલા ટામેટા અને આદુ પર સંચળ નાખીને ખાવાથી પણ ખૂબ લાભ થાય છે. તેનાથી ખાવાનુ સહેલાઈથી પચી જાય છે અને આંતરડામાં જામતુ નથી. રોજ એલોવેરા જ્યુસ પીવાથી આંતરડામાં જમા ગંદકી સાફ થઈ જાય છે. જેનાથી પેટમાં ઝેરીલા તત્વો પેદા થતા નથી. એલોવેરા જ્યુસ દ્વારા પણ અપેંડિક્સના દુખાવામાં છુટકારો મેળવી શકાય છે.
એપેન્ડિક્સ નાં દર્દીઓ માટે સોયાબીનના લીલા પાન નો રસ નિચોવી અને તેને બરાબર પકવવા. ત્યારબાદ ૧૦૦ ml જેટલા આ રસ ની અંદર 50 ml જેટલો દાડમનો રસ ભેળવી અને તેનું સવાર-સાંજ સેવન કરવાથી દુખાવામાં ઘણી રાહત મળે છે. બે ગ્રામ સૂંઠ તથા એક એક ગ્રામ સિંધવ અને હિંગ વાટીને પાણી સાથે લેવાથી એપેન્ડિક્સના દુખાવામાં રાહત થશે.દૂધ અને ગ્લુકોઝ જેવા તરલ પદાર્થો વધુ માત્રામાં આપવા અને બને ત્યાં સુધી વજનદાર વસ્તુઓ ખાવાથી દૂર રહેવું.
તરસ લાગે ત્યારે ખૂબ ઓછી માત્રામાં થોડું-થોડું પાણી પીવું જોઈએ, અને આ દુખાવાને દૂર કરવા માટે થોડા દિવસો સુધી સંતરાનો રસ પીવો જોઈએ. જો દર્દીને તીવ્ર દુખાવો થતો હોય તો તેવી પરિસ્થિતિમાં ઉપવાસ કરવો જોઇએ.